Big News: બાલિકા વધુના ‘દાદી સા’ સુરેખા સિકરીનું નિધન, લાંબા સમયથી હતા બિમાર

|

Jul 16, 2021 | 10:45 AM

બાલિકા વધુ સિરિયલના દાદી સા રોલથી ફેમસ સુરેખા સિકરીના નિધન ના સમાચાર અવ્યા છે. દિગ્ગજ કલાકારના નિધનથી બોલીવૂડ અને ટીવી જગત શોકાતુર બન્યું છે.

Big News: બાલિકા વધુના દાદી સા સુરેખા સિકરીનું નિધન, લાંબા સમયથી હતા બિમાર
Actress Surekha Sikri dies of cardiac arrest at the age of 75

Follow us on

બોલીવૂડ અને ટીવી જગતની દિગ્ગજ કલાકાર સુરેખા સીકરીનું મુંબઈમાં નિધન થયું. અભિનેત્રી લાંબા સમયથી બીમાર હતા. 2020 માં સુરેખા બ્રેઇન સ્ટ્રોકનો શિકાર બન્યા હતા. અહેવાલો અનુસાર, અભિનેત્રીનું આજે સવારે એટલે કે 16 જુલાઈ 2021ના રોજ હાર્ટ એટેકને કારણે નિધન થયું. બીજા બ્રેઇન સ્ટ્રોકને કારણે તેઓ મુશ્કેલીઓ સામે લડી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે સુરેખાએ થિયેટર, ફિલ્મ અને ટીવીમાં ઘણું કામ કર્યું છે. તેમણે 1978 ની સાલમાં રાજકીય ડ્રામા ફિલ્મ ‘કિસ્સા કુર્સી કા’થી શરૂઆત કરી હતી. સુરેખાએ આ પછી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. એટલું જ નહીં સુરેખાને 3 વખત સપોર્ટિંગ એક્ટ્રેસ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો.

આ અભિનેત્રી વર્ષ 1971 માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) માંથી સ્નાતક થયા હતા. સુરેખાએ વર્ષ 1989 માં સંગીત નાટક અકાદમીનો એવોર્ડ પણ જીત્યો. ટીવી શો બાલિકા વધુમાં તેમના પાત્ર કલ્યાણી દેવી એટલે કે દાદી સાથી તેમને ખુબ જ લોકપ્રિયતા મળી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સુરેખા આ શોનો ભાગ 2008 થી 2016 સુધી હતા. તેઓએ પોતાના અભિનયનો કમાલ ફિલ્મ બધાઈ હોમાં પણ બતાવ્યો હતો. ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી. આયુષ્માન ખુરાનાની દાદીના રોલમાં સુરેખાને જોઇને ફેન્સને પણ ખુબ આનંદ થયો હતો.

વર્ષ 2020 માં, જ્યારે બ્રેઇન સ્ટ્રોકને કારણે સુરેખાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે એવા અહેવાલ આવ્યા હતા કે તેઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. પરંતુ બાદમાં તેમના મેનેજરે આ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા. તેમણે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, આ બધા અહેવાલો ખોટા છે. સુરેખા જીની આર્થિક સ્થિતિ સારી છે અને તેમને સંતાન પણ છે. તેમને આર્થિક સહાયની જરૂર નથી.

આર્થિક તંગીના સમાચાર બાદ તેમના મેનેજરે કહ્યું હતું કે ઘણા શુભેચ્છકો, સહ-કલાકારો અને ફિલ્મ નિર્માતાઓ સહાય માટે આગળ આવ્યા છે. જે જોવામાં ખૂબ જ સારું છે, પરંતુ તેમને હમણાં તેની જરૂર નથી. તેમનો આખો પરિવાર તેમની સાથે છે.

વર્ષ 2019 માં ખાનગી સમાચાર સંસ્થા સાથે વાત કરતા સુરેખાએ કહ્યું હતું કે, 10 મહિના પહેલા મને બ્રેઇન સ્ટ્રોક થયો હતો અને ત્યારથી હું સ્વસ્થ થઈ રહ્યો છું. હું શૂટિંગ દરમિયાન બાથરૂમમાં પડી ગઈ હતી અને મને માથામાં વાગ્યું પણ હતું. હવે હું બીમારીના કારણે કામ કરી શકતી નથી.

 

આ પણ વાંચો: શાનદાર ફિલ્મ Zindagi Na Milegi Dobara ના 10 વર્ષ, આ પ્રસંગે ફિલ્મના કલાકારોએ શેર કરી યાદો

આ પણ વાંચો: નાક નીચે હતું માસ્ક, અને આલિયા સાથે સેલ્ફી લેવા આવ્યો ફેન: પછી શું કર્યું આલિયાએ જુઓ Viral Video

Published On - 10:32 am, Fri, 16 July 21

Next Article