Anupam Kher viral video : પોઝ આપવા બદલ અનુપમ ખેરની માતાએ ફટકાર લગાવી, મા-દીકરાનો વીડિયો થયો વાયરલ

|

Nov 29, 2021 | 2:42 PM

અનુપમ ખેરે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે તેની માતા દુલારી ખેરને કેમેરા સામે પોઝ આપવા માટે કહી રહ્યો છે. આ પછી માતા અને પુત્ર વચ્ચે મીઠી લડાઈ શરૂ થાય છે.

Anupam Kher viral video : પોઝ આપવા બદલ અનુપમ ખેરની માતાએ ફટકાર લગાવી, મા-દીકરાનો વીડિયો થયો વાયરલ
Anupam Kher viral video

Follow us on

બોલિવૂડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેર (Anupam Kher) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તેમની સાથે જોડાયેલા ફોટો અને વીડિયો શેર કરે છે. અનુપમ ખેરના તેની માતા દુલારી ખેર સાથેના ફની વીડિયોફેન્સને ખૂબ જ પસંદ પડે છે. અનુપમ ખેરે ફરી એકવાર તેની માતા દુલારી ખેર સાથેનો એક વીડિયો શેર કર્યો છે. અનુપમ ખેર અને તેની માતાનો ફટકાર લગાવતો આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે તેની માતા દુલારી ખેરને કેમેરા સામે પોઝ આપવા માટે કહી રહ્યો છે પરંતુ તે સીધા ઉભા થઈ અને હસવા લાગે છે. અનુપમ ખેર કહે છે કંઈક કરો, હસો. આના પર માતા ગુસ્સે થઈ જાય છે અને તેને ઠપકો આપે છે અને કહે છે કે શું કરવું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તમે ફોટા પાડીને બદનામ કરો છો કે જુઓ, આ તેમની માતા છે. અનુપમ ખેર કહે છે હું બદનામ કરું છું? અરે, આખી દુનિયામાં તારું નામ થઈ રહ્યું છે. અનુપમ ખેરે માતાને પૂછ્યું, શું તમે તેમના કરતાં વધુ પ્રખ્યાત છો? જેના પર માતા હા કહે છે.

વીડિયોમાં આગળ દુલારી ખેર તેના બીજા પુત્ર રાજુ ખેરને પણ ઠપકો આપે છે. તે રાજુ ખેરને કહે છે કે તેણે ન તો શર્ટ પહેર્યું છે કે ન તો કંઈ, માત્ર માસ્ક પહેર્યું છે. હાફ પેન્ટ પહેરીને ફરે છે. આ પછી દુલારી ખેર પુત્ર અનુપમ ખેરના ગાલ પર ચુંબન કરે છે. જેના પર તે ખુશ થઈ જાય છે.

વીડિયો શેર કરતાં અનુપમ ખેરે લખ્યું હતું કે, ‘મા દુલારી સાથે ફોટોશૂટ. મેં તેને કહ્યું કે ચાલો ફોટો લઈએ પણ ભત્રીજીએ વીડિયો બનાવવાનું કહ્યું. આ પછી અમને હંમેશની જેમ ઠપકો મળ્યો પણ અંતે મને દુનિયાની સૌથી કિંમતી માતાનો પ્રેમ મળ્યો. હંમેશની જેમ ફેન્સને અનુપમ ખેરના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને લોકો લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Omicron: સિંગાપુરમાં વેક્સીનેટેડ પ્રવાસીઓને આઇસોલેશનમાંથી મુક્તિ આપવાનો નિર્ણય અટકાવ્યો, આ ત્રણ દેશના પ્રવાસીઓને થવાનો હતો ફાયદો

આ પણ વાંચો : શું RTPCR ટેસ્ટ દ્વારા કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ શોધી શકાય છે? જાણો WHOએ શું કહ્યું ?

Next Article