Anjali Arora: MMS પછી ફરી એકવાર અંજલિ અરોરા ટ્રોલ, લોકોએ કહ્યું- વાયરલ થવા કઈ પણ કરે છે
અંજલિનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને અંજલિ ફરી વાર ટ્રોલનો શિકાર બની છે.

Tik Tok સ્ટાર અંજલી અરોરા તેના ફેક MMS વિડિયોને કારણે ઘણા સમયથી હેડલાઈન્સમાં છે. જ્યારથી આ વીડિયો વાયરલ થયો છે ત્યારથી યુઝર્સ એક યા બીજા દિવસે અંજલીને ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન યુઝર્સે ટિક ટોક સ્ટારને ટ્રોલ કરવાનું બીજું બહાનું શોધી કાઢ્યું છે. હાલમાં જ અંજલિનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને અંજલિ ફરી વાર ટ્રોલનો શિકાર બની છે.
અંજલિએ કુડી ચમકીલી પર કર્યો ડાન્સ
આ વીડિયોમાં અંજલિ અરોરાએ લાલ રંગનો ઘાગરો પહેર્યો છે. આ વીડિયોમાં અંજલિ ખૂબ જ સુંદર લાગી રહી છે. તમને જણાવી દઈએ કે વીડિયોમાં અંજલિ ‘કુડી ચમકીલી..’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. ઘણા યુઝર્સ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે, જ્યારે કેટલાક યુઝર્સ તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. ટિપ્પણી કરતી વખતે, એક યુઝરે લખ્યું કે તેઓ વાયરલ થવા માટે સન્માનની પણ પરવા કરતી નથી. તેમાંથી કેટલાકને આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો છે. એકે કહ્યું કે હોટનેસમાં તારી સાથે કોઈ સ્પર્ધા કરી શકે તેમ નથી.
View this post on Instagram
લોકોએ કરી ટ્રોલ
આ પહેલા પણ અંજલિએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં અંજલિ ટ્રેન્ડિંગ અંગ્રેજી ગીત ‘પીપલ’ પર ડાન્સ કરતી જોવા મળી હતી. આ દરમિયાન તે ઓપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. આ પછી, તેણીને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી હતી. અંજલિ અરોરાના આ વીડિયો પર યૂઝર્સ વિવિધ અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે તેનો વીડિયો ચાલી રહ્યો નથી, તેથી જ તે આવું કરી રહ્યો છે. ત્યારે અંજલિ અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. જેમાં તે લાલ રંગની ઘગરા ચોલી પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે.
આ અગાઉ પણ ઘણી વાર ટ્રોલનો શિકાર
વાત કરીએ અંજલિની તો ટિક-ટોક અને ઇન્સ્ટાગ્રામ રીલ્સથી ફેમસ બનેલી અને કંગના રનૌતના રિયાલિટી શો લોકઅપ સીઝન-1નો ભાગ બની હતી. જે બાદ સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા છેલ્લા ઘણા દિવસોથી સમાચારોમાં છે. અંજલિ એક સોંગ પણ ભુમિકા નિભાવી ચૂકી છે જે સોંગ સૈયાં દિલ મેં આના રેની સફળતાને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી હતી અને પછી ફેક એમએમએસના કારણે અભિનેત્રી ખુબ જ ટ્રોલ થઈ હતી. ત્યારે આ પછી ફરી એકવાર તે લોકોના ટ્રોલનો શિકાર બની છે.