Big Breaking : રાજ કુન્દ્રાને બોમ્બે હાઇકોર્ટ તરફથી મળી મોટી રાહત, પરંતુ હાલ નહીં આવે જેલની બહાર

|

Aug 18, 2021 | 1:27 PM

રાજે કહ્યુ હતુ કે તેમણે આ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યુ હતુ પરંતુ પોર્નોગ્રાફી સાઇટ્સ પર એફઆઇઆર થયા બાદથી તેમણે ડિસેમ્બરમાં આ કંપનીને છોડી દીધી હતી.

Big Breaking : રાજ કુન્દ્રાને બોમ્બે હાઇકોર્ટ તરફથી મળી મોટી રાહત, પરંતુ હાલ નહીં આવે જેલની બહાર
Raj Kundra gets relief from Bombay High Court

Follow us on

મુંબઇ ક્રાઇમ બ્રાંચે અશ્લીલ વીડિયો બનાવવાના આરોપમાં 19 જુલાઇના રોજ બિઝનેસ મેન રાજ કુન્દ્રાની (Raj Kundra) ધરપકડ કરી હતી. ધરપકડથી લઇને હમણા સુધી તે કસ્ટડીમાં છે. પરંતુ હવે રાજ કુન્દ્રાને મોટી રાહત મળી છે. બોમ્બે હાઇકોર્ટે રાજને 25 ઓગસ્ટ સુધી આ કેસમાં ધરપકડથી અંતરિમ સુરક્ષા પ્રદાન કરી છે. જો કે તે જેલની બહાર નહી આવી શકે.

તમને જણાવી દઇએ કે, રાજને આ અંતરિમ સુરક્ષા નવેમ્બર 2020 ના એક કેસમાં મળી છે. આ કેસમાં મુંબઇ સેશન કોર્ટે અંતરિમ જામીન રદ્દ કરી દીધા હતા જે બાદ તેમણે ધરપકડથી રાહત મેળવવા માટે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જ્યારથી રાજ કુન્દ્રાની ધરપકડ થઇ છે ત્યારથી જ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેમનો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે.

રાજ કુન્દ્રાના વકીલ પ્રશાંત પાટીલે કોર્ટમાં જણાવ્યુ કે આ કેસમાં રાજની સાથે જે વ્યક્તિને આરોપી માનવામાં આવ્યા છે તે પહેલાથી જ જામીન લઇને બહાર નીકળી ગયા છે. તેમણે આગળ કહ્યુ કે રાજ પર લાગેલા આરોપોની સજા 7 વર્ષથી ઓછી છે જેના કારણે તેમને જામીન આપી શકાય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

25 ઓગસ્ટ સુધી લાગી ધરપકડ પર રોક

રાજ કુન્દ્રા કેસમાં જસ્ટીસ સંદીપ શિંદેએ 25 ઓગસ્ટ સુધી રાજ કુન્દ્રાને આ કેસમાં અંતરિમ જામીન આપ્યા છે. કારણ કે આ કેસમાં આગામી સુનાવણી 25 ઓગસ્ટના રોજ થશે.

રાજે કહ્યુ હતુ કે તેમણે આ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યુ હતુ પરંતુ પોર્નોગ્રાફી સાઇટ્સ પર એફઆઇઆર થયા બાદથી તેમણે ડિસેમ્બરમાં આ કંપનીને છોડી દીધી હતી.

રાજના વકીલ પ્રશાંતે અરજીમાં જણાવ્યુ કે બિઝનેસ મેન સામે પહેલા કોઇ એફઆઇઆર નોંધવામાં આવી નથી. તેમને પુછતાછ માટે સમન પણ મોકલવામાં આવ્યુ હતુ. તેમણે પોલીસ પાસે જઇને પોતાનું નિવેદન પણ લખાવ્યુ હતુ પરંતુ તેમને ધરપકડની શંકા હતી એટલે તેમણે પહેલા જ આગોતરા જામીન માટે અરજી કરી દીધી હતી.

જ્યારથી રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ થઇ છે ત્યારથી જ મીડિયામાં શિલ્પા શેટ્ટી અને તેમનો પરિવાર છવાયેલો છે. બહેનને ખરાબ સમયમાં હિંમત આપવા માટે શમિતા શેટ્ટીએ સોશિયલ મીડિયા પોસ્ટ પણ લખી હતી. ધરપકડ બાદથી જ પરિવાર આ વાત પર કોઇ પ્રતિક્રિયા નથી આપી રહ્યો.

આ પણ વાંચો – Ahmedabad : શહીદ જવાનના પરિવાર માટે ગર્વની ક્ષણ, એલિસબ્રિજ શાળા નંબર 28 નું શહીદ વીર કેપ્ટન નિલેશ સોની નામાભિકરણ કરાયું

આ પણ વાંચો – Gold Price Today : સોનાનાં રોકાણકારો માટે મહત્વના સમાચાર, 1 તોલા સોનું 50,000 ના સ્તરે પહોંચવાના મળી રહ્યા છે સંકેત, જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

Next Article