આયુષ શર્માએ ‘AS03’ માટે કરી મહેનત, માત્ર 17 દિવસમાં બનાવી શાનદાર બોડી
એક્ટર આયુષ શર્મા (Aayush Sharma) હાલમાં તેની અપકમિંગ ફિલ્મ 'AS03'ને લઈને સતત ચર્ચામાં છે. આ દરમિયાન એક્ટરે તેની ફિલ્મનો એક બીટીસી વીડિયો શેયર કર્યો છે. આ ફિલ્મ માટે આયુષ શર્માએ ઘણી મહેનત કરી છે.

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો (Salman Khan) નાનો સાળો અને અભિનેતા આયુષ શર્મા (Aayush Sharma) આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘AS03’ને લઈને સતત ચર્ચામાં છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જેને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહી છે. આયુષ શર્માની આ ત્રીજી ફિલ્મ છે, જે તેના માટે ખૂબ જ ખાસ છે. ફિલ્મનું ટીઝર જોયા પછી બધા માને છે કે એક્ટર તેની અપકમિંગ ફિલ્મ દ્વારા સાઉથના ટ્રેન્ડને ફોલો કરવા જઈ રહ્યો છે.
પરંતુ હજુ સુધી આ ફિલ્મના નામની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. મેકર્સ હજુ પણ ફિલ્મના નામ વિશે વિચારી રહ્યા છે. ત્યાં સુધી આ ફિલ્મ ‘AS03’ના નામથી રજૂ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ માટે આયુષ શર્માએ ઘણી મહેનત કરી છે. હવે તેના માયથો મોર્ડન એક્શન એડવેન્ચર માટે લોકોના એક્સાઈટમેન્ટમાં વધારો કરતા એક્ટરે એક બીટીએસ વીડિયો શેયર કર્યો છે, જે ટીઝરની શૂટિંગ પ્રોસેસની ઝલક બતાવવામાં આવી છે.
View this post on Instagram
આ બીટીએસ વીડિયો શેયર કરતાં આયુષ શર્માએ લખ્યું “#ASO3 નું બીટીએસ.. મારા કોચ રાજેન્દ્ર ઢોલે માટે પણ એક મોટી શાઉટ આઉટ પણ છે કે મને આના માટે માત્ર 17 દિવસમાં તૈયાર થઈ ગયો છું. તેમને મારા ટ્રેનિંગ મોડ્યુલ અને ડાયટ તૈયાર કર્યો છે તેને તે કરવા માટે તેના અસંખ્ય કલાકો આપ્યા, જેથી હું આપેલ સમય મુજબ મારી જાતને તૈયાર કરી શકું.”
View this post on Instagram
આ બીટીએસ વીડિયોમાં શૂટિંગથી પહેલાની તૈયારીઓ કરવાથી લઈને રિપ્ડ લુક, વાળને સેટ કરવા અને એક્શન સ્ટંટ કરવા સુધીની દરેક વસ્તુની ઝલક આપે છે. ટીઝરમાં બતાવવામાં આવેલ જંગલ વાસ્તવિકતામાં કેવું છે, તમે આ વીડિયોમાં પણ જોઈ શકો છો. બોલિવૂડ ફિલ્મના વીએફએક્સ અને સિનેમેટોગ્રાફીની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે અને આ બાબતો આ ફિલ્મને ખાસ બનાવે છે. આ ફિલ્મને લઈને દરેક લોકો ખૂબ જ એક્સાઈટેડ છે.