Bigg Boss : આસિમ રિયાઝનું રૈપ સોંગ થયું રિલીઝ, સોંગમાં ‘બિગ બોસ’ની સફર વિશે કર્યું છે વર્ણન

|

Aug 08, 2021 | 4:42 PM

અસીમ રિયાઝે બિગ બોસ 13માં ભાગ લીધો હતો. આ શો દ્વારા આસિમને એક અલગ ઓળખ મળી હતી. બિગબોસમાં તે વિજેતા ન બની શક્યો પરંતુ ચાહકોએ તેમને ખુબ પ્રેમ આપ્યો હતો.

Bigg Boss : આસિમ રિયાઝનું રૈપ સોંગ થયું રિલીઝ, સોંગમાં બિગ બોસની સફર વિશે કર્યું છે વર્ણન
Asim riaz (File Photo)

Follow us on

Bigg Boss : બિગ બોસ 13 ની ટ્રોફી ભલે સિદ્ધાર્થ શુક્લાને (Siddharth Shukla) મળી, પરંતુ આ શો માંથી ખરી ઓળખ ફર્સ્ટ રનર અપ અસીમ રિયાઝને મળી છે. આસિમને બિગ બોસ શો(Bigg Boss)  માંથી ઘણી લોકચાહના મળી હતી. આસિમ રિયાઝ શો દરમિયાન સોશિયલ મીડિયા પર ટ્રેંડ પણ થયો હતો. ત્યારે આજે, બિગ બોસ OTTના પ્રીમિયરના દિવસે અસીમ રિયાઝનું રૈપ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે.

આસિમે પોતાની બિગ બોસ જર્ની વિશે આ રૈપ સોંગ (Rape Song) બનાવ્યું છે. આ ગીતના શબ્દો છે ‘જબ સે બિગ બોસ બના મે, લાઈફ ઈઝ ગુડ’. આપને જણાવવું રહ્યું કે,આસિમે સોશિયલ મીડિયા (Social Media)પર પોતાનું ગીત શેર કર્યું છે. ગીત શેર કરતાં તેણે લખ્યું – #BiggBoss. હાલ,આ સોંગને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ચાહકો પસંદ કરી રહ્યા છે આ સોંગ

અસીમના ચાહકો (Fans) તેના રૈપ સોંગને ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

અસીમ ગીતમાં રોકસ્ટાર (Rockstar)  જેવો દેખાઈ રહ્યો છે. આ ગીતમાં આસિમે બિગ બોસની (Bigg Boss) સફર અને તેના પછી તેના જીવનમાં કેવા ફેરફારો આવ્યા તે વિશે જણાવ્યું છે. તેણે પોતાની સફરને રૈપ સોંગમાં વર્ણવી છે. આ ગીતમાં સલમાન ખાનનો (Salman Khan) અવાજ પણ સાંભળવા મળી રહ્યો છે. અસીમનું આ ગીત અત્યાર સુધીમાં 89 હજારથી વધુ લોકોએ જોયું છે. અસીમે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તેના ગીતનું ટીઝર રિલીઝ (Release) કર્યું હતું. તેને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.

બિગ બોસ OTT નું પ્રીમિયર કરશે

આજે બિગ બોસ OTTનું પ્રીમિયર થવાનું છે. કરણ જોહર આ શોને હોસ્ટ (Host) કરી રહ્યા છે અને આ શો 6 અઠવાડિયા સુધી ચાલશે. બિગ બોસ ઓટીટીના પ્રીમિયરના દિવસે જ આસિમે પોતાનું ગીત રજૂ કર્યું હતું. જો અહેવાલોનું માનીએ તો, અસીમ શોમાં (Asim Riyaz) પોતાનું રેપ સોંગ કરી શકે છે. નેહા ભસીન, ભોજપુરી અભિનેત્રી અક્ષર સિંહ, જીશાન ખાન અને દિવ્યા અગ્રવાલ સહિત ઘણા સેલેબ્સ બિગ બોસ ઓટીટીનો (OTT) ભાગ બનવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો:માતા સીતાના રોલમાં જોવા મળશે આ અભિનેત્રીઓ, શું Dipika Chikhlia ની જેમ છવાઈ જશે લોકોના દિલમાં?

આ પણ વાંચો: રાકેશ ઓમપ્રકાશ મહેરાએ કર્યો ખુલાસો, ‘ભાગ મિલ્ખા ભાગ’ માટે સોનમ કપૂરે લીધી હતી માત્ર આટલી ફી

Published On - 4:41 pm, Sun, 8 August 21

Next Article