Naagin 6 : તેજસ્વી પ્રકાશે મહેંદી વડે તેની રીંગ ફિંગર પર કરણ કુન્દ્રાનો ‘K’ લખ્યો, જુઓ વાયરલ વિડીયો

તેજસ્વી પ્રકાશે (Tejaswi Prakash) તેની રીંગ ફિંગર પર કરણ કુન્દ્રાનો ઇનિશિયલ 'K' મૂક્યો છે. લોક અપ કન્ટેસ્ટન્ટે તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે અને બેકગ્રાઉન્ડમાં આમિર ખાન અને અસિનનું ગીત 'કૈસે મુઝે તુમ મિલ ગયી' મૂક્યું છે.

Naagin 6 : તેજસ્વી પ્રકાશે મહેંદી વડે તેની રીંગ ફિંગર પર કરણ કુન્દ્રાનો 'K' લખ્યો, જુઓ વાયરલ વિડીયો
Tejasvi Prakash & Karan Kundra (File Photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 21, 2022 | 10:04 PM

તેજસ્વી પ્રકાશ (Tejaswi Prakash) અને કરણ કુન્દ્રા (Karan Kundra) તેમની ક્યુટનેસથી તમામ કપલ્સ માટે હાઈ લેવલ ગોલ્સ નક્કી કરી રહ્યા છે. તેજસ્વી અને કરણ જાણીતા રિયાલિટી શો ‘બિગ બોસ 15’થી (Bigg Boss 15) એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેની આ ઘરની અંદર ઉતાર-ચઢાવથી ભરેલી મુસાફરી હતી. બિગ બોસ પછી તરત જ તેજસ્વી, નાગિન 6 માં વ્યસ્ત થઈ ગઈ છે, જ્યારે કરણ લોક અપ અને અન્ય શૂટમાં વ્યસ્ત થઈ ગયો છે. જો કે, આ બંને લવબર્ડ્સ તેમના વ્યસ્ત સમયપત્રક હોવા છતાં એકબીજા સાથે સમય પસાર કરવા માટે કંઈક ને કંઈક કરતા રહે છે.

એકબીજા માટેના તેમના નાના-નાના પ્રયત્નો તેમના ચાહકોના દિલ જીતી રહ્યા છે. તાજેતરમાં, કરણ કુન્દ્રા દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં આપણે તેજસ્વીના મહેંદી ભરેલા હાથ જોઈ રહ્યા છીએ. તેણીએ તેની રીંગ ફિંગર પર K લખ્યું છે. કરણને લડ્ડુનું આ જેશ્ચર એટલું ખાસ લાગ્યું કે તે તેને ઓનલાઈન શેર કરવાથી રોકી શક્યો નહીં. તેણે ગજની ફિલ્મનું આમિર ખાન અને અસિનનું ગીત કૈસે મુઝે તુમ મિલ ગઈ મુક્યો છે. આ વિડિયો તેજસ્વી પ્રકાશના નાગિન 6ના શૂટિંગની શરૂઆતનો છે.

આ વાયરલ વીડિયો જુઓ

તાજેતરમાં કરણ કુન્દ્રાએ તેજસ્વી પ્રકાશ સાથે લગ્ન વિશે ખુલાસો કર્યો હતો. પિંકવિલા સાથેની એક મુલાકાતમાં, ડાન્સ દીવાને જુનિયર હોસ્ટે કહ્યું કે તેણે બધું તેના પર છોડી દીધું છે. જો કે, તેણે ઉમેર્યું હતું કે તેણે જે કરવું હતું તે કર્યું છે. તો શું આનો અર્થ એ છે કે તેઓ તેમના લગ્ન વિશે વાત કરી રહ્યા છે? વેલ, કરણ અને તેજસ્વીએ થોડા સમય માટે લગ્નનો પ્રશ્ન ટાળ્યો છે. તેમના લગ્ન સૌથી વધુ અટકળોનો વિષય અત્યારે બની રહ્યો છે.

થોડા દિવસો પહેલા, ચાહકોએ ટ્વિટર પર #તેજરન #ટીમરોકા આવા હેશટેગ ખુબ ટ્રેન્ડ કર્યા હતા. આજકાલ તેમના રોકા કરવામાં આવ્યા હોવાની અફવા ફેલાઈ રહી છે. આટલું જ નહીં, અન્ય અફવાઓ પણ ફેલાઈ હતી કે, તેમણે એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ એકસાથે ખરીદી લીધું છે. તેમનો પ્રેમ ચોક્કસપણે ખૂબ જ સુંદર અને હ્રદયસ્પર્શી છે. #તેજરનના ચાહકો અત્યારે તેમના લગ્ન જોવા માટે ખુબ તલપાપડ બની રહયા છે.

તમને શું લાગે છે કે, તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા ક્યારે લગ્ન કરશે ?? નીચે અમને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવશો …..

આ પણ વાંચો – ઉર્ફી જાવેદે ફ્રન્ટ ઓપન ટોપ પહેરીને ફોટોશૂટ કરાવ્યું, ઇન્ટરનેટ પર મચી ખલબલી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati