“નાગિન” ફેમ અનીતા હસનંદાની જલ્દી બનશે માતા, સોશિયલ મીડિયા પર શેર કર્યા Photos

નાગિન ફેમ અનીતા હસનંદાની જલ્દી બનશે માતા, સોશિયલ મીડિયા પર શેર કર્યા Photos

ટીવી એકટ્રેસ અનીતા હસનંદાની જલ્દી જ માતા બનવાની છે. જી.હાં ..અનીતાએ તેના પતિ સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તેમના ફેન્સને આ ખુશખબર આપી હતી. અને તે બાદ અનીતા તેના બેબી બમ્પ સાથેના ફોટોઝ શેર કર્યા છે. અનીતા તેના પતિ સાથેના ફની વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે, જેને લોકોનો ખૂબ પ્રેમ […]

TV9 Gujarati

|

Dec 18, 2020 | 9:50 AM

ટીવી એકટ્રેસ અનીતા હસનંદાની જલ્દી જ માતા બનવાની છે. જી.હાં ..અનીતાએ તેના પતિ સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તેમના ફેન્સને આ ખુશખબર આપી હતી. અને તે બાદ અનીતા તેના બેબી બમ્પ સાથેના ફોટોઝ શેર કર્યા છે. અનીતા તેના પતિ સાથેના ફની વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે, જેને લોકોનો ખૂબ પ્રેમ મળે છે. અનીતાના  ફેન્સ પણ તેને સોશિયલ મીડિયા મારફતે  શુભકામના આપતા રહે છે.

અનીતા હસનંદાની ઘણા બધા પોપ્યુલર શોમાં કામ કરી ચૂકી છે. જેમ કે ,યે હૈ મોહબ્બતે , ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી, કસમ સે ,નાગિન જેવી અનેક સિરીયલમાં શાનદાર રોલ નિભાવ્યા છે. અનીતાએ તેના કરિયરમાં ઘણી બોલીવુડ ફિલ્મો પણ કરી છે. જેમ કે, કૃષ્ણા કોટેઝ , કુછ તો હૈ, કોઈ આપ સા, અને યે દિલ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.

અનીતા ટેલિવિઝન સિરીયલમાં ઘણી હીટ રહી છે. દરેક સિરીયલમાં તેના રોલને ખૂબ પ્રશંસા મળી છે. અનીતાએ નાગિનમાં પણ શાનદાર રોલ કર્યો છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati