કલર્સ ટીવી પર ઓન એર થનારો બિગ બોસ એક હિન્દી રિયાલિટી શો છે. જ્યારે પણ બિગ બોસના ઘરમાં કોઈ સેલિબ્રિટી અંગ્રેજીમાં વાતચીત કરે છે. તો બિગ બોસ તેમને રોકે છે. અને કહે છે કે, આ હિન્દી રિયાલિટી શો છે અને અહિ હિન્દીમાં જ વાત કરો.બિગ બોસની વોર્નિંગ બાદ હંમેશા સેલિબ્રિટી માફી માંગી લે છે અને અંગ્રેજીની જગ્યાએ હિન્દીમાં વાત કરવા લાગે છે પરંતુ બિગ બોસ 18ના એક લેટેસ્ટ એપિસોડમાં જ્યારે બિગ બોસે અંગ્રેજીમાં વાત કરનારી ઈશા સિંહને ટોકી તો ભોપાલની અભિનેત્રીએ બિગ બોસને કહ્યું કે, તેમને હિન્દીમાં વાત કરતા આવતું નથી.
ઈશા બિગ બોસના ઘરમાં ચુમ દરાંગ સાથે વાત કરી રહી હતી. જ્યારે બિગ બોસે ઈશાને અંગ્રેજીમાં વાત કરતા જોઈ તો તેમણે કહ્યું ઈશા તું હિન્દીમાં વાત કર. પરંતુ બિગ બોસની આ જાહેરાત સાંભળતા ઈશા ગુસ્સે થાય છે અને કહે છે, મારે હિન્દીમાં વાત કરવી નથી.મારાથી હિન્દીમાં વાત થતી નથી. તેની આ વાત સાંભળ્યા બાદ ફરી એક વખત બિગ બોસ તેમને અંગ્રેજી માટે ટોકે છે.
Here’s the brat #EishaSingh throwing a tantrum once again. She doesn’t know Hindi well enough for normal day to day conversations? What is she doing on Indian Hindi Television’s soaps then? And why is she on Hindi #BiggBoss? Fake angrez.#BB18 #BiggBoss18 pic.twitter.com/acoU2KiEcD
— MithiB (@MithiMirchi10) October 17, 2024
બિગ બોસની જાહેરાત પર ઈશાએ બિગ બોસ પર ગુસ્સે થતાં કહ્યું કે, હું અંગ્રેજીમાં વાત સારી રીતે સમજાવી શકું છુ મને ખબર નથી મારે હિન્દીમાં કઈ રીતે વાત કરવી. વોર્નિગ છતાં ઈશાને અંગ્રેજીમાં વાત કરતા જોઈ બિગ બોસ ફરી ઈશાનું નામ લે છે અને ઈશા ગુસ્સે થાય છે. તે ગુસ્સે થઈ મોટા અવાજે બિગ બોસને કહે છે. મારાથી હિન્દીમાં વાત થઈ રહી નથી.
ઈશા સિંહનું જન્મ મધ્યપ્રદેશના ભોપાલમાં થયો છે. જોવામાં આવે તો આ તેની માતૃભાષા છે અને હિન્દી સિરીયલમાં કામ કરી તેને નામ મળ્યું છે. તેમ છતાં નેશનલ ટીવી પર આ અભિનેત્રી ગુસ્સામાં કહે છે મને હિન્દી આવડતી નથી. તેના ચાહકો માટે આ એક પરેશાનીની વાત છે.
Published On - 11:51 am, Fri, 18 October 24