
અભિનેત્રી અને મોડલ ખુશી મુખર્જી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. પોતાની બોલ્ડ ફેશનના કારણે પણ ખુશી ચર્ચામાં રહે છે. આ વચ્ચે તેમણે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને લઈ નિવેદન આપ્યું છે. ખુશી મુખર્જીએ દાવો કર્યો કે, કેટલાક ક્રિકેટર તેની પાછળ પડ્યા હતા. આ સાથે તેનું કહેવું છે કે, સૂર્યકુમાર યાદવે પણ તેને મેસેજ કરતો હતો.
ખુશી મુખર્જીએ કહ્યું કે , અનેક ક્રિકેટર્સ મારી પાછળ પડ્યા હતા. સૂર્યકુમાર યાદવ મને ખુબ મેસેજ કરતો હતો પરંતુ અમારી વધારે વાત થઈ ન હતી. હું જોડાવા પણ માંગતી નથી અને કોઈ લિંક અપ પસંદ નથી. રિયલમાં કોઈ લિંક અપ નથી.
સાઉથ ઈન્ડિયન ફિલ્મોની સાથે રિયાલિટી શો અને બોલ્ડ વેબ સીરિઝમાં કામ કરનારી ખુશી મુખર્જી માટે વિવાદ કોઈ મોટું કે ચોંકાવનારું નામ નથી. 24 નવેમ્બર 1996ના રોજ કોલકાતામાં જન્મેલી ખુશીએ 2013માં તમિલ ફિલ્મ અંજલ થુરાઈથી પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તે ફિલ્મો જેમ કે, ડોંગા પ્રેમા અને હાર્ટ અટેકની સાથે હિન્દી ફિલ્મ શ્રૃંગારમાં પણ જોવા મળી હતી.પરંતુ તેને સૌથી મોટો બ્રેક ઈન્ડિયન ટેલિવિઝન અને રિયાલિટી શોથી મળ્યો છે.
એમટીવીના સ્પ્લિટ્સવિલા 10 અને લવ સ્કૂલ 3માં ભાગ લીધા પછી ખુશીને ઓળખ મળી. તે બાલવીર રિટર્ન્સમાં જ્વાલા પરી અને કહત હનુમાન જય શ્રી રામ જેવા લોકપ્રિય ટીવી શોમાં પણ જોવા મળી છે. તે એડલ્ટ થીમ વાળી ઈન્ડિયન વેબ સીરિઝમાં પણ એક જાણીતો ચહેરો બની ગઈ છે.