અલ્લુ અર્જુને નકારી શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની ઓફર, વાંચો કયા કારણથી ના પાડી
અલ્લુ અર્જુને શાહરૂખની ફિલ્મ જવાનમાં કામ કરવાની ના પાડી દીધી છે. તેની પાછળનું કારણ અલ્લુએ જણાવ્યું હતુ.
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’ની ઓફર ઠુકરાવી દીધી છે. પઠાણની સફળતા બાદ શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ ‘જવાન’માં જોવા મળશે. આ ફિલ્મમાં કેમિયો માટે અલ્લુ અર્જુનનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે ના પાડી દીધી હતી. જો કે તેની પાછળનું કારણ અભિનેતાએ પોતાના વ્યસ્ત શિડ્યુલને જણાવ્યું છે.
અલ્લુ અર્જુને શાહરૂખની ફિલ્મ ઠુકરાવી
રિપોર્ટ્સનું માનીએ તો અલ્લુ અર્જુને શાહરૂખની ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. તેની પાછળનું કારણ અલ્લુના વ્યસ્ત શેડ્યૂલને જણાવવામાં આવ્યું છે. જો કે અહેવાલ છે કે અલ્લુ અર્જુનન બોલિવુડમાં કામ નથી કરવા માંગતો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. ત્યારે જવાનને લઈને અલ્લૂને સ્ટોરી સંભળાવવામાં આવી હતી, પરંતુ હાલ વ્યસ્ત શેડ્યૂલને કારણે અલ્લુએ ના પાડી દીધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે અલ્લુ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘પુષ્પા ધ રૂલ’માં ખૂબ જ વ્યસ્ત છે. તે પોતાના રોલ માટે સખત મહેનત કરી રહ્યો છે.
View this post on Instagram
જવાનમાં આ સાઉથ સ્ટારના સ્ટાર જોવા મળશે
અલ્લુ અર્જુન સાઉથનું મોટું નામ છે. અલ્લુ અર્જુનની એક્ટિંગના લોકો દિવાના છે. ફિલ્મ ‘પુષ્પા’એ તેના સ્ટારડમમાં વધુ વધારો કર્યો છે. જોકે અલ્લુ અર્જુન હજુ સુધી બોલિવૂડની કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. સમાચાર છે કે સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ અને નયનતારા પણ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’માં જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક એટલા છે જે મસાલા ફિલ્મો માટે જાણીતા છે.
બોલિવુડથી દૂર ભાગે છે અલ્લુ?
અલ્લુ અર્જુન હાલમાં પુષ્પા 2 ફિલ્મમાં વ્યસ્ત છે અને તેની સાથે અન્ય કેટલાક પ્રોજેક્ટ પણ તૈયાર છે. અલ્લુ અર્જુને તાજેતરના વર્ષમાં પુષ્પા 2 નું શૂટિંગ પૂરું કરવું પડશે જેથી ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં આવશે. ત્યારે તેના વ્યસ્ત સિડ્યુડલના કારણે તે જવાનમાં નહી રોલ કરી શકેનુ કારણ જણાવ્યું છે. જો કે અલ્લુ બોલિવુડથી દૂર રહે છે અને આજ સુધી કોઈ ફિલ્મ કરી નથી તેની પાછળ તે બોલિવુુડથી દૂર ભાગી રહ્યો હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.
અલ્લુ અર્જુનની પુષ્પા લોકોને ખૂબ પસંદ આવી હતી અને તેથી હવે તેઓ તેના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજા ભાગનું નિર્દેશન સુકુમાર કરી રહ્યા છે.આ વખતે પણ રશ્મિકા મંદન્ના, અલ્લુનો રામાન્સ જોવા મળશે તેમજ ફહાદ ફૈસિલ વિલનના રોલમાં જોવા મળશે. જો કે, સાઈ પલ્લવી સહિત અન્ય ઘણા કલાકારોના નામ આ ફિલ્મ સાથે જોડાયેલા છે, પરંતુ હજુ સુધી કોઈની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.