Bobby Deolને વિશેષ એવોર્ડ મળ્યો, આવી રીતે વ્યક્ત કર્યો આનંદ

|

Feb 22, 2021 | 6:50 PM

વર્ષ 2020માં જ બોલિવૂડ એક્ટર બોબી દેઓલે ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂરા કર્યા. અભિનેતાએ તેની કારકિર્દીની શરૂઆતમાં કેટલીક મહાન ફિલ્મોમાં કામ કર્યું હતું,

Bobby Deolને વિશેષ એવોર્ડ મળ્યો, આવી રીતે વ્યક્ત કર્યો આનંદ
Bobby Deol (File Image)

Follow us on

વર્ષ 2020માં જ બોલિવૂડ એક્ટર બોબી દેઓલે ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂરા કર્યા. અભિનેતાએ તેની કારકિર્દીની શરૂઆતમાં કેટલીક મહાન ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તે પછી લાંબા સમય સુધી તેમની ફિલ્મોને ન સારો પ્રતિસાદ મળ્યો ન તો તેમને વધારે મોટી ભૂમિકા મળી. પરંતુ વર્ષ 2018 બોબી દેઓલ માટેનું વળાંક સાબિત થયું. તે સલમાન ખાનની ફિલ્મ રેસ 3 માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમના દેખાવને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ પછી તેમણે ઓટીટી પ્લેટફોર્મ પર આશ્રમ નામની વેબસિરીઝમાં કામ કરીને તેની કારકિર્દીને નવો જન્મ આપ્યો. આ ફિલ્મમાં તેમની અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. હવે તેને આ વેબસિરીઝ માટે એવોર્ડ મળ્યો છે. અભિનેતાએ પણ વિશેષ રીતે આ અંગે ખુશી વ્યક્ત કરી હતી.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બોબી દેઓલે માતા પ્રકાશ કૌર સાથે પોતાની એક મનોહર તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ દરમિયાન તેમને એવોર્ડ હાથમાં લઈને પણ જોઈ શકાય છે. તેમણે આ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે- આ ખાસ ક્ષણમાં મારી માતા સાથે. આ ઉપરાંત, આશ્રમ વિશે વાત કરતી વખતે તેમણે કહ્યું કે આશ્રમે મને એવી વસ્તુનું એક્સપ્લોર કરવાની તક આપી કે જેને આપણે એક્સપ્લોર ન કરી શક્યા. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે નકારાત્મક ભૂમિકા મને આવો સકારાત્મક પ્રતિસાદ આપશે. આશ્રમની 2 શ્રેણી રજૂ થઈ છે. બંને શ્રેણીઓને ચાહકોનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આશ્રમનું નિર્દેશન પ્રકાશ ઝાએ કર્યું હતું.

 

લવ હોસ્ટેલમાં જોવા મળશે

બોબી દેઓલની કારકિર્દી ફરી એકવાર ટ્રેક પર આવી ગઈ છે. અભિનેતાને હવે નવા પ્રોજેક્ટ મળી રહ્યા છે. આ સમય દરમિયાન તે ફિલ્મ લવ હોસ્ટેલના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે વિક્રાંત મેસ્સી અને સન્યા મલ્હોત્રા જોવા મળશે. ફિલ્મના લેખક શંકર રમન છે અને તેણે તેનું દિગ્દર્શન પણ કર્યું છે.

 

આ પણ વાંચો: Akshay Kumar એ આનંદ એલ.રાય સાથે 3 ફિલ્મો માટે કરી કરોડોની ડીલ, જાણો વિગત

Next Article