RRR: Naatu Naatu સોન્ગે ઓસ્કર્સમાં રચ્યો ઈતિહાસ, આ કેટેગરીમાં મળ્યું નોમિનેશન

|

Jan 24, 2023 | 9:31 PM

Oscar 2023: એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર (RRR) ઘણી કેટેગરીમાં ઓસ્કાર 2023 માટે મોકલવામાં આવી હતી. આ ફિલ્મનું ગીત 'નાટુ-નાટુ' ઓરિજિનલ સોન્ગ કેટેગરીના નોમિનેશનમાં જગ્યા બનાવી છે.

RRR: Naatu Naatu સોન્ગે ઓસ્કર્સમાં રચ્યો ઈતિહાસ, આ કેટેગરીમાં મળ્યું નોમિનેશન
RRR Song natu natu
Image Credit source: Instagram

Follow us on

RRR Song Natu Natu Nominated For Oscar 2023: એસએસ રાજામૌલીની ફિલ્મ ઘણી કેટેગરીમાં ઓસ્કાર 2023 માટે મોકલવામાં આવી હતી. આ ફિલ્મનું ગીત ‘નાટુ-નાટુ’ ઓરિજિનલ સોન્ગ કેટેગરીના નોમિનેશનમાં સ્થાન મેળવ્યું છે. ઓરિજિનલ સોન્ગની કેટેગરી માટે પાંચ ગીતો નોમિનેટ કરવામાં આવ્યા છે, જેમાંથી એક આરઆરઆરનું નાટુ-નાટુ સોન્ગ છે. તે નિર્દેશક એસએસ રાજામૌલી, રામ ચરણ, જુનિયર એનટીઆર, સંગીત નિર્દેશક એમએમ કીરવાની અને ગીતકાર ચંદ્રબોઝ માટે ઉજવણીનો સમય છે. અત્યંત દમદાર અને ફૂટ-ટેપીંગ ગીત રાહુલ સિપલીગંજ અને કાલા ભૈરવ દ્વારા ગવાયું હતું અને આજે તે ગ્લોબલી હિટ થયું છે. આ પહેલા આ ગીતે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં પણ બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ગીત હતું.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

2022ની બ્લોકબસ્ટર ફિલ્મ છે આરઆરઆર

ફેમસ ડાયરેક્ટર એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આરઆરઆર વર્ષ 2022ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર રામ ચરણ, જુનિયર એનટીઆર લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ બંને સિવાય બોલિવૂડ એક્ટર અજય દેવગન અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ આ ફિલ્મનો ભાગ હતા. આ ફિલ્મને માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ઘણો પ્રેમ મળ્યો. ફિલ્મની સ્ટોરીની સાથે તેમાં બતાવવામાં આવેલ વીએફએક્સ પણ લોકોને પસંદ આવ્યું અને આરઆરઆર એ દર્શકોના દિલ જીતી લીધા.

આ પણ વાંચો : 95th Oscar : ઓસ્કાર 2023 આજે થશે નોમિનેશન, ક્યારે અને ક્યાં જોઈ શકાશે, કંઈ ફિલ્મનો છે સમાવેશ

1200 કરોડથી વધુની કરી કમાણી

આરઆરઆર 24 માર્ચ 2022એ રીલિઝ થઈ હતી. રીલિઝ થયા બાદ આ ફિલ્મે માત્ર ઈન્ડિયન બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ દુનિયાભરમાં પણ ઘણી કમાણી કરી હતી. રિપોર્ટ્સ મુજબ એસએસ રાજામૌલીની આ ફિલ્મે દુનિયાભરમાં 1200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

ઓલ ધેટ બ્રેથ્સને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ માટે મળ્યું નોમિનેશન

આ સિવાય ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરાયેલી ભારતીય ફિલ્મોમાં એસએસ રાજામૌલીની આરઆરઆર, ગુજરાતી ફિલ્મ છેલ્લો શો, ઓલ ધેટ બ્રેથ્સ અને ધ એલિફન્ટ વ્હીસ્પર્સનો સમાવેશ થાય છે. ભારતીય ડોક્યુમેન્ટરી ફિલ્મ ઓલ ધેટ બ્રેથ્સને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ માટે નોમિનેશનમાં સ્થાન મળ્યું છે. શૌનક સેન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ દિલ્હીમાં જન્મેલા બે ભાઈઓની વાર્તા પર આધારિત છે. ધ એલિફન્ટ વ્હીસ્પર્સ એક શોર્ટ ફિલ્મ છે, જેને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.

Published On - 8:00 pm, Tue, 24 January 23

Next Article