Salman Khan Birthday: સલમાન ખાનના જન્મદિવસે સેલેબ્સે વરસાવ્યો પ્રેમ, રાજકારણીઓએ આ રીતે આપી શુભેચ્છા

|

Dec 27, 2021 | 2:55 PM

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન આજે તેનો 56મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે,ત્યારે બોલિવુડ સેલેબ્સ સહિત રાજકારણીઓએ પણ ભાઈજાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

Salman Khan Birthday: સલમાન ખાનના જન્મદિવસે સેલેબ્સે વરસાવ્યો પ્રેમ, રાજકારણીઓએ આ રીતે આપી શુભેચ્છા
Salman Khan Brirthday

Follow us on

Salman Khan Birthday :  બોલિવૂડ મેગાસ્ટાર સલમાન ખાન(Salman Khan)  આજે પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સલમાન ખાનનો જન્મદિવસ(Salman Khan Birthday)  તેના ફેન્સ માટે કોઈ તહેવારથી ઓછો નથી. ભાઈજાનના જન્મદિવસે બેલિવુડ સેલેબ્સથી (Bollywood Celebs) લઈને રાજકારણીઓએ(Politician)  પણ સલમાનને શુભેચ્છા પાઠવી છે.ઉપરાંત સલમાન ખાનના જન્મદિવસ પર તેના ચાહકોનો ઉત્સાહ ટ્વિટરના ટ્રેન્ડ પરથી જોઈ શકાય છે, જેમાં હાલ #HappyBirthdaySalmanKhan નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યુ છે.

બોલિવુડ એક્ટ્રેસ કેટરીના કૈફે (Katrina Kaif) સલમાન ખાનને ખૂબ જ ખાસ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કેટરીનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સલમાન ખાનની એક તસવીર પોસ્ટ કરી છે અને તેની સાથે એક ખાસ મેસેજ પણ લખ્યો છે. કેટરીના કૈફે લખ્યું, સલમાન ખાન તને જન્મદિવસની શુભેચ્છા. દરેકનો પ્રેમ હંમેશા તમારી સાથે રહે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

સલમાન ખાન સાથે પોતાની એક તસવીર શેર કરતાં શિલ્પા શેટ્ટીએ(Shilpa Shetty)  લખ્યુ, મારા રોકસ્ટર સલમાન ખાનને જન્મદિવસની શુભેચ્છા. હંમેશા યૂમેન રહેવા બદલ આભાર. ગર્જના કરતા રહો અમારા ટાઈગર.

સોનમ કપૂરે(Sonam Kapoor)  પણ તેના ફેવરિટ કો-સ્ટાર સલમાન ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

આયુષ્માન ખુરાનાએ (Ayushyman Khurana) તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર બે પોસ્ટ શેર કરી છે. જેમાં એક ફિલ્મમાં આયુષ્માન સલમાન ખાનના સોંગ પર એક્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે. જ્યારે અન્ય એક પોસ્ટમાં, તેણે સલમાન સાથે પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તે સલમાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યો છે.

 

ખેલ હસ્તીઓ અને ઘણા રાજનેતાઓએ પણ સલમાન ખાનને શુભેચ્છા પાઠવી

સલમાન ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ લખ્યું, હેપ્પી બર્થડે સલમાન ખાન ભાઈ. તમને ઘણો પ્રેમ.

મધ્યપ્રદેશના છિંદવાડાના સાંસદ નકુલ કમલનાથે પણ સલમાન ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સલમાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા નકુલે અભિનેતા સાથે પોતાની એક તસવીર શેર કરી છે.

તમને જણાવી દઈએ કે, સલમાન ખાન પોતાનો 56મો જન્મદિવસ મનાવવા માટે પનવેલ સ્થિત તેના ફાર્મ હાઉસ પહોંચ્યા છે. જન્મદિવસના એક દિવસ પહેલા જ સલમાન ખાનને સાપે ડંખ માર્યો હતો. આ કારણે સલમાન 7 કલાક સુધી હોસ્પિટલમાં રહ્યો, પરંતુ હવે તેની તબિયત સ્થિર છે.

 

આ પણ વાંચો:  સલમાન ખાને કહ્યું કે ‘બજરંગી ભાઈજાન’ની સિક્વલનું હશે ટાઈટલ , ‘નો એન્ટ્રી 2’માં પણ કરશે કામ

આ પણ વાંચો:  Salman Khan Net Worth : સલમાન ખાન છે કરોડોની સંપત્તિનો માલિક, જાણો અભિનેતાની નેટવર્થ વિશે

Published On - 2:54 pm, Mon, 27 December 21

Next Article