Rajkot: રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદીના મા મોગલના ગરબાને લઈને ભક્તોમાં રોષ, મામલો પહોંચ્યો પોલીસ સુધી

રાજકોટમાં ગાયક રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદીના આલ્બમનો વિવાદ જોવા મળ્યો. ઘણા લોકોએ આ ક્રિએશનનો વિરોધ કર્યો છે. ત્યારે સમગ્ર વિવાદનો મામલો અંતે પોલીસ સુધી પહોંચ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 8:44 PM

નવરાત્રી પર્વ આવતા જ ગાયક કલાકારો પોતાની રીતે ગરબા અને ગીતોનું નિર્માણ કરતા હોય છે. તાજેતરમાં ગુજરાતની ગાયિકા ભૂની ત્રિવેદી અને બોલિવૂડના અભિનેતા રાહુલ વૈદ્યનો પણ એક ગરબો સામે આવ્યો હતો. પરંતુ માતાજીના ગરબાને જે રીતે રજુ કરવામાં આવ્યો છે તેને લઈને વિવાદ સર્જાયો છે. માતાજીના ગરબામાં બતાવેલા દ્રશ્યોથી માતાજીના ભક્તોની લાગણી દુભાઈ છે.

ત્યારે રાજકોટમાં પણ ગાયક રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદીના આલ્બમનો વિવાદ જોવા મળ્યો. ઘણા લોકોએ આ ક્રિએશનનો વિરોધ કર્યો છે. ત્યારે સમગ્ર વિવાદનો મામલો અંતે પોલીસ સુધી પહોંચ્યો છે. ધાર્મિક લાગણી દૂભાતા રાજકોટ સાયબર ક્રાઇમમાં અરજી કરવામાં આવી છે. મા મોગલનો આ ગરબો છે. જેને હટાવી લેવા માટે કહેવામાં આવ્યું છે. મોગલ માતાજીના ઉપાસકે ગીત હટાવી લેવા કરી અરજી કરી છે. આ સમગ્ર મામલે વકિલ કુલદીપ દવેએ સાયબર ક્રાઇમમાં અરજી કરી હોવાનું સામે આવ્યું છે.

જણાવી દઈએ કે રાહુલ વૈદ્યના મ્યુઝિક વીડિયો ‘ગરબે કી રાત’ માં તે નિયા શર્મા સાથે દાંડિયા રમતો જોવા મળી રહ્યો છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ ઇન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થયું હતું. આ ગીત ‘શ્રી મોગલ મા’ પર આધારિત છે. આ જ કારણે મોગલ માના ભક્તોઆ ગીતથી ખુશ નથી. રાહુલ વૈદ્યને ગીતને કારણે ઘણી ધમકીઓ મળી રહી છે. તેમજ તેને ગીતની અંદરથી મોગલ માનો ઉલ્લેખ દૂર કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

 

આ પણ વાંચો: Gandhinagar: રૂપાલમાં વરદાયી માતાજીની આવતી કાલે નીકળશે પલ્લી, ગામ બહારનાને પલ્લી યાત્રામાં નહીં મળે પ્રવેશ

આ પણ વાંચો: Panchmahal: બાળકના આરોગ્ય સાથે ચેડા! સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીથી બાળકોના પરિજનોમાં રોષ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">