નાક નીચે હતું માસ્ક, અને આલિયા સાથે સેલ્ફી લેવા આવ્યો ફેન: પછી શું કર્યું આલિયાએ જુઓ Viral Video

તાજેતરમાં આલિયા ભટ્ટ એક સ્ટુડિયોની બહાર જોવા મળી હતી. આ સમયે આલિયા સાથે સેલ્ફી લેવા માટે એક ફેન આવ્યો પરંતુ તેનું માસ્ક નાક નીચે હોવાના કારણે આલિયાએ તેને માસ્ક સરખું કરવા કહ્યું હતું.

નાક નીચે હતું માસ્ક, અને આલિયા સાથે સેલ્ફી લેવા આવ્યો ફેન: પછી શું કર્યું આલિયાએ જુઓ Viral Video
Alia Bhatt told the fan to wear the mask properly

આલિયા ભટ્ટ (Alia Bhatt) ઘણા સમયથી મોટી ફિલ્મ સાથે જોવા નથી મળી. જોકે કોરોનાના કારણે ફિલ્મ જગત પા પા પગલી ચાલી રહ્યું છે. આવામાં હવે આલિયાના બે ખુબ મોટા પ્રોજેક્ટ આવવા જઈ રહ્યા છે. જી હા આલિયા તેની ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડી (Gangubai Kathiawadi) અને RRR ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેત્રી એક રેકોર્ડિંગ સ્ટુડિયો બહાર જોવા મળી. આ સ્ટુડિયો બાંદ્રામાં આવેલો છે.

અભિનેત્રીને ત્યાં જોતા જ ફેન્સની ભીડ એકથી થઇ ગઈ હતી. તેમજ પાપારાજીનો પણ દબદબો જોવા મળ્યો હતો. આ દરમિયાન જ્યારે આલિયા સ્ટુડિયોની બહાર આવી, ત્યારે એક વ્યક્તિએ તેની સાથે સેલ્ફી લેવા પ્રયત્ન કર્યો. પરંતુ અહીં જોવા મળ્યું કે તે વ્યક્તિએ માસ્ક સરખું પહેર્યું ન હતું. તેણે માસ્ક નાક નીચે પહેર્યું હતું. અને આ જોઇને આલિયાએ તેને માસ્ક પહેવા કહ્યું. બાદમાં ફોનમાં તે વ્યક્તિને કરીને કંઇક બતાવ્યું. અને તરત ગાડીમાં બેસીને આલિયા નીકળી ગઈ.

આ વિડીયો સોશિયલ મીડિયામાં એક પાપારાજી દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. જે હવે ખુબ વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં માસ્કને લઈને આલિયાની જાગૃતા લોકોના દિલ જીતી રહી છે. આવામાં કોઈ આલિયાને સ્વિટ કરી રહ્યું છે. તો કોઈ ડાઉન ટૂ અર્થ કહી રહ્યું છે. આલિયાને જોઇને લાગે છે પેલાનો ફોન હેંગ થઇ ગયો, આવી કોમેન્ટ પણ ફેન્સ કરી રહ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને જણાવી દઈએ કે આલિયા આગામી બે મોટી ફિલ્મમાં જોવા મળશે. જેમાં સાઉથના સુપર સ્ટાર્સ સાથે RRR તેમજ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી સામેલ છે. હાલમાં બંને ફિલ્મો ને લઈને ચર્ચા ઘણા છે.

આલિયા અભિનય ઉપરાંત પ્રોડક્શનમાં પણ હવે હાથ અજમાવવા જઈ રહી છે. આલિયા પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ ફિલ્મ ‘ડાર્લિંગ’ બનાવી રહી છે. જેમાં તેની સાથે શેફાલી શાહ અને વિજય વર્મા લીડ રોલમાં હશે. મોટી વાત તો એ છે કે આલિયાના પ્રોડક્શન હાઉસની શરૂઆત થતા શાહરૂખ ખાને પણ તેની પાસે કામ માંગ્યું હતું.

આલિયાએ જ્યારે તેની આ ફિલ્મની જાહેરાત કરી ત્યારે SRK એ કોમેન્ટ કરી હતી કે, ‘આ પ્રોડક્શન પછી પ્લિઝ મને પણ તમારા આગલા હોમ પ્રોડક્શન સાઈન કરી લે લીટલ વન, હું શૂટ માટે સમયસર આવીશ અને ખૂબ પ્રોફેશનલ પણ રહીશ. પ્રોમિસ!.

 

આ પણ વાંચો: બાપ રે! શૂટિંગ વખતે જંગલી બિલ્લી પ્રિયંકાની થઈ એવી હાલત, જોઇને પતિ નિક જોનસ પણ ડરી જાય

આ પણ વાંચો: Birthday Special: સલમાનથી લઈને અક્ષય સુધી, કોની સાથે હીટ રહી કેટરિનાની જોડી? કોની સાથે અફેરની થઈ ચર્ચા?

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati