અબરામે કર્યો પિતા શાહરૂખ ખાનનો સિગ્નેચર પોઝ, તૈમુરનું પરફોર્મન્સ જોઈને ખુશ થઈ કરીના કપૂર, જુઓ વીડિયો
ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં સ્ટારકિડ્સ ધૂમ મચાવી રહ્યા છે. પોતાના જબરજસ્ત પર્ફોમન્સથી શાહરૂખ ખાનના પુત્ર અબરામે લોકોને ખૂબ જ એન્ટરટેઈનમેન્ટ કર્યું. તમને જણાવી દઈએ કે અબરામે પિતા શાહરૂખનો સિગ્નેચર પોઝ આપ્યો હતો જે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય તૈમૂર પણ ક્યૂટ ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

શાહરૂખ ખાન તેની અપકમિંગ ફિલ્મ ડંકીને લઈને ચર્ચામાં છે. બીજી તરફ તેનો નાનો દીકરો અબરામ પણ લાઈમલાઈટમાં આવી ગયો છે. હાલમાં જ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં અબરામનું પરફોર્મન્સ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે આ દરમિયાન ઘણા સ્ટાર્સ પોતાના બાળકોને ચીયર કરવા આવ્યા હતા.
બી-ટાઉન સેલિબ્રિટીઝનું આ ક્યારેય નહીં જોયેલું સેલિબ્રેશન ચર્ચાનો વિષય બન્યું છે. તૈમુર અલી ખાન અને અબરામ ખાનના ધમાકેદાર પર્ફોમન્સના ખૂબ વખાણ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી ક્લિપ્સ વાયરલ થઈ રહી છે. શાહરૂખના પુત્ર અબરામે પિતાના સિગ્નેચર પોઝ આપીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વીડિયોમાં અબરામ તેના સાથીદારોને ગળે લગાવતો જોવા મળે છે.
અહીં જુઓ અબરામનો વીડિયો
View this post on Instagram
આ વીડિયો વાયરલ થયા બાદ ફેન્સ અબરામની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે તેની તુલના તેના પિતા સાથે પણ કરી છે. આ વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. અબરામનો પોઝ લોકો શાહરૂખની તસ્વીર સાથે શેર કરી રહ્યા છે. આ સિવાય તૈમુર અલી ખાનનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. તૈમુરનું ક્યૂટ પર્ફોર્મન્સ જોઈને માતા કરીના કપૂર પણ ખુશ છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે કરીના તૈમુરનો વીડિયો રેકોર્ડ કરી રહી છે.
તૈમુર અલી ખાનનો ડાન્સ
View this post on Instagram
આરાધ્યાના પર્ફોમન્સે પણ જીત્યા દિલ
આ દરમિયાન ઐશ્વર્યા-અભિષેકની પુત્રી આરાધ્યા બચ્ચને પણ પોતાના શાનદાર પર્ફોમન્સથી બધાના દિલ જીતી લીધા હતા. સ્ટાર કિડ્સની આ ડાન્સ ક્લિપ્સ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ આ બાળકોના વખાણ કરતા થાકતા નથી. એન્યુઅલ ફંક્શનમાં બોલિવુડના તમામ સ્ટાર્સે ભાગ લીધો હતો. જેમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, ગૌરી ખાન, સુહાના ખાન, ઐશ્વર્યા રાય, કરણ જોહર સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ‘ડંકી’ને હિટ બનાવવા શાહરૂખનો માસ્ટરપ્લાન તૈયાર, પ્રમોશનમાં કરશે આ નવા કામ
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
