AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : ‘અભણ નેતાઓ’વાળા નિવેદન પર કાજોલે કરી સ્પષ્ટતા, કહ્યું – ઘણા નેતાઓ દેશને સાચા રસ્તા પર ચલાવી રહ્યા છે…

Kajol Uneducated Politicians Statement: ફિલ્મ અભિનેત્રી કાજોલએ રાજનેતાઓની શિક્ષા પર આપેલા નિવેદન પર વિવાદ થયો છે. વિવાદ વધતા તેણે ટ્વિટ કરીને પોતાના નિવેદનનો અર્થ સાફ કર્યો હતો. તેણે કહ્યું તે કોઈને અપમાનિત કરવા માંગતી ન હતા.

Video : 'અભણ નેતાઓ'વાળા નિવેદન પર કાજોલે કરી સ્પષ્ટતા, કહ્યું - ઘણા નેતાઓ દેશને સાચા રસ્તા પર ચલાવી રહ્યા છે...
Bollywood news kajol
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 10:47 PM
Share

Bollywood : દેશના નેતાઓ અને અભિનેતાઓ સતત ચર્ચામાં રહે છે. પણ હાલમાં બોલિવૂડ અભિનેત્રી દેશમાં ભારે ચર્ચામાં છે. ફિલ્મ અભિનેત્રી કાજોલ હવે રાજકારણીઓ પરના પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન કાજોલે રાજકારણીઓની નિરક્ષરતા અને તેમના વિઝન પર સવાલ ઉઠાવ્યા હતા. પણ હવે કાજોલે (Kajol) સ્પષ્ટતા કરી છે કે તેનો કોઈ રાજનેતાનું અપમાન કરવાનો ઈરાદો નહોતો. આપણા દેશમાં એવા તેજસ્વી રાજકારણીઓ છે જેઓ દેશને સાચા રસ્તે ચલાવી રહ્યા છે.

વિવાદ વધતાં કાજોલે શનિવારે ટ્વીટ કર્યું, “હું માત્ર શિક્ષણ અને તેના મહત્વ વિશે વાત કરી રહી હતી. મારો હેતુ કોઈ પણ રાજકારણીનું અપમાન કરવાનો નહોતો. આપણી પાસે કેટલાક તેજસ્વી રાજકારણીઓ છે જે આપણા દેશને સાચી દિશામાં લઈ જઈ રહ્યા છે.”

આ પણ વાંચો : Anupam Kher New Film: રવીન્દ્રનાથ ટાગોરના લુકમાં જોવા મળ્યા દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર, ફેન્સે કહ્યું ‘ઓળખવા ખુબ જ મુશ્કેલ’, જુઓ VIDEO

ભારતીય નેતાઓ વિશે કાજોલએ કરી હતી આ કોમેન્ટ

એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં કાજોલે એ વાત પર ભાર મૂક્યો હતો કે દેશના વિકાસ માટે શિક્ષિત રાજકારણીઓનું હોવું જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, “પરિવર્તન ખૂબ જ ધીમું છે, ખાસ કરીને આપણા ભારત જેવા દેશમાં. તે ખૂબ જ ધીરે ધીરે થઈ રહ્યું છે કારણ કે આપણે આપણી પરંપરાઓ અને વિચાર પ્રક્રિયામાં અટવાઈ ગયા છીએ અને હા તેનો સંબંધ શિક્ષણ સાથે છે.”

કાજોલે કહ્યું કે તમારી પાસે એવા રાજકારણીઓ છે જેમની પાસે શૈક્ષણિક સિસ્ટમની પૃષ્ઠભૂમિ નથી. માફ કરશો પણ હું એટલું કહીશ. તેણીએ કહ્યું, “હું આવા નેતાઓના શાસન હેઠળ જીવું છું, જેમાંથી ઘણા પાસે એક પરિપ્રેક્ષ્ય પણ નથી, જે મને લાગે છે કે શિક્ષણ તમારામાં ભેળવે છે, ઓછામાં ઓછું શિક્ષણ વિવિધ દ્રષ્ટિકોણ જોવાની તક આપે છે.”

વિવાદ થતા કાજોલએ કરી આવી ટ્વિટ

આ પણ વાંચો: Adipurush : ‘આદિપુરુષ’ વિવાદ વચ્ચે હવે મનોજ મુન્તાશીરે માફી માંગી, કહ્યું- ‘હું હાથ જોડીને…’

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં કાજોલ તેની આગામી વેબ સિરીઝ ધ ટ્રાયલના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ શ્રેણી અમેરિકન શો ધ ગુડ વાઈફનું હિન્દી રૂપાંતરણ છે. હાલમાં જ તેની ફિલ્મ લસ્ટ સ્ટોરીઝ પણ રિલીઝ થઈ છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">