બોલીવુડના ખેલાડી Akshay Kumar અને Twinkle Khanna એ કરી કોરોના દર્દીઓની મદદ, દાન કર્યા 100 ઓક્સિજન કંસંટ્રેટર્સ

|

Apr 28, 2021 | 12:47 PM

આખો દેશ આ સમયે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. દેશમાં ફેલાયેલ કોરોના રોગચાળાએ લાખો લોકોનો ભોગ લીધો છે. દરમિયાન, ઘણા રાજ્યોની હોસ્પિટલોમાં પથારી, ઓક્સિજન અને દવાઓનો અભાવ છે. આલમ એ છે કે સોશિયલ મીડિયા પર લોકો એકબીજાની મદદ માંગતા જોવા મળે છે. આ દરમિયાન અક્ષય કુમારે કોરોના સામે લડતા લોકોના જીવ બચાવવાનું કામ હાથમાં લીધું છે.

બોલીવુડના ખેલાડી Akshay Kumar અને Twinkle Khanna એ કરી કોરોના દર્દીઓની મદદ, દાન કર્યા 100 ઓક્સિજન કંસંટ્રેટર્સ
Akshay Kumar, Twinkle Khanna

Follow us on

દેશમાં ચાલી રહેલી મુશ્કેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે બોલિવૂડની અનેક હસ્તીઓ સામાન્ય લોકોની મદદ માટે આગળ આવી રહી છે. સોશ્યલ મીડિયા પર, આ બધા સ્ટાર્સ લોકોના ટ્વીટ્સને રીટ્વીટ કરી રહ્યા છે અને દરેકને તેમની મદદ કરવા અપીલ કરી રહ્યા છે. તે જ સમયે, બોલિવૂડના ખેલાડી કહેવાતા અક્ષય કુમારે લોકો સુધી ઓક્સિજન પહોચાડીને તેમનો જીવ બચાવવાનો નિર્ણય લીધો છે.

અક્ષય અને ટ્વિંકલે કર્યું 100 ઓક્સિજન કંસંટ્રેટરનું દાન

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

તે જ સમયે, અક્ષયની સાથે, તેમની પત્ની ટ્વિંકલ ખન્નાએ પણ દેશમાં ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને લોકોને મદદ કરવા માટે લગભગ 100 ઓક્સિજન કંસંટ્રેટરનું દાન આપવાનું નક્કી કર્યું છે. અને આ માટે તેઓ રજીસ્ટર એનજીઓ શોધી રહ્યા છે. ટ્વિંકલે તેમના ટ્વિટર એકાઉન્ટ પર, લોકોની મદદ માંગતા લખ્યું કે, “કૃપા કરીને, મને વિશ્વસનીય અને રજિસ્ટર્ડ એનજીઓ વિશે માહિતી આપો, જે 100 ઓક્સિજન કંસંટ્રેટર્સને વિતરિત કરવામાં મદદ કરી શકે .”, સાથે તેમને એ પણ કહ્યું કે, આ તમામ કંસંટ્રેટર્સ તેમની પાસે સીધા યુકેથી પહોંચાડવામાં આવશે.

 

 

 

અક્ષય કુમારે કર્યું હતું 1 કરોડ રૂપિયાનું દાન

આ સાથે, ટ્વિંકલે એ પણ માહિતી આપી છે કે, અમારી સાથે, લંડનમાં ભારતીય મૂળના બે ડોકટરોએ 120 ઓક્સિજન કંસંટ્રેટર્સનું દાન આપવાનું નક્કી કર્યું છે. તો હવે મદદ માટે કુલ 220 ઓક્સિજન કંસંટ્રેટર્સનું વિતરણ કરવામાં આવશે.

તે જ સમયે, અક્ષયે અગાઉ ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને કોરોના દર્દીઓની સહાય માટે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. જે બાદ ગૌતમે અક્ષય કુમારનો પણ ટ્વિટર પર આભાર માન્યો હતો.

 

 

 

https://twitter.com/mrsfunnybones/status/1387029645099376651

ટ્વિટર પર જે સેલિબ્રિટી કોરોના પીડિતોની સહાય માટે કલાકારો અને ફિલ્મ હસ્તીઓનાં ટ્વિટર હેન્ડલ્સ સક્રિય છે, તેમાં પ્રિયંકા ચોપરા, સોનુ સૂદ, ભૂમિ પેડનેકર, મનોજ બાજપેયી, વિનીત કુમાર સિંહ, સોનમ કપૂર, આલિયા ભટ્ટ, સ્વરા ભાસ્કર, તપસી પન્નુ, આદિલ હસન વગેરે શામિલ છે

25 કરોડનું દાન

ગયા વર્ષે પણ કોરોના વાયરસના પ્રથમ લહર દરમિયાન અક્ષય કુમારે તેમના તરફથી 25 કરોડનું દાન આપ્યું હતું. તે સતત લોકોની મદદ માટે બીજા બધા સ્ટાર્સની સાથે આગળ આવે છે.

 

આ પણ વાંચો :- TMKOC નાં ‘Roshan Singh Sodhi’ પહેલા હતા ફાર્માસિસ્ટ, આના કારણે તેમણે અભિનયની દુનિયામાં મૂક્યો પગ

આ પણ વાંચો :- ‘અસદ ખાન’ થી લઈને ‘દયાબેન’, જ્યારે અચાનક શોને અલવિદા કહીને આ સ્ટાર્સે તોડ્યું ચાહકોનું દિલ

Next Article