બોલિવૂડ અભિનેતા રણવીર સિંહે ડીપફેક વીડિયો કેસ મામલે FIR નોંધાવી, વીડિયોથી થઈ હતી બબાલ

|

Apr 22, 2024 | 3:42 PM

બોલિવુડ અભિનેતા રણવીર સિંહ હાલમાં ડીપફેક વીડિયોની ઝપેટમાં આવ્યો છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે એક પોલિટિકલ પાર્ટીનું પ્રમોશન કરી રહ્યો છે, પરંતુ આ ડીપફેક વીડિયો હતો અને હવે રણવીર સિંહએ આના પર એક્શન લીધી છે.

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહે ડીપફેક વીડિયો કેસ મામલે FIR નોંધાવી, વીડિયોથી થઈ હતી બબાલ

Follow us on

ટેકનોલોજીના જમાનામાં વ્યક્તિ આગળ જઈ રહ્યો છે તેની સાથે અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. સાથે આ એક ખતરનાક વાત પણ કહી શકાય છે, આના પર જલ્દી નિયત્રંણ લાવવું જરુરી છે. કેટરીના કૈફથી લઈ રશ્મિકા મંદાના સુધી ડીપફેકનો વીડિયો વાયરલ થઈ ચુક્યો છે. આ વાતને લઈ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચિંતા કરી ચુક્યા છે. હાલમાં ચૂંટણીના માહોલ વચ્ચે બોલિવુડ અભિનેતા રણવીર સિંહનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે એક પાર્ટીનો પ્રચાર કરતો જોવા મળી રહ્યો છે, પરંતુ આ એક ડિપફેક વીડિયો છે. હવે રણવીરે આ ફેક વીડિયો વિરુદ્ધ એક્શન લીધો છે.

 

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

 

રણવીર સિંહે આ ડીપફેક વીડિયો વિરુદ્ધ એક્શન લેતા ફરિયાદ દાખલ કરી છે. રણવીર સિંહના આ ડીપફેક વીડિયો પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હવે સાયબર ક્રાઈમ સેલ આ મામલાની તપાસ કરશે.

અભિનેતાએ સૌને એક સંદેશ પણ આપ્યો છે

તમને જણાવી દઈએ કે, ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ રણવીર સિંહે ચાહકોને આ ડીપફેક વીડિયો વિશે ચેતવણી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી કહ્યું ડીપફેકથી બચો મિત્રો,

 

 

તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસથી ડીપફેકના અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે. જેમાં આ પહેલા બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાનનો પણ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે એક પોલિટિક્લ પાર્ટીનો પ્રચાર કરતો જોવા મળી રહ્યો છે. આ મામલે ફરીયાદ પણ નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો : બોલિવૂડ સ્ટાર્સ માત્ર લગ્ન જ નહીં, કોઈના અંતિમ સંસ્કાર માટે પણ લે છે પૈસા, જુઓ વીડિયો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article