જેલની અંદરથી 200 કરોડની વસૂલાત કેસમાં નોરા ફતેહીની ED એ કરી પૂછપરછ, જેક્લીન ફર્નાન્ડીઝને પણ સમન્સ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ નોરાને સમન્સ જારી કર્યા બાદ કહ્યું હતું કે, હજુ સુધી નક્કી નથી થયું કે નોરા આજે પૂછપરછ માટે આવશે કે નહીં. જોકે, નોરા આજે પૂછપરછમાં માટે આવી હતી.
બોલિવૂડ અભિનેત્રી અને મોડલ નોરા ફતેહી ખંડણીના એક કેસમાં પૂછપરછ માટે દિલ્હીની ઇડી ઓફિસ પહોંચી. નોરા ફતેહીની દિલ્હીની તિહાડ જેલમાંથી 200 કરોડની ખંડણીના કેસમાં પૂછપરછ કરવામાં આવી છે. આ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને પણ પૂછપરછ માટે ઈડી દ્વારા બોલાવવામાં આવી છે. જેકલિન આવતીકાલે ઇડી ઓફિસમાં આવે તેવી શક્યતા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સ્પષ્ટપણે કહ્યું કે, નોરા ફતેહીના નિવેદનો ભૂતકાળમાં પણ નોંધાયેલા છે. અગાઉ નોંધાયેલા નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યા હતા. તેના આધારે તેને ફરી એક વખત દિલ્હી કાર્યાલયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. નોરા ફતેહીને આ કેસમાં સાક્ષી તરીકે જોવામાં આવી રહી હતી. પરંતુ આગામી પૂછપરછ કર્યા બાદ તેની આ કેસમાં શું ભૂમિકા છે તે સ્પષ્ટ થશે.
શું છે સમગ્ર કેસ?
મહત્વનું છે કે, નોરા ફતેહીની સુકેશ ચંદ્રશેખર કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. સુકેશ ચંદ્ર શેખર હાલમાં તિહાડ જેલમાં બંધ છે અને તેણે જેલની અંદરથી લગભગ 200 કરોડની છેતરપિંડી કરી છે. EDએ સુકેશ અને તેની કથિત પત્ની અભિનેત્રી લીના પોલ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. સુકેશે નોરાને પોતાની જાળમાં ફસાવીને પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. સુકેશ ચંદ્રશેખરની આ વર્ષે એટલે કે 2021 માં પોલીસે ધરપકડ કરી છે. જ્યાં સુકેશ પર જેલની અંદર બેસીને 200 કરોડની વસૂલાતનું મોટું રેકેટ ચલાવવાનો આરોપ છે. સુકેશે જેલમાંથી એક જાણીતા ઉદ્યોગપતિની પત્ની પાસેથી 50 કરોડની ખંડણીની માંગણી કરી હતી. આ કેસ સમજીને પોલીસે જેલમાં દરોડો પાડ્યો ત્યારે સુકેશના સેલમાંથી 2 મોબાઈલ ફોન પણ મળ્યા હતા. સુકેશની પત્ની લીના પોલ પણ આ કેસમાં જેલમાં છે.
લીનાની મદદથી તે જેલમાં બેસીને છેતરપિંડી કરતો હતો
સુકેશની કથિત પત્ની લીના પોલ પણ છેતરપિંડીના કેસમાં પોલીસની કસ્ટડીમાં છે. છેતરપિંડીના કેસમાં લીનાએ સુકેશને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. જેલમાંથી જ સુકેશ લીના મારફતે પોતાનું ઠગ નેટવર્ક ચલાવતો હતો. ધરપકડ કર્યા બાદ લીનાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે, સુધીર અને જોએલ નામના બે લોકો સાથે મળીને છેતરપિંડીના પૈસા છુપાવવામાં આવતા હતા.
જેલના 9 અધિકારીઓ અને કર્મચારીઓ પર ખાતાકીય કાર્યવાહી
સુકેશ સાથે સંકળાયેલા દિલ્હી પોલીસના 9 અધિકારીઓ અને કર્મચારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેણે જેલની અંદરથી તેની છેતરપિંડીના કેસો હાથ ધર્યા હતા. આ કેસમાં પહેલાથી જ છ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ખંડણીના કેસમાં તપાસ બાદ આ તમામ દોષિત સાબિત થયા હતા.
આ પણ વાંચો: Rajkot: રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદીના મા મોગલના ગરબાને લઈને ભક્તોમાં રોષ, મામલો પહોંચ્યો પોલીસ સુધી
આ પણ વાંચો: Gandhinagar: રૂપાલમાં વરદાયી માતાજીની આવતી કાલે નીકળશે પલ્લી, ગામ બહારનાને પલ્લી યાત્રામાં નહીં મળે પ્રવેશ