તેલુગુ નેચરલ સ્ટાર નાનીની ફિલ્મ ‘દસરા’ સમગ્ર ભારતમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને દેશભરમાંથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. નાનીની ફિલ્મ તેલુગુ અને હિન્દી ઉપરાંત તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ છે. ચાલો આ ફિલ્મના તે પાંચ કારણો પર એક નજર કરીએ, જે આ ફિલ્મને ખૂબ જ ખાસ બનાવે છે.
આ પણ વાંચો : Bholaa vs Dasara: બોલિવૂડ પર ફરી ભારે પડી સાઉથની ફિલ્મ? જાણો પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
આપણે મિત્રતા પર બનેલી ઘણી ફિલ્મો જોઈ છે પરંતુ ધરની અને સૂરીની મિત્રતા અલગ છે, વ્યક્તિ તેની મિત્રતા માટે પોતાના પ્રેમનું બલિદાન આપે છે, જ્યારે આ વાતથી અજાણ તેનો મિત્ર સૂરી પિતાની જેમ ધરનીની સંભાળ રાખે છે. જો કે આ મિત્રતા આટલે સુધી સીમિત નથી. આ મિત્રતાનું આવું ઉદાહરણ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યું છે, જે દર્શકોને ભાવુક કરી દે છે.
ધરની (નાની) બદલાની ભાવનામાં આખી દુનિયાને સળગાવવા તૈયાર થઈ જાય છે. શસ્ત્રોથી ડરતો માણસ તેના સ્વર્ગસ્થ સોડતીના મૃત્યુનો બદલો લેવા માટે શક્ય તેટલી બધી કોશિશ કરતો જોવા મળે છે.
વાર્તામાં એક્શન સીન હોવા છતાં તે સુપર હ્યુમન નહીં પણ સામાન્ય માણસની વાર્તા લાગે છે. ફિલ્મમાં હિંસા ચોક્કસપણે છે, પરંતુ આ હિંસા પાછળનું કારણ તેને યોગ્ય ઠેરવે છે.
આ આખી ફિલ્મનો કલર ટોન બાકીની ફિલ્મો કરતાં સાવ અલગ છે. પણ ફિલ્મની બેજોડ સિનેમેટોગ્રાફી તેને અનુભવવા દેતી નથી. દશેરાનો તહેવાર હોય કે પછી ધરનીના મિત્ર સૂરીનું મૃત્યુ હોય કે પછી ફાઇટ સીન વખતે કેમેરાનો ઉપયોગ આ ફિલ્મ દર્શકોને જોડે છે.
શરૂઆતથી અંત સુધી ફિલ્મ પ્રેક્ષકોને પોતાનામાં જકડી રાખે છે, પરંતુ જો મધ્યમાં જ્યારે સ્ટોરી ખેંચવા લાગે છે, તો છેલ્લી 15 મિનિટમાં, ફરી એકવાર એક્શનનો તડકો દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. યાદગાર ક્લાઈમેક્સ ચોક્કસપણે આ ફિલ્મને ખાસ બનાવે છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…