71st National Film Awards : 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ ક્યારે અને ક્યાં જોઈ શકશો ? એવોર્ડ લિસ્ટમાં ગુજરાતી ફિલ્મ પણ સામેલ

મંગળવાર એટલે કે, આજે 23 સપ્ટેમબરના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મોના વિજેતાઓને નેશનલ ફિલ્મ એવોર્ડ આપશે. તો ચાલો જાણીએ તમે આ એવોર્ડ લાઈવ ક્યાં જોઈ શકશો.

71st National Film Awards : 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ ક્યારે અને ક્યાં જોઈ શકશો ? એવોર્ડ લિસ્ટમાં ગુજરાતી ફિલ્મ પણ સામેલ
| Updated on: Sep 23, 2025 | 4:48 PM

1 ઓગસ્ટના રોજ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે 71મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ માટે વિજેતાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને આજે 23 સપ્ટેમ્બરના રોજ આ એવોર્ડ આપવામાં આવશે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સાંજે 4 વાગ્યે એક સમારોહ શરૂ થયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતાઓનું સન્માન કરશે. આ એવોર્ડ 2023માં રિલીઝ થયેલી ફિલ્મો માટે આપવામાં આવી રહ્યા છે.દરમિયાન, સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા થઈ રહી છે કે, 71મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ક્યાં યોજાશે, તે કયા સમયે શરૂ થશે અને તેને ઓનલાઈન કેવી રીતે જોઈ શકાશે.

71મા નેશનલ ફિલ્મ એવોર્ડનું લિસ્ટ જુઓ

નેશનલ ફિલ્મ પુરસ્કાર વિજેતાઓ

શ્રેષ્ઠ અભિનેતા – શાહરૂખ ખાન (જવાન) અને વિક્રાંત મેસી (12મી ફેલ)

શ્રેષ્ઠ અભિનેત્રી – રાની મુખર્જી (શ્રીમતી ચેટર્જી વિ. નોર્વે)

શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ – કટહલ

શ્રેષ્ઠ ફીચર ફિલ્મ – 12મી ફેલ

શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ – ધ રે ઓફ હોપ

શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગર – શિલ્પા રાવ (જવાન માટે)

બેસ્ટ મેલ પ્લેબેક સિંગર – PVNS રોહિત (બેબી, તેલુગુ)

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – ધ કેરળ સ્ટોરી

શ્રેષ્ઠ કોરિયોગ્રાફી – રોકી ઔર રાની કી પ્રેમ કહાની

શ્રેષ્ઠ મેકઅપ અને કોસ્ચ્યુમ ડિઝાઇનર – સૈમ બહાદુર

સ્પેશયલ મેન્શન – એનિમલ (રી-રેકોર્ડિંગ મિક્સર) એમ.આર. રાજકૃષ્ણન

શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન – એનિમલ (હિન્દી)

શ્રેષ્ઠ દિગ્દર્શક – ધ કેરળ સ્ટોરી (સુદીપ્તો સેન)

શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ – રોકી ઔર રાની કી પ્રેમ કહાની

શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ – ભગવંત કેસરી

શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ – વંશ

શ્રેષ્ઠ તમિલ ફીચર ફિલ્મ – પાર્કિંગ

શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન નોન-ફીચર ફિલ્મ – ધુંધગીરી કે ફૂલ (હિન્દી)

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી નોન-ફીચર ફિલ્મ – લિટલ વિંગ્સ (તમિલ)

શ્રેષ્ઠ દિગ્દર્શક નોન-ફીચર ફિલ્મ – પીયૂષ ઠાકુર, ધ ફર્સ્ટ ફિલ્મ (હિન્દી)

શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ નોન-ફીચર ફિલ્મ – ગિદ્ધ ધ સ્કેવેન્જર (હિન્દી)

શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ પ્રમોટિંગ સોશિયલ કન્સર્સ – ધ સાયલન્ટ એપિડેમિક (હિન્દી)

શ્રેષ્ઠ આર્ટ્સ/કલ્ચર નોન-ફીચર ફિલ્મ – ટાઈમલેસ તમિલનાડુ (અંગ્રેજી)

શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ – ધ ફ્લાવરિંગ મેન (હિન્દી)

શ્રેષ્ઠ ફિલ્મ વિવેચક – ઉત્પલ દત્ત (આસામ)

શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી – ગોડ વલ્ચર્સ એન્ડ હ્યુમન્સ (અંગ્રેજી)

શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ સનફ્લાવર – વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો (કન્નડ)

શ્રેષ્ઠ ફિલ્મ – નેકલ: ક્રોનિકલ ઓફ ધ પેડમેન (મલયાલમ), ધ સી એન્ડ સેવન વિલેજ (ઓડિયા)

શ્રેષ્ઠ સંગીત નોન-ફીચર ફિલ્મ – ધ ફર્સ્ટ ફિલ્મ (હિન્દી)

નોન-ફીચર ફિલ્મ માટે શ્રેષ્ઠ એડિટિંગ – મુવિંગ ફોકસ (અંગ્રેજી)

ક્યાં અને ક્યારે નેશનલ એવોર્ડ લાઈવ જોઈ શકશો

71મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ સાંજે 4 કલાકે શરુ થશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તમામ વિજેતાઓને સન્માનિત કરશે. આ સમારોહ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાખવામાં આવ્યો છે.વિજેતાઓમાં શાહરુખ ખાન,વિક્રાંત મેસ્સી, રાણી મુખર્જી સહિત અન્ય મોટા નામ પણ સામેલ છે. મલયાલમ ફિલ્મોના અભિનેતા મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે.દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ કાર્યક્રમ શરુ થઈ ચૂક્યો છે. તેમજ તમે TV9 ગુજરાતીના લાઈવ બ્લોગમાં આ ઈવેન્ટ સાથે જોડાયેલી તમામ અપટેડ્સ લાઈ વાંચી શકો છો.

આ એવોર્ડનું લાઈવ પ્રસારણ આજે, 23 સપ્ટેમ્બર, 2025ના રોજ ચાહકો ડીડી ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર પણ લાઇવ જોઈ શકે છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો