Indian Idol 12: ‘બચપન કા પ્યાર’ થી ફેમસ સહદેવ આવ્યો શોમાં, નેહા કક્કડની બહેન સોનુએ કરી દીધી આ માંગ

TV9 GUJARATI

|

Updated on: Aug 08, 2021 | 8:05 AM

ઇન્ડિયન આઇડલ 12 ના શનિવારના એપિસોડમાં સહદેવ જોવા મળ્યો. જેણે પોતાના ગીત 'બચપન કા પ્યાર' થી નેટીજનોમાં ફેમ બનાવી લીધી છે. સહદેવ સાથે સૌએ ખુબ મસ્તી પણ કરી હતી.

Indian Idol 12: ‘બચપન કા પ્યાર’ થી ફેમસ સહદેવ આવ્યો શોમાં, નેહા કક્કડની બહેન સોનુએ કરી દીધી આ માંગ
Bachpan ka pyar fame sahdev dirdo came in the semi final of Indian idol 12

Follow us on

ઇન્ડિયન આઇડલ 12 (Indian Idol 12) નો શનિવારનો એપિસોડ ખૂબ જ રમુજી હતો. કરણ જોહર (Karan Johar) શોમાં આવ્યા અને આ દરમિયાન સ્પર્ધકોએ એક કરતા વધારે શાનદાર પરફોર્મન્સ આપ્યા. શોના અંતે, તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થયેલ બચપન કા પ્યાર ગીત ગાનાર સહદેવ (sahdev dirdo) પણ આવ્યો હતો.

આદિત્ય નારાયણ સહદેવને પોતાના ખભા પર ઉપાડીને લાવ્યા. દરેક વ્યક્તિ સહદેવના વખાણ કરવા લાગ્યા, તેટલું જ નહીં સૌ તેના ગીત પર ડાન્સ પણ કરે છે. આ પછી, અનુ મલિક સહદેવને પૂછે છે કે તેને કેવું લાગે છે કે તે આટલો પ્રખ્યાત બની ગયો છે, તો સહદેવ કહે છે, સારું લાગે છે. લોકો મને પ્રેમ કરે છે.

સહદેવની વાત સાંભળીને બધા હસવા લાગે છે. આ દિવસોમાં શોમાં મહેમાન તરીકે આવેલી સોનુ કક્કરે (Sonu Kakkar) સહદેવ સામે એક ડિમાન્ડ કરી. સોનુએ કહ્યું કે સહદેવે તેની સાથે ફોટા ક્લિક કરવા પડશે.

પછી બધા સ્પર્ધકો અને ત્રણ જજ સોનુ, હિમેશ રેશમિયા અને અનુ મલિક સ્ટેજ પર જાય છે. સહદેવ સાથે તેના ગીત પર સ્પર્ધકો અને જજ ડાંસ કરે છે. કરણ જોહર પણ પોતાની સીટ પર બેસીને આ ક્ષણ માણે છે.

સોનુ કક્કર અને અનુ મલિક પછી સહદેવ સાથે ફોટા ક્લિક કરે છે. સહદેવના આવવાથી માહોલ ખુબ મસ્તી મજાનો બની ગયો હતો. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા આદિત્ય નારાયણે સહદેવના ગીત બચપન કા પ્યાર પર તમામ સ્પર્ધકો સાથે એક વિડીયો શેર કર્યો હતો. જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

કોઈ એક થશે બહાર

ફાઇનલ માટે માત્ર એક અઠવાડિયું બાકી છે અને શોના રવિવારના એટલે કે આજના એપિસોડમાં એક સ્પર્ધકને બહાર કરવામાં આવશે અને ટોચના 5 સ્પર્ધકો ફિનાલે માટે જશે. પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, સાયલી કાંબલે, સન્મુખપ્રિયા, નિહાલ અને દાનિશ કાલેમાંથી કોઈ એક આજે બહાર થશે.

કરણ જોહર રવિવારે પણ સાથે હશે

આજના રવિવારના એપિસોડમાં, કરણ જોહર જ મહેમાન બનશે અને પછી તમામ સ્પર્ધકો એક પછી એક તેમનું શાનદાર પ્રદર્શન આપશે.

આ પણ વાંચો: TV ના આ કલાકારો પાસે છે કરોડોની કાર, કપિલ અને ચંદુની કાર જોઈને ઉડી જશે હોશ, જુઓ તસ્વીરો

આ પણ વાંચો: સની પાજીની આ 6 હિરોઈન જીવનભર તરસતી રહી પ્રેમ માટે! 4 ના થઈ ગયા છૂટાછેડા, 2 હજુ અપરણિત

Latest News Updates

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati