અમૂલનું વિશેષ KGF ચેપ્ટર 2 ડૂડલ બન્યું સોશિયલ મીડિયા પર વાયરલ

|

Apr 21, 2022 | 11:48 PM

અમૂલે (Amul) તેની આઇકોનિક શૈલીમાં આજે એક ડૂડલ શેર કર્યું છે. આ ડૂડલમાં અભિનેતા યશને બાઇક સાથે રોકીના ગેટ-અપમાં બતાવવામાં આવ્યો છે. આ તસવીરમાં એક ખૂબ જ રમુજી વાત પણ લખવામાં આવી છે.

અમૂલનું વિશેષ KGF ચેપ્ટર 2 ડૂડલ બન્યું સોશિયલ મીડિયા પર વાયરલ
Superstar Yash (File Photo)

Follow us on

ગત તા. 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થયા પછી, ફિલ્મ ‘KGF: Chapter 2’ બોક્સ ઓફિસ પર જબરજસ્ત સફળતા મેળવી રહી છે. આ ફિલ્મમાં અભિનેતા યશ (Superstar Yash) મુખ્ય ભૂમિકામાં છે. તેણે ફિલ્મમાં રોકીનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય આ ફિલ્મમાં સંજય દત્ત, (Sanjay Dutt) રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી અને પ્રકાશ રાજે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં કરોડોની કમાણી કરી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 500 કરોડથી વધુની કમાણી કરી છે અને કમાણીનો આ સિલસિલો સતત ચાલુ છે.

હવે જ્યારે આ ફિલ્મ સુપરહિટ થઈ ગઈ છે, તો પછી અમૂલ તેનું સન્માન કરવામાં કેવી રીતે પાછળ રહી શકે. ભારતીય ડેરી બ્રાન્ડ અમૂલે આ ફિલ્મને સન્માનિત કરવા માટે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વિશિષ્ટ પોસ્ટ રજૂ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

આ ડૂડલ એક દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યું છે અને ત્યારથી લોકો તરફથી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે અને લોકો ફિલ્મ KGF ચેપ્ટર 2ના વખાણ કરવામાં વ્યસ્ત છે. આના પર અત્યાર સુધીમાં 99 હજારથી વધુ લાઈક્સ આવી ચૂકી છે.

સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ તસવીર પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું છે, ‘સલામ રોકી ભાઈ…સુપર કૂલ આર્ટ વર્ક અમૂલ’, જ્યારે બીજા યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું છે, ‘આ કેવો રોકી બનાવી દીધો’. તેવી જ રીતે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘આ એક અદ્ભુત આર્ટ વર્ક છે’.

જો કે, આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ છે, જેમાં હિન્દી ઉપરાંત કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમનો પણ સમાવેશ થાય છે. અત્યારે લોકો દ્વારા એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ તમામ રેકોર્ડ તોડી નાખશે. કેજીએફના ત્રીજા ભાગને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.

 

આ પણ વાંચો – Naagin 6 : તેજસ્વી પ્રકાશે મહેંદી વડે તેની રીંગ ફિંગર પર કરણ કુન્દ્રાનો ‘K’ લખ્યો, જુઓ વાયરલ વિડીયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article