Big News: અક્ષયની બેલ બોટમથી લાગ્યું અરબ દેશોને મરચું, સાઉદી અરબ, કતાર અને કુવૈતમાં ફિલ્મ પર પ્રતિબંધ

|

Aug 20, 2021 | 6:06 PM

'બેલબોટમ' માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરના ઘણા દેશોમાં રિલીઝ કરવામાં આવી છે, પરંતુ અહેવાલ છે કે અક્ષયની ફિલ્મ પર સાઉદી અરેબિયા, કુવૈત અને કતારમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Big News: અક્ષયની બેલ બોટમથી લાગ્યું અરબ દેશોને મરચું, સાઉદી અરબ, કતાર અને કુવૈતમાં ફિલ્મ પર પ્રતિબંધ
Akshy Kumar

Follow us on

બોલિવૂડ અભિનેતા અક્ષર કુમાર (Akshay Kumar)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બેલ બોટમ’ 19 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં અક્ષયની સાથે વાણી કપૂર, હુમા કુરેશી અને લારા દત્તા મહત્વની ભૂમિકામાં છે. ‘બેલબોટમ’ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરના ઘણા દેશોમાં રિલીઝ કરવામાં આવી છે, પરંતુ અહેવાલ છે કે અક્ષયની ફિલ્મ પર સાઉદી અરેબિયા, કુવૈત અને કતારમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને તેનું કારણ ફિલ્મનું તે દ્રશ્ય છે જે પ્રદર્શન માટે ત્યાંના સેન્સર બોર્ડ મુજબ તે યોગ્ય નથી.

 

સત્ય બતાવવા માટે લાગ્યું મરચું

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

એક સમાચાર અનુસાર ફિલ્મના બીજા ભાગમાં બતાવવામાં આવ્યું છે કે એક વિમાનને હાઈજેકર્સ લાહોરથી દુબઈ સુધી લઈ જાય છે. વાસ્તવમાં આવી જ એક ઘટના 1984માં બની છે. સંયુક્ત અરબ અમીરાતના સંરક્ષણ મંત્રી શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમે વ્યક્તિગત રીતે પરિસ્થિતિ સંભાળી હતી અને સંયુક્ત અરબના અધિકારીઓએ અપહરણકર્તાઓને પકડ્યા હતા.

 

બીજી બાજુ બેલ બોટમમાં અક્ષય કુમાર દ્વારા ભજવવામાં આવેલા પાત્ર સહિત ઘણા ભારતીય અધિકારીઓને એપિસોડમાં નાયક તરીકે દર્શાવ્યા હતા, જે તેમના ઓપરેશન અંગે યુએઈના રક્ષા મંત્રીને પણ અંધારામાં રાખે છે. કદાચ એટલે જ સાઉદી દેશોના સેન્સર બોર્ડે તેની સામે વાંધો ઉઠાવ્યો હશે અને તેથી તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

 

દર્શકોને ખુશ કરી રહી છે ‘બેલબોટમ’

કોરોના વાઈરસ રોગચાળા (Covid 19)ની વચ્ચે આ એક એવી ફિલ્મ છે, જે મોટા પડદા પર રજૂ કરવામાં આવી છે. અક્ષય કુમારને બેલ બોટમ માટે ચારે તરફથી પ્રશંસા મળી રહી છે. કોરોના (Covid 19)ની વચ્ચે આ પહેલી ફિલ્મ છે, જે મોટા પડદા પર રિલીઝ થઈ છે. ઘણા બોલિવૂડ સેલેબ્સે મેકર્સના આ નિર્ણયની પ્રશંસા કરી છે.

 

ફિલ્મને થશે નુકશાન

બેલ બોટમને ભારતના ઘણા રાજ્યોમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં થિયેટરો બંધ થવાને કારણે બોક્સ ઓફિસ પર મોટું નુકસાન થવાની આશંકા છે. પહેલા દિવસે ફિલ્મે 2.75 કરોડની કમાણી કરી હતી. હવે આ ફિલ્મ ઓનલાઈન લીક પણ થઈ ગઈ છે. જે તેની કમાણી પર પણ અસર કરશે.

 

ફિલ્મની બની શકે છે સિક્વલ

તાજેતરમાં જ અક્ષય કુમારે ‘બેલ બોટમ’ની સિક્વલ તરફ પણ સંકેત આપ્યા છે. અભિનેતા કહે છે- ‘જે રીતે ફિલ્મ સમાપ્ત થાય છે, તેમાં સિક્વલ માટે અવકાશ છે. જો મેકર્સ સારી સ્ક્રિપ્ટ લઈને આવે તો કામ થઈ શકે છે આવી સ્થિતિમાં અક્ષય કુમારના ચાહકોમાં ખુશીની લહેર છે.

 

લંડનમાં છે અક્ષય

અક્ષય કુમાર હાલમાં લંડનમાં છે. તે પોતાની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે પુરી રીતે તૈયાર છે, આ ફિલ્મમાં તેમની સાથે રકુલપ્રીત સિંહ પણ જોવા મળશે. આ સિવાય અક્ષય કુમાર ‘રક્ષા બંધન’, ‘રામ સેતુ’, ‘અતરંગી રે’ અને ‘સૂર્યવંશી’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

 

 

આ પણ વાંચો: Afghanistan: અફઘાન હિંદુઓ અને શીખો માટે આવ્યા રાહતના સમાચાર, સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા

 

 આ પણ વાંચો: કેનેડામાં અભ્યાસ માટે પ્રવેશ મેળવનાર ગુજરાતના 6 હજાર વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી, જાણો શું છે કારણ

Next Article