AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special : શાહરુખે આ કારણથી પોતાના ઘરનું નામ રાખ્યુ હતુ ‘મન્નત’ આજે કરોડોમાં છે કિંમત

જ્યારે શાહરૂખે તેનું ઘર મન્નત ખરીદ્યું ત્યારે તેની કિંમત 13.32 કરોડ હતી, પરંતુ હવે તેના છ માળના ઘરની કિંમત 200 કરોડ રૂપિયા થઈ ગઈ છે. મન્નત મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ પર સમુદ્ર તરફ છે.

Birthday Special : શાહરુખે આ કારણથી પોતાના ઘરનું નામ રાખ્યુ હતુ 'મન્નત' આજે કરોડોમાં છે કિંમત
Happy Birthday King Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 7:01 AM
Share

રોમાન્સનો બાદશાહ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન (Happy Birthday Shahrukh Khan) આજે પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમનો જન્મ 2 નવેમ્બર 1965ના રોજ દિલ્હીમાં થયો હતો. શાહરૂખ ખાને પોતાની મહેનતના દમ પર બોલિવૂડમાં એક અલગ જ ઓળખ બનાવી છે. શાહરૂખ ખાનના જન્મદિવસ પહેલા તેના ઘર મન્નતને રોશનીથી શણગારવામાં આવ્યું છે.

શાહરૂખની એક ઝલક મેળવવા માટે તેના ફેન્સ તેના ઘરની બહાર આવે છે. શાહરૂખ પણ દર વર્ષે પોતાના જન્મદિવસ પર પોતાના ચાહકોના દિલમાં રહેવા અને ચાહકોનો આભાર માનવા માટે બહાર આવે છે. આજે, શાહરૂખના જન્મદિવસ પર, ચાલો અમે તમને તેના ઘર મન્નત વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.

શાહરૂખ ખાને પોતાના સપનાનું ઘર એક ગુજરાતી બિઝનેસમેન પાસેથી ખરીદ્યું હતું. આ ઘરનું નામ પહેલા વિલા વિયેના હતું. પરંતુ જ્યારે તેણે આ ઘર ખરીદ્યું ત્યારે તેણે વિચાર્યું કે તે તેનું નામ જન્નત રાખશે, પરંતુ આ ઘર ખરીદ્યા પછી તેની દરેક ઈચ્છા પૂરી થવા લાગી અને તે પોતાના કરિયરની ટોચ પર પહોંચી ગયો. માટે તેણે આ ઘરનું નામ મન્નત રાખી દીધુ

શાહરૂખ ખાને હાલમાં જ કહ્યું હતું કે જો હું કોઈ દિવસ મુશ્કેલીમાં આવીશ તો હું મારી જાતને વેચી દઈશ પણ મન્નતને ક્યારેય નહીં વેચું. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનનું ડ્રીમ હાઉસ વિશ્વના ટોપ 10 ઘરોમાંનું એક છે.

જ્યારે શાહરૂખે તેનું ઘર મન્નત ખરીદ્યું ત્યારે તેની કિંમત 13.32 કરોડ હતી, પરંતુ હવે તેના છ માળના ઘરની કિંમત 200 કરોડ રૂપિયા થઈ ગઈ છે. મન્નત મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ પર સમુદ્ર તરફ છે. મન્નતને શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ ડિઝાઇન કર્યુ છે.

શાહરૂખ ખાન આ સમયે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેનો પુત્ર આર્યન હાલમાં જ જેલમાંથી બહાર આવ્યો છે. NCB દ્વારા ડ્રગ્સના કેસમાં આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. શાહરૂખના ઘરને દર વખતની જેમ આ વખતે પણ સજાવવામાં આવ્યું છે. શાહરૂખના જન્મદિવસ પહેલા જ તેના ઘરે ગિફ્ટ્સ અને ફૂલો આવવાનું શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 02 નવેમ્બર: કાર્યક્ષેત્રમાં કોઈ ખાસ કાર્ય પ્રત્યે તમારું સમર્પણ તમને સફળતા અપાવશે, તહેવારોને આનંદથી માણી શકશો

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 02 નવેમ્બર: આ સમયે ગ્રહોની સ્થિતિ તમને અપાવશે મોટી સફળતા, આર્થિક સ્થિતિ પણ થશે મજબૂત

 આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 02 નવેમ્બર: પતિ-પત્ની વચ્ચે સહકારનું વલણ રહેશે, ચાલી રહેલા પારિવારિક મતભેદો પણ સમાપ્ત થશે

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">