Aryan Khan વિશે મિત્ર અરબાઝના પિતા અસલમે કહી મોટી વાત, જાણો શું કહ્યું

|

Oct 25, 2021 | 10:42 PM

Aryan Khan Drugs Case : ગયા અઠવાડિયે એનડીપીએસ કોર્ટે જામીન અરજી ફગાવી દીધા બાદ આર્યનના વકીલે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટ આર્યન ખાનની જામીન અરજી પર આવતીકાલે એટલે કે 26 ઓક્ટોબરે સુનાવણી કરશે.

Aryan Khan વિશે મિત્ર અરબાઝના પિતા અસલમે કહી મોટી વાત, જાણો શું કહ્યું
Aryan Khan, Arbaaz Merchant

Follow us on

અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ની સાથે-સાથે તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ (Arbaaz Merchant) પણ ડ્રગ્સના કેસ(Drugs Case)માં જેલના સળિયા પાછળ કેદ છે. આર્યન અને અરબાઝ બંને આર્થર રોડ જેલ (Arthur Road Jail)માં બંધ છે.

 

અરબાઝ મર્ચન્ટના પિતા અસલમ મર્ચન્ટ (Aslam Merchant) વ્યવસાયે વકીલ છે. અસલમે પોતાના તાજેતરના ઈન્ટરવ્યુમાં આર્યન ખાનને લઈને ઘણી મોટી વાત કહી છે. અસલમ કહે છે કે આર્યન ખાન પાસે એક આશા છે, કારણ કે તેના પિતા શાહરુખ ખાન છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં અસલમે કહ્યું કે તેમને આશા છે કે આ કેસમાં આર્યન અને અરબાઝને જલ્દી જામીન મળી શકે છે, પરંતુ આમાં જે સમય લાગી રહ્યો છે તેના પર તેમને હેરાની છે. તેમણે કહ્યું કે વ્યક્તિગત રીતે મને લાગે છે કે આર્યનને રિલીઝ થવાની આશા છે કે તેના પિતા શાહરૂખ ખાન છે, જે ખૂબ જ લોકપ્રિય અને પ્રભાવશાળી વ્યક્તિ છે. પરંતુ ન તો અરબાઝ અને ન તો તેના પિતાનો તે પ્રકારનો પ્રભાવ છે.

 

ખૂબ કમનસીબ છે અરબાઝ

તેમણે વધુમાં કહ્યું કે અમે માત્ર સામાન્ય લોકો છીએ, જેમના કોઈ કનેક્શન નથી. મને લાગે છે કે અરબાઝ ઘણો કમનસીબ છે. તે ખોટી જગ્યાએ, ખોટા સમયે હતો. મને લાગે છે કે તે માત્ર એક નિયતિ છે, પરંતુ હું ખુશ છું કે કેવી રીતે તે તેના બેસ્ટ ફ્રેન્ડ આર્યન સાથે ઉભો છે. તે ખૂબ જ વફાદાર મિત્ર છે. હું તેને યારો કા યાર બોલાવું છું.

 

આપને જણાવી દઈએ કે અરબાઝની પણ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે એ જ ક્રૂઝમાંથી ધરપકડ કરી હતી, જ્યાંથી આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. કેટલાક અહેવાલોમાં એનસીબીના હવાલાથી દાવો કરવામાં આવ્યો હતો કે એનસીબીની ટીમને અરબાઝ પાસેથી અમુક માત્રામાં ડ્રગ્સ મળ્યું હતું. એટલું જ નહીં, અરબાઝ અને આર્યનની વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ સંબંધિત વસ્તુઓ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અરબાઝ અને આર્યનના આંતરરાષ્ટ્રીય ડ્રગ કનેક્શન છે. જો કે એનસીબીએ હજુ સુધી આ અંગે કોઈ પુરાવા રજૂ કર્યા નથી.

 

હાલમાં આર્યન ખાનની વાત કરીએ તો તે 8 ઓક્ટોબરથી ન્યાયિક કસ્ટડીમાં છે. ગયા અઠવાડિયે એનડીપીએસ કોર્ટે જામીન અરજી ફગાવી દીધા બાદ આર્યનના વકીલે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટ આર્યન ખાનની જામીન અરજી પર આવતીકાલે એટલે કે 26 ઓક્ટોબરે સુનાવણી કરશે. તે જ સમયે આર્યન ખાનની ધરપકડ બાદથી શાહરૂખ ખાનનું કોઈ નિવેદન બહાર આવ્યું નથી. આટલું જ નહીં ગત ગુરુવારે શાહરૂખ ખાન પુત્રને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યા હતા. તે જ સમયે, આજે ગૌરી ખાન તેના પુત્રને મળવા જેલ પહોંચી હતી.

 

 

આ પણ વાંચો :- સુપરસ્ટાર Rajinikanthને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ, યાદ કરી કંડક્ટરથી એક્ટર બનવા સુધીની સફર

 

આ પણ વાંચો :- Bunty Aur Babli 2 Trailer: ડબલ હશે બંટી ઔર બબલીની ધમાલ, સિદ્ધાંત અને શાર્વરીએ કરી દીધી છે ગેમ અપ

Next Article