Bigg Boss 19: અમાલ મલિક અને ફરહાના ભટ્ટનો ઝઘડો પોલીસ સુધી પહોંચ્યો ! સામે આવી લીગલ નોટિસ
ફરહાના વિશે કરેલી ટિપ્પણીઓ બદલ કાનૂની કાર્યવાહી કરી છે. ફરહાનાની ટીમે તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમની ફરિયાદનું નિવેદન પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે.

બિગ બોસ 19ની સ્પર્ધક ફરહાના ભટ્ટના પરિવારે સિંગર અમાલ મલિકની કાકી, રોશન ગેરી ભિંડર, FIFAFuz યુટ્યુબ ચેનલ અને યુટ્યુબ ઇન્ડિયા સામે એક ઇન્ટરવ્યુમાં ફરહાના વિશે કરેલી ટિપ્પણીઓ બદલ કાનૂની કાર્યવાહી કરી છે. ફરહાનાની ટીમે તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમની ફરિયાદનું નિવેદન પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. ફરહાના ભટ્ટની ટીમ એક પ્રેસ નોટમાં, તેનો પરિવાર પ્રતિષ્ઠા અને ભાવનાત્મક નુકસાન માટે અમાલ મલિકની કાકી અને બે યુટ્યુબ ચેનલ પર લિગલ નોટિસ ફટકારી છે અને પરિવારની પ્રતિષ્ઠા અને ભાવનાત્મક નુકસાન પહોચાડવા માટે ₹1 કરોડના વળતરની માંગ કરી છે.
અમાલ મલિકની કાકીએ ફરહાના ભટ્ટ વિશે શું કહ્યું?
ફરહાના ભટ્ટ પર અમાલ મલિકના કાકી રોશન ગેરી ભિંડરે એક ઇન્ટરવ્યુ દરમિયાન ફરહાનાને ટેરેરિસ્ટ કહી હતી. જે બાદ પરિવારે આવી “સાંપ્રદાયિક ઉશ્કેરણીજનક” ટિપ્પણીઓ પર નારાજગી વ્યક્ત કરી હતી, જેનો એક વીડિયો યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. ક્લિપમાં, ભિંડર ફરહાનાને આતંકવાદી કહેતી જોઈ શકાય છે.

ફરહાના ભટ્ટના પરિવારનું શું નિવેદન હતું?
ફરહાના ભટ્ટના પરિવારનું આ મામલે નિવેદન પણ સામે આવ્યું હતુ તેમાં, “ફરહાના ભટ્ટ વિરુદ્ધ અપમાનજનક અને દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ અંગે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બિગ બોસ સીઝન 19 માં દેખાતી અભિનેત્રી અને રાષ્ટ્રીય સ્તરની તાઈકવોન્ડો એથ્લીટ, ફરહાના ભટ્ટનો પરિવાર, તાજેતરના યુટ્યુબ ઇન્ટરવ્યુમાં તેમના વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક અને સાંપ્રદાયિક ટિપ્પણીઓ પર દુ:ખ વ્યક્ત કરે છે. શ્રીમતી રોશન ગેરી ભિંડર, FIFAFuz યુટ્યુબ ચેનલ અને યુટ્યુબ ઇન્ડિયાને ખોટા અને દ્વેષપૂર્ણ નિવેદનો પ્રકાશિત કરવા અને પ્રોત્સાહન આપવા બદલ કાનૂની નોટિસ જાહેર કરવામાં આવી છે, જેમાં ફરહાના ભટ્ટને “આતંકવાદી” ગણાવતા બદનક્ષીભર્યા અને પાયાવિહોણા આરોપોનો સમાવેશ થાય છે.
અમાલ મલિકના પરિવાર તરફથી જવાબની રાહ જોવાઈ રહી છે
તેમાં આગળ કહેવામાં આવ્યું છે, “બીજા પક્ષ દ્વારા બદનક્ષી અને ઓનલાઈન ઉશ્કેરણીના સ્તરે જવાને બદલે, પરિવારે કાનૂની ઉપાયો સાથે પ્રતિક્રિયા આપવાનું પસંદ કર્યું છે. નોટિસમાં અપમાનજનક વીડિયો તાત્કાલિક દૂર કરવા, જાહેરમાં માફી માંગવા અને પ્રતિષ્ઠા અને ભાવનાત્મક નુકસાન માટે ₹1 કરોડનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે.
નોટિસની નકલો યોગ્ય કાર્યવાહી માટે રાષ્ટ્રીય મહિલા આયોગ અને મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગને પણ મોકલવામાં આવી છે. પરિવાર જનતા અને મીડિયાને વિનંતી કરે છે કે તેઓ અપ્રમાણિત અથવા દ્વેષપૂર્ણ સામગ્રી ફેલાવવાનું ટાળે અને ચાલુ કાનૂની પ્રક્રિયાનું સન્માન કરે.” આ કાનૂની નોટિસે વ્યાપક ધ્યાન ખેંચ્યું છે, અને રાષ્ટ્રીય અને રાજ્ય મહિલા આયોગો પાસેથી હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. નોટિસની નકલો રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) અને મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગને મોકલવામાં આવી છે, જેમાં તેમને આ બાબતની નોંધ લેવા અને શક્ય તેટલી વહેલી તકે જવાબદારી સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે. અમાલ મલિકના પરિવારે હજુ સુધી આ વિવાદનો જવાબ આપ્યો નથી.
