AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેત્રી કિયારા અડવાણીએ બહેન ઈશિતાના લગ્નમાં કર્યો શાનદાર ડાન્સ, જુઓ વાયરલ વીડિયો

બોલિવૂડની ક્યૂટ ગર્લ ગણાતી કિયારા અડવાણી એ વાત સારી રીતે જાણે છે કે, તમામ સ્પોટલાઇટ તેની તરફ કઈ રીતે રાખવી. કિયારા ઇન્સ્ટાગ્રામ કવીન ગણાય છે, અને તેણી તેના ફેન્સ સાથે દરરોજ અનેક વીડિયોઝ અને ફોટોઝ શેયર કરતી રહે છે.

અભિનેત્રી કિયારા અડવાણીએ બહેન ઈશિતાના લગ્નમાં કર્યો શાનદાર ડાન્સ, જુઓ વાયરલ વીડિયો
Kiara Advani's Viral Dance Video's Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 11:40 PM
Share

તાજેતરમાં બોલિવૂડની સુપ્રસિદ્ધ અભિનેત્રી કિયારા અડવાણીની (Kiara Advani) બહેન ઈશિતા અડવાણીના (Ishita Advani) લગ્ન થયા છે અને તેણીએ બહેનના લગ્નમાં ધમાકેદાર ડાન્સ પરફોર્મ કર્યો હતો. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કિયારાએ બહેન ઈશિતાના લગ્નમાં ખૂબ જ મસ્તી કરી હતી અને તે જોરદાર ડાન્સ કરતી જોવા મળી હતી. ગોવામાં પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી ઈશિતાના વેડિંગ ફંક્શનના વીડિયોઝ હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પિંક સાઈડ સ્લિટ કટ- આઉટ ડ્રેસમાં કિયારાએ તેની બહેન માટે ખાસ પરફોર્મન્સ તૈયાર કર્યું હતું. તેણી અદાઓ જોઈને ફેન્સ ઘાયલ થઈ ગયા છે. એક સારી બ્રાઈડમેઈડની ફરજ નિભાવતી વખતે કિયારાએ તેની બહેનના દરેક ફંકશનને તેના ધમાકેદાર પરફોર્મન્સથી રંગીન બનાવી દીધું હતું.

અંગ્રેજી અને બોલિવૂડ ગીતોના ફ્યુઝન પર થિરકતી કિયારાનું ડાન્સ પરફોર્મન્સ જોવા જેવું છે. તેના જબરદસ્ત ડાન્સે અનેક ચાહકોના દિલ જીતી લીધા છે.  ફક્ત પ્રિ-વેડિંગ ફંક્શન જ નહીં, પરંતુ ઈશિતાની લગ્નની સાંજ પણ ખૂબ જ રંગીન હતી. કિયારાએ તેની બહેનના લગ્નમાં ગોલ્ડન કલરનો લહેંગા પહેર્યો હતો. કિયારાએ તેના વાળમાં ગોલ્ડન કલરના ગુલાબ ભરાવ્યા હતા અને ન્યુડ ગ્લોસી મેકઅપ સાથે તેણીએ તેનો લુક એકદમ સિમ્પલ રાખ્યો હતો.

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

કિયારાએ આ ઉપરાંત, તેના ઇન્સ્ટાગ્રામ પર તેના સુંદર ડ્રેસમાં કરેલા ફોટોશૂટને દર્શાવતી રીલ પણ શેયર કરી છે. આ રીલને કિયારાના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ રીલને અત્યાર સુધીમાં 1 મિલિયન કરતાં પણ વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.

Kiara Advani & Sister Ishita Advani

કિયારાએ તેની બહેનના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. આ બંને બહેનોની એક તસવીર ખૂબ વાયરલ થઈ હતી, જેમાં કિયારા તેની બહેનને કાળુ ટીકુ લગાવતી જોવા મળે છે. આ ફોટો શેયર કરતી વખતે તેણીએ તેના કેપ્શનમાં લખ્યું કે -‘કહીં તુમ્હે નઝર ના લગ જાયે..’ આ ફોટો જોયા બાદ તેના ચાહકો મોટી માત્રામાં Awwનું રીએક્શન આપી રહ્યા છે.

આ પણ વાંચો – Wedding Photos: કિયારા અડવાણીની બહેનના થયા લગ્ન, અભિનેત્રી નજર આવી ગ્લેમરસ લુકમાં

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">