સોશિયલ મીડિયા પર આવતા જ છવાઈ ગયા 101 વર્ષના આ દાદી. આ ઉંમરે પણ કરે છે યુવાનોને શરમાવે તેટલું કામ, જુઓ VIDEO
બૉલિવૂડના દિગ્ગજ અભિનેતાઓમાંના એક અનુપમ ખેર આ આજકાલ ચર્ચામાં છે. જ્યારથી તેમની આગામી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’નું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મથી જોડાયેલી નાની મોટી તમામ વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અને આ બધી ચર્ચાઓમાં જ અનુમપ ખેરે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો જેમાં તેઓ ચા વેચતી […]

બૉલિવૂડના દિગ્ગજ અભિનેતાઓમાંના એક અનુપમ ખેર આ આજકાલ ચર્ચામાં છે. જ્યારથી તેમની આગામી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’નું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મથી જોડાયેલી નાની મોટી તમામ વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અને આ બધી ચર્ચાઓમાં જ અનુમપ ખેરે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો જેમાં તેઓ ચા વેચતી 101 વર્ષની મહિલા સાથે વાતચીત કરતા નજરે પડી રહ્યાં છે. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જ તેને જોનારા લોકો ભાવુક થઈ રહ્યાં છે.
ખજૂરાહોમાં 101 વર્ષની હરબી દેવીને મળ્યા અનુપમ ખેર
આ વીડિયો શેર કરતા અનુપમ ખેરે લખ્યું,
“હું ખજૂરાહોની હરબી દેવીને મળ્યો. તે 101 વર્ષના છે અને ખુશ છે. તેઓ એક જૂના ઝાડ નીચે ચા વેચે છે.”
હરબી દેવી વિશે અનુપમ ખેરે કહ્યું કે તે ઘણી હિંમતવાન છે. હરબી દેવી સાથે થયેલી વાતચીતને અનુપમ ખેરે ટ્વિટર પર શેર કરી. આ વીડિયો 15 સેકન્ડ્સનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અનુપમ ખેરને મળ્યા બાદ હરબી દેવી કેટલા ખુશ દેખાઈ રહ્યાં છે.
જ્યાં સુધી અનુપમ ખેર તેમની સાથે રહ્યાં, તેમના ચહેરા પર આ ખુશી દેખાતી રહી. તમે પણ જુઓ, આ વીડિયો
I met Harbi Devi in Khajuraho. She is 101 years old & is happy. She sells tea under an old tree. She is delightfully free spirited. Her smile is infectious. A brief chat with her can enrich your life permanently. May God give her long and healthy life. 🙏🙏#JaiHo #HappyAttitude pic.twitter.com/GSWNfm1TsH
— Anupam Kher (@AnupamPKher) December 31, 2018
[yop_poll id=419]
Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]