આને કારણે હવે Irfan Khan વિશે કંઈ પણ શેર નથી કરતા પુત્ર બાબીલ, કહ્યું- ‘દુ:ખ થાય છે જ્યારે …’

|

Apr 20, 2021 | 7:18 PM

ઇરફાન ખાનના અવસાન પછી તેમના પુત્ર બાબીલ ખાનના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર દરેકની નજર રહે છે. તે સમય સમય પર દિવંગત અભિનેતાને લગતી વસ્તુઓ અથવા તસવીરો પોસ્ટ કરતા રહે છે

આને કારણે હવે Irfan Khan વિશે કંઈ પણ શેર નથી કરતા પુત્ર બાબીલ, કહ્યું- દુ:ખ થાય છે જ્યારે ...
Babil Khan

Follow us on

ઇરફાન ખાનના અવસાન પછી તેમના પુત્ર બાબીલ ખાનના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર દરેકની નજર રહે છે. તે સમય સમય પર દિવંગત અભિનેતાને લગતી વસ્તુઓ અથવા તસવીરો પોસ્ટ કરતા રહે છે, જો કે તેમણે લાંબા સમયથી ઇરફાન વિશે કંઈપણ શેર કર્યું નથી. જ્યારે કોઈ પ્રશંસકે બાબીલને આ વિશે પૂછ્યું તો તેમણે તેની પાછળનું કારણ જણાવ્યું.

પ્રશંસકના સવાલ પર આપ્યો જવાબ

ઈંસ્ટાગ્રામ પર એક યુઝરે બાબીલને પૂછ્યું કે, ‘તમે ઇરફાન સાહેબ સાથે જોડાયેલી વાત ક્યારે શેર કરવા જઇ રહ્યા છો?’ જવાબમાં બાબિલે લખ્યું કે ‘મને શેર કરવાનું પસંદ છે પણ પછી મને ઘણા મેસેજ મળતા હતા જેમાં કહેવામાં આવતું કે હું હંમેશાં પોતાને પ્રમોટ કરું છું.’ જેનાથી મને સાચીને દુ:ખ લાગ્યું જ્યારે હું તેમની યાદોને શેર કરું છું જે તેમણે તેમના ચાહકો માટે છોડીને ગયા છે. હવે હું ખરેખર શું કરવું તે અંગે મૂંઝવણમાં છું. ‘બાબીલે પોતાનો જવાબ ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

હવે પિતા સાથે જોડાયેલી યાદગીરી નથી કરતા પોસ્ટ

બબીલે આગળ લખ્યું કે ‘હું ખરેખર આ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ મને દુ:ખ થાય છે જ્યારે કોઈ પણ આવીને મને મેસેજ કરે છે કે હું તેમની યાદોનો સહારો મારા માટે કરી રહ્યો છું. હું પહેલેથી જ તેમનો પુત્ર છું. મારે કંઈપણ પ્રાપ્ત કરવાની જરૂર નથી. હવે હું હેરાન છું અને થોડોક આહત પણ થયો છું તેથી હું ત્યારે શેર કરીશ જ્યારે મને મહેસુસ થશે. ”તમને જણાવી દઈએ કે ઇરફાન ખાનનું ગયા વર્ષે 29 એપ્રિલે અવસાન થયું હતું. તે બે વર્ષથી ન્યુરોએંડ્રોક્રાઇન ટ્યુમર સામે લડતા હતા. ઇરફાનની છેલ્લી ફિલ્મ ‘ઇંગ્લિશ મીડિયમ’ હતી.

 

ટૂંક સમયમાં ડેબ્યુ કરવા જઇ રહ્યા છે બાબીલ

બાબીલ જલ્દીથી નેટફ્લિક્સ ફિલ્મ Qala થી ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. અનુષ્કા શર્માની પ્રોડક્શનની આ ફિલ્મનું દિગ્દર્શન અન્વિતા દત્તે કર્યું છે. આ ફિલ્મમાં બુલબુલ ફેમ અભિનેત્રી તૃપ્તિ ડિમરી પણ છે. તાજેતરમાં જ ફિલ્મનું એક ટીઝર રિલીઝ થયું હતું. અમિતાભ બચ્ચને ટીઝરની પ્રશંસા કરી બધાને અભિનંદન પાઠવ્યા હતા.

 

આ પણ વાંચો :- Ileana D’Cruzનું ટ્વીટર એકાઉન્ટ થયું હેક, અભિનેત્રીએ ચાહકોને કરી આ અપીલ

આ પણ વાંચો :- સ્વિમિંગ પૂલ પાસે આરામ કરતા જોવા મળ્યા Saif Ali Khan, Kareena Kapoorએ શેર કર્યો ફોટો

Published On - 7:11 pm, Tue, 20 April 21

Next Article