‘આદિપુરુષ’નું જોરદાર ટીઝર થયુ રિલીઝ, અન્યાયને ખત્મ કરવા આવી રહ્યા છે પ્રભાસ

|

Oct 02, 2022 | 8:27 PM

આ ફિલ્મની સ્ટાર કાસ્ટ અયોધ્યામાં ફિલ્મના ટીઝર રિલીઝના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ભવ્યતા સાથે ફિલ્મની કાસ્ટ દ્વારા આ ઈવેન્ટમાં આ 'આદિપુરુષ' (Adipurush) ફિલ્મની પહેલી ઝલક દેખાડવામાં આવી.

આદિપુરુષનું જોરદાર ટીઝર થયુ રિલીઝ, અન્યાયને ખત્મ કરવા આવી રહ્યા છે પ્રભાસ
Teaser of Adipurush
Image Credit source: File photo

Follow us on

Teaser of Adipurush : ભારતના સુપર સ્ટાર પ્રભાસ પોતાની આગામી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આજે અયોધ્યામાં તેમની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’નું ટીઝર રિલીઝ થયુ છે. તેના માટે છેલ્લા 2 દિવસથી અયોધ્યામાં જોરદાર તૈયારીઓ ચાલી રહી હતી. આદિપુરુષ’ના ટીઝર માટે ફેન્સ ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ અયોધ્યામાં ફિલ્મના ટીઝર રિલીઝના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ભવ્યતા સાથે ફિલ્મની કાસ્ટ દ્વારા આ ઈવેન્ટમાં આ ‘આદિપુરુષ(Adipurush) ફિલ્મની પહેલી ઝલક દેખાડવામાં આવી.

ટીઝરની શરુઆત પ્રભાસના જોરદાર લુક સાથે થાય છે. પ્રભાસ આ ફિલ્મમાં ભગવાન રામના પાત્રમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણના અવતારમાં જોવા મળે છે. તેમનો લુક ખુબ ખતરનાક દેખાય રહ્યો છે. તેમના લુકે તમામનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ ફિલ્મની વાર્તા રામાયણ પર આધારિત છે. આ ફિલ્મના જોરદાર ડાયલોગની ઝલક પણ આ ટીઝરમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં વીએફએક્સનો ખુબ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કૃતિ સેનન માતા સીતાના અવતારમાં જોવા મળશે. તે આ ટીઝરમાં ખુબ સુંદર લાગી રહી છે.

આદિપુરુષનું ટીઝર

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ પહેલા ફિલ્મનું શાનદાર પોસ્ટર રિલીઝ થયુ હતુ. આ પોસ્ટરમાં પ્રભાસ ભગવાન રામના અવતારમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મના મેકર્સ એ ટીઝર રિલીઝ કરવા 2 ઓક્ટોબરનો દિવસ નક્કી કર્યો હતો અને સ્થળ અયોધ્યા પસંદ કરવામાં આવ્યુ હતુ. અયોધ્યામાં ટીઝર રિલીઝના આ કાર્યક્રમમાં ટીઝર જોવા હજારો લોકો આવ્યા હતા. ફિલ્મ આદિપુરુષનું ટીઝર રામ નગરી અયોધ્યામાં ખુબ ભવ્ય રીતે રિલીઝ થયુ. આ ટીઝરની ચર્ચા હાલ આખી દુનિયામાં થઈ રહી છે.

ફિલ્મ આદિપુરુષમાં પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાન અને સની કૌશલ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યુ છે. બાહુબલીમાં પ્રભાસનું હિન્દી ડબિંગ શરદ કેલકરે કર્યુ હતુ. આ વખતે આદિપુરુષમાં પણ પ્રભાવનો હિન્દી અવાજ શરદ કેલકર આપશે. લોકો તેના અવાજને ખુબ પસંદ કરે છે. આવનારા સમયમાં આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થશે. માનવામાં આવી રહ્યુ છે કે આ ફિલ્મ તમામ રેકોર્ડ તોડી શકે છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 12 જાન્યુઆરી, 2023ના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Next Article