લાંબા વિરામ પછી થિયેટરોમાં ફરીથી રોનક પાછી આવવાની છે. ફિલ્મોની રિલીઝ ફરી શરૂ થવાની છે. આ સંદર્ભમાં સૌથી મોટો પડકાર દર્શકોને થિયેટરમાં લાવવાનો છે. અક્ષય કુમારની સૂર્યવંશી (Sooryavanshi)એ મોટી ફિલ્મ છે, જે દિવાળી પર રિલીઝ થવાની સાથે જ ફરી થિયેટરો તરફ પછા ફરવાનો રસ્તો બતાવવા જઈ રહી છે. આ દરમિયાન સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) સૂર્યવંશીને જોવાની અપીલ કરતા જોવા મળ્યા હતા, જેના પર આ ફિલ્મના નિર્માતા કરણ જોહરે (Karan Johar) તેમનો આભાર માન્યો હતો.
અભિનેતા અલ્લુ અર્જુને એક ઈવેન્ટ દરમિયાન દર્શકોને થિયેટર ખુલવા પર વાતચીત દરમિયાન અપીલ કરી હતી. તેમણે કહ્યું કે હિન્દી સિનેમાની ફિલ્મ સૂર્યવંશી થિયેટરમાં આવી રહી છે. મને આશા છે કે લોકો ફરીથી થિયેટરોમાં જશે અને ફિલ્મો જોશે. ગઈ કાલે, નાગા શૌર્ય અને રિતુ વર્માના વરદુ કાવલેનુના પ્રમોશનલ ઈવેન્ટમાં અલ્લુ અર્જુને કહ્યું, “હું ખરેખર સમગ્ર દક્ષિણ ભારતમાંથી સૂર્યવંશીની સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવું છું. હું ખરેખર ઈચ્છું છું કે તમે લોકો થિયેટરોમાં પાછા આવો, દરેક વ્યક્તિ થિયેટરોમાં આવે અને આ મનોરંજન જુએ.
"As I said earlier, it’s not my film, it’s OUR film…Thank you for the love and support my brother. Wish you ALL THE BEST FOR PUSHPA 🤗@alluarjun you are a ROCKSTAR🔥🔥🔥"
– Rohit Shetty
Come #BackToCinemas and witness the world of #Sooryavanshi on 5th November. pic.twitter.com/MMke5RV1tl
— Dharma Productions (@DharmaMovies) October 27, 2021
અલ્લુ અર્જુનનો આ વીડિયો ધર્મા પ્રોડક્શનના સોશિયલ મીડિયા એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો. તે પછી કરણ જોહરે આને રીટ્વીટ કરીને અલ્લુ અર્જુનનો આભાર માન્યો અને તેમને એક સંપૂર્ણ સુપરસ્ટાર કહ્યા. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા પણ આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તેઓ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનો પહેલો ભાગ આ વર્ષે ક્રિસમસ પર 25 ડિસેમ્બર 2021ના રોજ રિલીઝ થઈ રહ્યો છે. સુકુમાર તેનું દિગ્દર્શન કરી રહ્યા છે. તેમાં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાના (Rashmika Mandanna) છે. આ ફિલ્મમાં મલયાલમ સુપરસ્ટાર ફહાદ ફાસીલ પણ છે. તે જ સમયે અક્ષય કુમાર (Akshay Kumar)ની સૂર્યવંશીની આ ફિલ્મ બે વાર સ્થગિત કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી તે રિલીઝની રાહ જોઈ રહી છે. હવે આ વખતે તેની રિલીઝની સંપૂર્ણ તૈયારી છે. આ ફિલ્મ દિવાળી પર 5 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.
આ પણ વાંચો :- Honsla Rakh: Diljit Dosanjh, શહનાઝ ગિલ અને સોનમ બાજવાની ફિલ્મની કમાલ, 11 દિવસમાં કરી આટલા કરોડની કમાણી
આ પણ વાંચો :- Nia Sharmaએ શેર કરી એવી હોટ ફોટોઝ, જોઈને નજર હટાવી થઈ જશે મુશ્કેલ