અનન્યા પાંડેએ માઈક ટાયસન સાથેનો ફોટો કર્યો શેર, થોડી જ વારમાં લાખો ચાહકોએ કર્યો લાઈક

|

Nov 17, 2021 | 7:08 PM

અનન્યા તેની આગામી ફિલ્મ 'લાઈગર' માટે ચર્ચામાં છે. તેણે આ ફિલ્મના ખાસ અભિનેતા સાથે સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ શેર કરી છે.

અનન્યા પાંડેએ માઈક ટાયસન સાથેનો ફોટો કર્યો શેર, થોડી જ વારમાં લાખો ચાહકોએ કર્યો લાઈક
Ananya Pandey and Mike Tyson

Follow us on

અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ખૂબસૂરત દેખાવ ઉપરાંત, અનન્યા તેના ચાહકોને તેના કામના અપડેટ્સ વિશે પણ માહિતગાર કરે છે. આ દિવસોમાં અનન્યા તેની આગામી ફિલ્મ ‘લાઈગર’ માટે ચર્ચામાં છે. તેણે આ ફિલ્મના ખાસ અભિનેતા સાથે સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ શેર કરી છે, જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

માઈક ટાયસન અનન્યાને ડરાવે છે

અનન્યા પાંડે આ દિવસોમાં સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે આગામી ફિલ્મ ‘લાઈગર’ માટે અમેરિકામાં શૂટિંગ કરી રહી છે. જેમાં તેની સાથે આંતરરાષ્ટ્રીય બોક્સર માઈક ટાયસન પણ જોડાયા છે. અનન્યા માઈક ટાયસન સાથે જોડાઈ છે. તેની સાથે તસવીરો શેર કરી છે.

ખરેખર, ફોટોમાં માઈક અનન્યાને ડરાવતો જોવા મળે છે અને અનન્યાના ચહેરા પર પણ ડર સ્પષ્ટ જોઈ શકાય છે. ખેર, આ ડર માત્ર ફોટા ખાતર જ મજેદાર રીતે બતાવવામાં આવ્યો છે. તસવીરોમાં તે આ શૂટ માટે ખૂબ જ ઉત્સાહિત અને ખુશ દેખાઈ રહી છે. તે જ સમયે અનન્યાની આ પોસ્ટ પર ચાહકો પણ ઘણો પ્રેમ આપી રહ્યા છે. અનન્યાની આ તસવીરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ ફોટોને થોડી જ મિનિટોમાં ત્રણ લાખથી વધુ લાઈક્સ મળી ગઈ હતી. હવે થોડા કલાકો બાદ સમાચાર લખાય છે ત્યાં સુધી આ તસવીર પર લાઈક્સની સંખ્યા છ લાખથી વધુ છે. હાલમાં જ એક્ટર વિજય દેવકોંડાએ પણ અમેરિકા પહોંચતાની સાથે જ ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં વિજય દેવરાકોંડા યુએસએના લાસ વેગાસમાં ફિલ્મના નિર્દેશક પુરી જગન્નાથ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા, જેના પર તેમના ચાહકોએ ખૂબ પ્રતિક્રિયા આપી હતી.

ચાહકોને આ ફિલ્મ પાસેથી અપેક્ષા છે

અનન્યા પાંડે અને વિજય દેવેરાકોંડા અભિનીત આ ફિલ્મ કરણ જોહર પણ સહ-નિર્માતા છે. આ ફિલ્મ વિજય દેવેરાકોંડા અને અનન્યા પાંડેની પ્રથમ પેન ઈન્ડિયા રિલીઝ થવા જઈ રહી છે. અનન્યા અને વિજયની નવી જોડીને સ્ક્રીન પર એકસાથે જોવા માટે ચાહકોમાં ઉત્સાહ નેક્સટ લેવલ પર છે. મેકર્સ આ ફિલ્મને કુલ 5 ભાષાઓમાં રિલીઝ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મ એક ધમાકેદાર એક્શન ડ્રામા ફિલ્મ છે.

 

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે ખુશખબર : IIT એ નવી શિક્ષણ નીતિ હેઠળ આઠ વર્ષનો નવો અભ્યાસક્રમ કર્યો તૈયાર, જાણો અભ્યાસક્રમની તમામ વિગત

આ પણ વાંચો: NFL Recruitment 2021: નેશનલ ફર્ટિલાઇઝર્સમાં ભરતી માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

Next Article