Bigg Boss OTT Winner : જાણો ક્યારે અને કઇ રીતે જોઇ શકશો બિગ બોસ ઓટીટીનું ફિનાલે ?

|

Sep 18, 2021 | 2:30 PM

ગ્રાન્ડ ફિનાલે લગભગ ચાર કલાક ચાલશે. તે 8 વાગ્યે OTT પર પ્રસારિત થશે. બિગ બોસ ઓટીટી વૂટ પર પ્રસારિત થશે જ્યાં દર્શકોને અંતિમ સમયે લાઇવ મત આપવાની તક મળે તેવી અપેક્ષા છે.

Bigg Boss OTT Winner : જાણો ક્યારે અને કઇ રીતે જોઇ શકશો બિગ બોસ ઓટીટીનું ફિનાલે ?
Know When and How to Watch the Bigg Boss OTT Finale ?

Follow us on

‘બિગ બોસ ઓટીટી’ના (Bigg Boss OTT finale) અંતિમ તબક્કામાં માત્ર થોડા કલાકો બાકી છે. 18 સપ્ટેમ્બરની સાંજે એટલે કે આજે ખબર પડશે કે ‘બિગ બોસ ઓટીટી’નો વિજેતા (Bigg Boss OTT winner) કોણ હશે. કરણ જોહરે હોસ્ટ કરેલા શોમાં હાલમાં ટોપ -5 સ્પર્ધકો બાકી છે. જેમાં શમિતા શેટ્ટી, રાકેશ બાપટ, પ્રતિક સહજપાલ, નિશાંત ભટ્ટ અને દિવ્યા અગ્રવાલના નામ સામેલ છે.

‘બિગ બોસ ઓટીટી’ ફાઇનલ 18 સપ્ટેમ્બર, શનિવારે સાંજે 7 વાગ્યે વૂટ સિલેક્ટ એપ પર લાઇવ સ્ટ્રીમ થશે. આ માટે તમારી પાસે વૂટનું સબ્સ્ક્રિપ્શન હોવું જરૂરી છે. જેમની પાસે સબ્સ્ક્રિપ્શન નથી, તેઓ બીજા દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરે ફાઇનલ એપિસોડ જોઈ શકશે.

કરણ જોહર ‘બિગ બોસ ઓટીટી’ના અંતિમ સમારોહને હોસ્ટ કરશે. રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા પણ અંતિમ એપિસોડમાં પ્રવેશ કરશે. રિતેશ અને જેનેલિયા ‘બિગ બોસ ઓટીટી’ વિજેતાનું નામ જાહેર કરશે. મળતી માહિતી અનુસાર, રિતેશ અને જેનેલિયા’ બિગ બોસ 15’માં પ્રવેશ કરનાર સ્પર્ધકોના નામની પણ જાહેરાત કરશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

બિગ બોસ ઓટીટીના અંતિમ તબક્કામાં માત્ર થોડા કલાકો બાકી છે. બિગ બોસના ઘરમાં શરૂઆતથી જ ઘણા ટ્વિસ્ટ અને ટર્ન આવ્યા છે. ઝઘડાથી રોમાંસ સુધી, બિગ બોસ ઓટીટીના સ્પર્ધકોએ તેમના દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું. હવે ફીનાલેમાં માત્ર થોડા કલાકો બાકી છે ત્યારે સાંજે ખબર પડશે કે બિગ બોસ ઓટીટી ટ્રોફી તેના ઘરે કોણ લઇ જશે. કરણ જોહરે હોસ્ટ કરેલા આ શોમાં હાલમાં પાંચ સ્પર્ધકો બાકી છે.

ગ્રાન્ડ ફિનાલે લગભગ ચાર કલાક ચાલશે. તે 8 વાગ્યે OTT પર પ્રસારિત થશે. બિગ બોસ ઓટીટી વૂટ પર પ્રસારિત થશે જ્યાં દર્શકોને અંતિમ સમયે લાઇવ મત આપવાની તક મળે તેવી અપેક્ષા છે.

 

આ પણ વાંચો –

Badminton Star : પિતા હોકી ખેલાડી અને કાકા ક્રિકેટર, અશ્વિની પોનપ્પાએ જ્વાલા ગુટ્ટા સાથે દરેક મોટો ખિતાબ જીત્યો

આ પણ વાંચો –

Proud Moment For Gujarat Police: સમયસર ચાર્જશીટ દાખલ કરવામાં દેશભર માંથી ગુજરાત પોલીસ પ્રથમ, રાજકોટ શહેર પોલીસે પણ પહેલા નંબરે ગાળ્યો ઝંડો

આ પણ વાંચો –

મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર ! BMC સીરો સર્વમાં 85 ટકાથી વધુ વસ્તીમાં કોવિડ -19 એન્ટિબોડીઝ હોવાનું આવ્યુ સામે

Next Article