શાનદાર ફિલ્મ Zindagi Na Milegi Dobara ના 10 વર્ષ, આ પ્રસંગે ફિલ્મના કલાકારોએ શેર કરી યાદો

જિંદગી ના મિલેગી દોબારા ફિલ્મને દસ વર્ષ પૂર્ણ થયા છે. લાખો યુવાનોના દિલમાં ધડકતી આ ફિલ્મને લઈને ફિલ્મની ટીમે કેટલાક મજેદાર કિસ્સા શેર કર્યા હતા.

શાનદાર ફિલ્મ Zindagi Na Milegi Dobara ના 10 વર્ષ, આ પ્રસંગે ફિલ્મના કલાકારોએ શેર કરી યાદો
10 years of the great film Zindagi Na Milegi Dobara

બરાબર દસ વર્ષ પહેલા, એટલે કે 15 જુલાઈ 2011 માં એક ફિલ્મ આવી હતી. જેણે યુવાનો પર એટલી અસર છોડી કે આજે પણ આ ફિલ્મ એ જ રસ સાથે જોવામાં આવે છે. એ ફિલ્મનું નામ છે, જિંદગી ના મિલેગી દોબારા (Zindagi Na Milegi Dobara) મનોરંજન સાથે ફિલ્મ જીવન જીવવાની ઘણી વસ્તુઓ શીખવી ગઈ. ત્રણ મિત્રોના જીવન પર આધારિત આ ફિલ્મને ખુબ પસંદ કરવામાં આવી. એટલું જ નહીં ફિલ્મને અનેક એવોર્ડ પણ મળ્યા.

આવામાં આ ફિલ્મના દસ વર્ષને ફિલ્મ સાથે સંકળાયેલ લોકોએ મજેદાર રીતે ઉજવ્યા છે. દર્શકોને ફિલ્મના કલાકાર અને નિર્માતાઓ સાથે જૂના દિવસો યાદ કરવાનો ચાન્સ મળ્યો છે.

ફિલ્મની ખાસ પળો કરી યાદ

હૃતિક રોશન, ફરહાન અખ્તર, અભય દેઓલ, કેટરિના કૈફ, ઝોયા અખ્તર, રીમા કાગતી અને રીતેશ સિધવાણીની સાથે વીર દાસ દ્વારા હોસ્ટ કરાયેલ, ટેબલ રીડમાં આ ફિલ્મ વિશે વાત થઇ. આ યાદગાર ફિલ્મની સ્ક્રિપ્ટમાંથી કેટલાક ખૂબ જ ફેમસ દ્રશ્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

ત્રણ મિત્રોની સાથે એક બેચલર ટ્રીપ જીવન માટે યાદગાર બની જાય છે. આ સાથે તેમના ડરને દૂર કરવાની યોજનાવાળી આ ટ્રીપ તેમના જીવનપરિવર્તનની સફર બની જાય છે. આ ફિલ્મની ટ્રીપ એટલી આઇકોનિક છે કે મોતાભાગના યુવાનો આવી જ ટ્રીપ ઈચ્છાતા થઇ ગયા. આ એક એવી વાર્તા છે જેને ઉસ્તાદ મહિલાઓ ઝોયા અખ્તર અને રીમા કાગતી દ્વારા લખવામાં આવી હતી.

જિંદગી ના મિલેગી દોબારાને આટલા વર્ષ પ્રેક્ષકો તરફથી અસાધારણ પ્રેમ મળ્યો છે. આ ફિલ્મને માત્ર દર્શકો જ નહીં પરંતુ વિવેચકો તરફથી વખાણવામાં આવી. ફિલ્મની દસ વર્ષની વર્ષગાંઠની ઉજવણી કરવા સમગ્ર ટીમ વર્ચ્યુઅલ રીતે ભેગી થઈ ગઈ હતી.

સ્પેનમાં મિત્રો સાથેની એક રોડ ટ્રિપ આ ફિલ્મમાં ઝોયા અને રીમાની દ્રષ્ટિએ પ્રેક્ષકોને એક અનોખી અને શ્રેષ્ઠ, સાહસિક ફિલ્મ આપી છે. તેમના મતે આ ફિલ્મ લોકો સાથે કનેક્ટ કરે છે. આ ફિલ્મ હંમેશા તાજી જ રહેશે.

એક્સેલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા રજૂ કરાયેલ જિંદગી ના મિલેગી દોબારા બીજી ઘણી ફિલ્મ્સની જેમ સમયની કસોટી પર ખરી ઉતારી છે. રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તર સમર્થિત પ્રોડક્શન હાઉસની આગામી ફિલ્મ્સ તુફાન, કેજીએફ પ્રકરણ 2, ફોન ભૂત અને વોર છે.

 

આ પણ વાંચો: નાક નીચે હતું માસ્ક, અને આલિયા સાથે સેલ્ફી લેવા આવ્યો ફેન: પછી શું કર્યું આલિયાએ જુઓ Viral Video

આ પણ વાંચો: બાપ રે! શૂટિંગ વખતે જંગલી બિલ્લી પ્રિયંકાની થઈ એવી હાલત, જોઇને પતિ નિક જોનસ પણ ડરી જાય

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati