Dilip Kumar Death: દિલીપ કુમારના સંઘર્ષની આ વાતો સદીઓ સુધી વિશ્વ યાદ રાખશે

દિગ્ગજ અભિનેતા અને લાખો કરોડો લોકોના દિલમાં હજુ રાજ કરનાર દિલીપ કુમાર આપણી વચ્ચે નથી રહ્યા. ચાલો આજે તેમના જીવનની એ વાતોને યાદ કરીએ જે સદીઓ સુધી આપણને પ્રેરણા આપશે.

Dilip Kumar Death: દિલીપ કુમારના સંઘર્ષની આ વાતો સદીઓ સુધી વિશ્વ યાદ રાખશે
દિલીપ કુમાર, પંચતત્વમાં વિલીન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 8:45 AM

બોલીવુડને આજે મોટી ખોટ પડી છે. દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર હવે આપણી વચ્ચે નથી રહ્યા. લાંબા સમયથી વય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહેલા દિગ્ગજ અભિનેતાએ 7 જુલાઈના રોજ દેહ ત્યાગ કર્યો. આ સાથે જ બોલીવુડમાં શોકના માહોલની લાગણી પ્રસરી ગઈ. બુધવારની સવાર દિલીપ કુમારના ચાહકો માટે રાત બનીને આવી.

દિગ્ગજ અભિનેતા અને લાખો કરોડો લોકોના દિલમાં હજુ રાજ કરનાર દિલીપ કુમાર આપણી વચ્ચે નથી રહ્યા. ચાલો આજે આપણે તેમની ઉપલબ્ધી અને તેમના જીવનની કેટલીક વાતોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવીએ.

1- દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922 માં પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. તેમનું સાચું નામ મોહમ્મદ યૂસુફ ખાન હતું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

2- તેમના પિતાનું નામ લાલા ગુલામ સરવર હતું. તેઓ ફાળો વેચીને ગુજરાન ચલાવતા હતા. દિલીપ કુમારને 12 ભાઈ-બહેન હતા. મોટા પરિવારના કારણે ઘર ચલાવવામાં મુશ્કેલી પડતી હતી.

3- ભારત-પાકના ભાગલા સમયે દિલીપ કુમાર પરિવાર સાથે મુંબઈ આવ્યા હતા. આવ્યા પછી ન તો ઘર હતું અને ના પૈસા. આ પછી, દિલીપ કુમારે પુણેની આર્મી ક્લબમાં એક સેન્ડવિચ સ્ટોલ પર કામ શરૂ કર્યું.

4- આ કામ માટે દિલીપ કુમારને રોજનો 1 રૂપિયો મળતો હતો. પરંતુ ખુબ મહેનતથી તેઓએ મોટી સિદ્ધિઓ અને સમૃદ્ધિ મેળવી.

5- દિલીપ સાહેબ એકવાર નૈનીતાલ ગયા હતા. ત્યાં તેમની મુલાકાત દેવિકા રાની સાથે થઈ. ભારતીય સિનેમાના ઇતિહાસમાં દેવિકા પહેલી હિરોઇન હતા, જેમણે ઓન-સ્ક્રીન કિસ કરી હતી. દેવિકાએ તેમને સલાહ આપી કે તમારે ફિલ્મોમાં જવું જોઈએ. પરંતુ દિલીપે તેમની વાત અવગણી.

6- દેવિકાને મળ્યાના કેટલાક સમય બાદ તેઓ મુંબઈ લોકલમાં યાત્રા કરી રહ્યા હતા. ત્યાં તેમને ડોક્ટર મસાની મળ્યા. તેમણે પણ એ જ વાત કહી જે દેવિકાએ કહી હતી. અને પછી દિલીપ સાહેબ પહોંચી ગયા દેવિકાના સ્ટુડીઓ પર. ત્યાં તેમને 1250 રૂપિયા પગારની નોકરી મળી ગઈ,

7- આ દિલીપ સાહેબની ફિલ્મી કારકિર્દીની સફરની શરૂઆત હતી. ત્યારે તેમનું નામ મોહમ્મદ યૂસુફ ખાન હતું. પરંતુ દેવિકાને આ નામ હીરો લાયક નહોંતુ લાગતું. તેથી અન્ય નામ માટે આજુબાજુ રહેલા લેખકો પાસે સલાહ માંગી.

8- 1944 માં યુસુફથી દિલીપ બનેલા આ અભિનેતાની ફિલ્મ ‘જ્વાર ભાટા’ રિલીઝ થઈ. પરંતુ ફિલ્મ નિષ્ફળ રહી. દિલીપકુમારની બીજી ફિલ્મ પ્રતિમા (1945) હતી. તે પણ ખાસ કમાણી કરી શકી નહીં. આ બાદ આવી ફિલ્મ ‘મિલન’. 1946 માં દિગ્દર્શક નીતિન બોઝની આ ફિલ્મે દિલીપ કુમારના નસીબ બદલી દીધા. ફિલ્મ સુપર હિટ રહી.

9- આ પછી દિલીપ કુમારે ‘જુગ્નૂ’, ‘શહીદ’, ‘અંદાઝ’, ‘જોગન’, ‘દાગ’, ‘આન’, ‘દેવદાસ’, ‘નયા દૌર’ અને ‘મુગલ-એ-આઝમ’ જેવી સુપરહિટ ફિલ્મ્સ આપી. 25 વર્ષની ઉંમરે તેઓ દેશના નંબર વન અભિનેતા બન્યા.

10- દિલીપ સાહેબને 8 ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, આ સિવાય 19 વખત તેઓ ફિલ્મફેયરના નોમિનેશનમાં આવ્યા. દિલીપકુમારને દાદા ફાળકે એવોર્ડ, પદ્મ ભૂષણ એવોર્ડ અને સર્વોચ્ચ સન્માન પણ મળ્યું હતું. આ સિવાય તેમને પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન પણ મળ્યું હતું.

આ પણ વાંચો: Dilip Kumar Death: બોલીવુડનાં દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું નિધન, છેલ્લો શ્વાસ હિન્દુજા હોસ્પિટલમાં લીધો

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">