Gujarati NewsEntertainmentBhagalpur Bihar's Akash Singh wins 'Hunarbaaz', will build a house for his parents with the price money
ભાગલપુર બિહારનો આકાશ સિંહ ‘હુનરબાઝ’નો વિજેતા બન્યો, જીતેલા પૈસાથી તેના માતા-પિતા માટે ઘર બનાવશે
હુનરબાઝની પ્રથમ સિઝન સફળતાપૂર્વક સમાપ્ત થઈ ગઈ છે. ભારતી સિંહ અને હર્ષે આ શોને હોસ્ટ કર્યો હતો, જ્યારે મિથુન ચક્રવર્તી, પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને કરણ જોહરે શોના જજ તરીકે જવાબદારી સંભાળી હતી.
પ્રથમ સિઝનની પ્રથમ ટ્રોફી કોને આપવી એ લોકોએ નક્કી કર્યું હતું. ટ્રોફીની સાથે આકાશ સિંહને 15 લાખ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો છે. Tv9 Bharatvarsh સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં આકાશે કહ્યું કે, ઈનામની રકમથી તે ગામમાં તેની માતા અને પિતા માટે એક સરસ ઘર બનાવવા માંગે છે. આકાશનું ઘણાં વર્ષોથી પોતાનું પાકું ઘર બનાવવાનું સપનું હતું. હવે તેનું આ સપનું તેના અપ્રતિમ કૌશલ્યના કારણે પૂરું થવા જઈ રહ્યું છે. આકાશ સિંહ પોતાની જીતથી ઘણો ખુશ છે.
હુનરબાઝની સફરમાં આકાશે આખી સિઝનમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. પોતાની પ્રતિભાની સાથે સાથે તે પોતાના સ્વભાવથી દરેકના દિલ જીતવામાં પણ સફળ રહ્યો છે. આ દરમિયાન, શોની હોસ્ટ, ભારતી સિંહ, પોતાના પરિવારથી દૂર રહીને લંગરના ભોજનમાંથી પોતાનું ગુજરાન ચલાવતા આકાશ માટે ઘરે બનાવેલું ભોજન જાતે લાવી હતી. તો ‘હુનરબાઝ’ની જજ પરિણીતી ચોપરાએ આકાશને પોતાનો ભાઈ માની લીધો છે. બોલિવૂડની આ અભિનેત્રીએ આ સમગ્ર પ્રવાસમાં આકાશને આગળ વધવા માટે ખૂબ પ્રોત્સાહિત કર્યા છે. પરિણીતી પણ તેના ભાઈની જીતથી ઘણી ખુશ દેખાતી હતી.
‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ની 8 સીઝન પછી સોની ટીવી પર શિફ્ટ થયા પછી કલર્સ ટીવીએ ‘હુનરબાઝ’ શ્રેણી શરૂ કરી હતી. જેમાં, મિથુન ચક્રવર્તી, પરિણીતી ચોપરા અને કરણ જોહર આ રિયાલિટી શોમાં પહેલીવાર જજ તરીકે સાથે દેખાયા હતા. પરિણીતી ચોપરા માટે આ શો ખૂબ જ ખાસ હતો કારણ કે તેણે ટીવીની દુનિયામાં ‘હુનરબાઝ’થી ડેબ્યૂ કર્યું હતું. તેની નવી શૈલીએ શોને ખૂબ જ મનોરંજક બનાવ્યો છે. આજે યોજાયેલા ફિનાલેમાં ‘યો હાઈનેસ’ અને આકાશ વચ્ચે વોટ માટે જોરદાર જંગ જામ્યો હતો, પરંતુ જનતાએ આકાશ સિંહને સૌથી વધુ વોટ આપીને આ સિઝનમાં આકાશે જીત મેળવી હતી.