Birthday Special: એવું તો શું થયું કે આત્મહત્યા કરવાના વિચારો કરી રહ્યા હતા કૈલાશ ખેર? જાણો અનોખા કિસ્સા

|

Jul 07, 2021 | 9:48 AM

બોલીવુડના સુપ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેરનો આજે જન્મદિન છે. ગરીબ પરિવાર અને નાના ગામથી નીકળીને મોટું નામ બનાવનાર આ ગાયકના જીવન વિશે ચાલો જાણીએ.

Birthday Special: એવું તો શું થયું કે આત્મહત્યા કરવાના વિચારો કરી રહ્યા હતા કૈલાશ ખેર? જાણો અનોખા કિસ્સા
કૈલાશ ખેર

Follow us on

તેમના અવાજ અને ગાવાના અંદાજથી મોટી લોકચાહના મેળવનાર સિંગરનો આજે જન્મ દિવસ છે. ‘સૈંયા’ કહો કે કહો ‘અલ્લા કે બંદે’, કે યાદ કરો બાહુબલીનું સોંગ ‘કોન હૈ વો કોન હૈ’ તમને એ સિંગરનો ચહેરો સામે આવી જશે. જી હા આજે કૈલાશ ખેરનો જન્મદિવસ છે. તેમનો જન ઉત્તરપ્રદેશના મેરઠ જીલ્લામાં થયો હતો. કહેવાય છે કે આ સિંગરે માત્ર 13 વર્ષની વયે ઘર છોડી દીધું હતું. અનેક મુશ્કેલીનો સામનો કરીને કૈલાશ ખેર આ મુકામે પહોંચ્યા છે.

વાત કરીએ તેમના સંઘર્ષની તો તેમણે તેમના મુશ્કેલ દિવસોમાં બાળકોને સંગીત શીખવાડીને જીવન ચલાવ્યુ. કૈલાશ ખેર જે સિદ્ધિએ પહોંચ્યા છે ટે કઠીન મહેનત વગર શક્ય જ ન હતું.

ડિપ્રેશનનો થયા શિકાર

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

એક સમય હતો જ્યારે કૈલાશ ખેર ખુબ નાશીપાસ થઇ ગયા હતા. આ વાત છે 1999 ની, જ્યારે કૈલાશને સફળતા મળી રહી ન હતી ત્યારે તેઓ ખુબ નિરાશ થઇ ગયા. તેમને મિત્ર સાથે ધંધો કરવાનું શરૂ કરી દીધું. પરંતુ ત્યાં પણ કૈલાશને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એવું કહેવામાં આવે છે કે બિઝનેસમાં ભારે નુકસાનને કારણે તેઓ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. તે સમયે પરેશાન થઇ ગયેલા કૈલાશે પોતાનો જ જીવ લઇ લેવાનો વિચાર પણ કર્યો હતો.

બદલાયું નશીબ

દિલ્હીમાં અભ્યાસ કર્યા પછી તેઓ મુંબઈ પહોંચી ગયા. અહીં એક દિવસ તેઓ સંગીતકાર રામ સંપતને મળ્યા. આ દિવસ હતો તેમના સારા જીવનની શરૂઆતનો. જી હા તે સમયે, રામ સંપથે કૈલાશને કેટલીક રેડિયો જિંગલ્સ ગાવાની તક આપી, અને પછી કૈલાશ ખેરે પાછું વળીને જોયું નહીં.

કૈલાશ ખેરના સર્વશ્રેષ્ઠ ગીતો

  • 2006 માં કૈલાશ ખેરનું સોંગ તેરી દીવાની રજુ થયું. અને ટે સોંગ આજ સુધી લોકોનું સૌથી પ્રિય સોંગ રહ્યું છે.
  • સોંગ અલ્લાહ કે બંદે અરશદ વારસીની ફિલ્મમાં સાંભળવા મળ્યું હતું. આ ગીતના કારણે ફિલ્મને ચાર ચાંદ લાગી ગયા હતા.
  • બધા જ રેકોર્ડ તોડનાર ફિલ્મ બાહુબલીમાં કૈલાશ ખેરનો અવાજ એક જાડું છે. આ ફિલ્મનો સોંગ જય જય કારા આજે પણ જનુન જન્માવે એવું છે.
  • બાહુબલીનું જ એક બીજું સોંગ ‘કૌન હે વો…’ આ સોંગ પણ ફેન્સને ખુબ પસંદ આવ્યું હતું.
  • કૈલાશ ખેરે ખુબ સરસ ભજન પણ ગયા છે. ઓ રિ સખી મંગલ ગાઓ રી, આ ભજનને ફેન્સ એટલું જ પસંદ કરે છે જેટલું અન્ય સોન્ગ્સને.

 

આ પણ વાંચો: Taarak Mehta Ka Ooltah Chashmah: ફેન્સ માટે મોટા સમાચાર, સિરિયલે રચ્યો નવો ઇતિહાસ

આ પણ વાંચો: Dilip Kumar Death: દિલીપ કુમારના સંઘર્ષની આ વાતો સદીઓ સુધી વિશ્વ યાદ રાખશે

Next Article