Alia – Ranbir Wedding : રણબીર-આલિયાના 15 માળના નવા ઘર વિશે જાણો તમામ બાબતો

Alia - Ranbir Wedding : આલિયા અને રણબીરના લગ્નના ખાસ અવસર પર તેમના નવા ઘરની આખી ઇમારતને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. રણબીર આલિયાનું બાંદ્રા, પાલી હિલ સ્થિત ઘર લાંબા સમયથી બની રહ્યું છે.

Alia - Ranbir Wedding : રણબીર-આલિયાના 15 માળના નવા ઘર વિશે જાણો તમામ બાબતો
Alia Bhatt & Ranbir Kapoor (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 9:45 AM

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) આજે એટલે કે 14 એપ્રિલ, 2022ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. આ પછી કપલ તેમના નવા ઘરમાં શિફ્ટ થઈ જશે. આલિયા અને રણબીરના લગ્નના ખાસ અવસર પર (Ranbir Alia Wedding) તેમના નવા ઘરની આખી ઇમારતને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. રણબીર આલિયાનું આ નવું ઘર 15 માળનું હશે. હાલ આ બિલ્ડીંગના બે માળ તૈયાર છે. જ્યારે આ બિલ્ડીંગના પહેલા 5 માળ ફક્ત કપૂર માટે જ હશે, ત્યારબાદ બાકીના માળ ભાડે આપવામાં આવશે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

લગ્ન બાદ રણબીર આલિયા નીતુ કપૂર સાથે…

અત્રે ઉલ્લેખનીય છે કે, રણબીર અને આલિયાની પ્રી-વેડિંગ વિધિ 14 એપ્રિલથી શરૂ થશે, જેમાં સવારે 9 વાગ્યે હલ્દી સેરેમની થશે. આ પછી આલિયા ભટ્ટની ચૂડા સેરેમની થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લગ્ન પછી, રણબીર અને આલિયા તેમના લગ્ન  બાદ તેમના નવા ઘર ‘ક્રિષ્ના રાજ બંગલો’માં શિફ્ટ થઈ જશે. હાલમાં આ ઘરનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે.

ઋષિ કપૂર અને નીતુ કપૂરે આ બંગલો ખરીદ્યો હતો

અમે તમને જણાવી દઈએ કે, વર્ષ 1980માં ઋષિ કપૂર અને નીતુ કપૂરે બાંદ્રા પાલી હિલમાં આવેલ ‘ક્રિષ્ના રાજ બંગલો’ ખરીદ્યો હતો. બાંદ્રામાં આ 15 માળની ઇમારત છે, જેમાં પહેલા પાંચ માળ કપૂર તેમના ઉપયોગ માટે રાખશે. આ મિલકત હાલમાં નિર્માણાધીન છે, તેથી તેને પૂર્ણ કરવામાં હજુ 6 વર્ષ લાગશે. જોકે, પ્રથમ 5 માળનું કામ પૂર્ણતાના આરે છે.

આ 15 માળની બિલ્ડીંગમાં આલિયા રણબીરનો ફ્લોર ક્યો ??

આ ટાવરના પહેલા અને બીજા માળનું કામ પૂર્ણ થઈ ગયું છે. રણબીર અને આલિયાના ઘરમાં પિતા ઋષિ કપૂર માટે એક ખાસ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં ઋષિ કપૂરની મનપસંદ ખુરશી બુક કરવાની શેલ્ફ અને અન્ય કેટલીક નાની વસ્તુઓ સાચવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રણબીર અને આલિયાએ આ ઘરને સજાવવા માટે તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી ઘણો સમય કાઢ્યો હતો.

આ પણ વાંચો : Ranbir Alia Wedding : રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાશે, પરિવાર અને કેટલાક નજીકના મિત્રો લગ્નમાં સામેલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">