અનુષ્કા શર્માની હમશકલ છે જૂલિયા માઈકલ, જૂલિયાએ પાઠવી શુભકામનાઓ

અનુષ્કા શર્માની હમશકલ છે જૂલિયા માઈકલ, જૂલિયાએ પાઠવી શુભકામનાઓ
અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માની (Anushka Sharma) હમશકલ જૂલિયાએ કોમેન્ટ કરી હતી. આ કોમેન્ટને હજારો લાઈક મળ્યા છે. અનુષ્કા અને જૂલિયાનો ચહેરો ખુબ મળતો આવે છે.

Gautam Prajapati

| Edited By: Bhavesh Bhatti

Feb 05, 2021 | 2:42 PM

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આજકાલ પોતાની પુત્રી વામિકા સાથે ખાસ પળો માણી રહી છે. 11 જાન્યુઆરીએ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી માતા-પિતા બન્યા હતા. સોશિયલ મીડિયા પર અનુષ્કાએ તેની પુત્રીનું નામ શેર કર્યું, ત્યારે ફેન્સથી માંડીને મોટી હસ્તીઓએ અભિનંદન આપ્યા. આ પોસ્ટમાં એક સિંગરની કોમેન્ટ વાયરલ થઈ રહી છે. અનુષ્કાની હમશકલ અને અમેરિકન ગાયિકા જુલિયા માઇકેલે પણ અનુષ્કાને અભિનંદન આપ્યા હતા, ત્યારબાદ તે ખૂબ ચર્ચામાં રહી હતી.

અનુષ્કા શર્માની હમશકલ જૂલિયાએ કોમેન્ટ કરીને લખ્યું હતું કે “શુભકામનાઓ”. આ કોમેન્ટને હજારો લાઈક મળ્યા છે. અનુષ્કા અને જૂલિયાનો ચહેરો ખુબ મળતો આવે છે. બંને અવાર નવાર એક બીજાની પોસ્ટ પર કોમેન્ટ કરતા હોય છે.

https://twitter.com/anushkasharma/status/1092802826298904577?lang=en

જૂલિયા માઇકલએ 2019 માં અનુષ્કા શર્મા સાથે તસવીર શેર કરી હતી. ત્યારે બંનેના સેમ લૂકને લઈને ખુબ ચર્ચા થઇ હતી. નવેમ્બર 1993 માં જન્મેલ જૂલિયાના ઇન્સ્ટાગ્રામ પર 2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. જુલિયા માઇકલ વારંવાર તેના ફોટા અને વીડિયો શેર કરે છે. અનુષ્કાએ પણ જૂલિયાની પોસ્ટને રી શેર કરી હતી. બંનેના લૂકને લઈને ફેન્સ પણ નવાઈ પામ્યા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati