Birthday Special : સિનેમાના જાદુગર હતા Satyajit Ray, તેમની આ 5 ફિલ્મોએ બદલી નાખ્યો ભારતીય સિનેમાનો ચહેરો

|

May 02, 2021 | 4:45 PM

સિનેમાના જાદુગર સત્યજીત રેને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને પદ્મવિભૂષણ એવોર્ડથી સન્માનીત કરાયા હતા. આ પ્રક્રિયા અહીં અટકી નહીં, તેમણે ઓસ્કર પણ જીત્યો અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ પોતાનાં નામે કર્યોં.

Birthday Special : સિનેમાના જાદુગર હતા Satyajit Ray, તેમની આ 5 ફિલ્મોએ બદલી નાખ્યો ભારતીય સિનેમાનો ચહેરો
Satyajit Ray

Follow us on

સત્યજીત રે (Satuajit Ray) ભારતીય સિનેમાના એવા કલાકારોમાંના એક છે જેમણે આ ઇન્ડસ્ટ્રીની ઓળખાણ દુનિયાભરને કરાવી હતી. આ કાર્ય માટે, ભારત સરકારે તેમને પદ્મશ્રી અને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા. આ પ્રક્રિયા અહીં અટકી નહીં, તેમણે ઓસ્કર પણ જીત્યો અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ પોતાના નામે કર્યું. જેમના નામમાં જીત હોય તેમની પાસેથી અપેક્ષા પણ આજ હોવી જોઈએ. આ સિવાય તેમણે 32 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોને તેમના નામે કર્યાં છે. ભારતમાં રહીને, તેમણે આર્ટ ફિલ્મ્સ બનાવી કે જેને દેશ અને દુનિયામાં ખૂબ પસંદ કરવામાં આવી. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તમને જણાવી એ તેમની 5 દમદાર ફિલ્મો જેનાથી તેમણે ખુબ પ્રશિદ્ધિ મેળવી છે.

 

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

અપુ ટ્રાયોલોજી : આ ફિલ્મ ત્રણ ભાગોમાં બનાવવામાં આવી હતી, આ સિરીઝનો પહેલો ભાગ પથ્થર પંચલી, બીજો ભાગ અપરાજિતો અને ત્રીજો ભાગ ધ વર્લ્ડ ઓફ અપુ હતી. ફિલ્મના ત્રણ ભાગોને દેશભરમાં ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મેથી ભારતીય સિનેમા માટે આંતરરાષ્ટ્રીય કલા ક્ષેત્રના દ્વાર પણ ખુલી ગયા હતા.

મહાનગર : આ ફિલ્મમાં, સત્યજીત રે ખુબજ સુંદર રીતે શહેરોમાં રહેતા લોકોનું સુંદર ચિત્રણ કર્યું હતું. આ સાથે, આ ફિલ્મ એ પણ જણાવે છે કે મોટા શહેરમાં રહેતી મહિલાઓ ઓફિસમાં કામ કરવાની સાથે ઘરનું કામ પણ ખુબજ સરળતાથી કરવામાં સક્ષમ છે.

આગુંતક : આ ફિલ્મ સત્યજીત રેની છેલ્લી ફિચર ફિલ્મ હતી. ઉત્પલ દત્તે ફિલ્મમાં કામ કર્યું હતું. ફિલ્મની સ્ક્રીપ્ટ, સંવાદો અને દ્રશ્યો ખૂબ જ સારા હતા, પોતાના ઉત્કૃષ્ટ અભિનયને કારણે ઉત્પલ દત્તે પણ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દિધા હતા.

ચારૂલતા : આ ફિલ્મને તેમના સમય કરતા આગળની માનવામાં આવે છે. આ ફિલ્મમાં તે મહિલાનો વ્યભિચાર અને એકલતા ખૂબ જ સરળતાથી જણાવે છે. આ ફિલ્મમાં એક મહિલાની એકલતા બતાવવામાં આવી છે. ફિલ્મની વાર્તા એ છે કે એક મહિલા તેના માર્ગદર્શક સાથે પ્રેમમાં પડે છે અને માર્ગદર્શક એ તેના પતિનો કઝીન ભાઈ છે.

શતરંજ કે ખિલાડી : આ ફિલ્મ હિન્દી ભાષામાં બનાવવામાં આવેલી સત્યજિત રેની એકમાત્ર ફિલ્મ હતી. ફિલ્મની વાર્તામાં અવધના અંતિમ મુઘલ વાજિદ અલી શાહ અને તેમના મંત્રીઓની વાર્તા બતાવામાં આવી છે, જેઓ શતરંજ રમવાનો આગ્રહ રાખે છે અને તેઓ તેને ખુશીથી રમવા માટે મહફૂઝ જગ્યાને શોધતા રહે છે. ફિલ્મના મુખ્ય પાત્રો અમજદ ખાન, સંજીવ કુમાર અને સાહિદ જાફરીએ ભજવ્યા હતા.

Next Article