Gujarati NewsEntertainmentAlia Bhatt's film 'Gangubai Kathiyawadi' to be released on Netflix, find out all the details
નેટફ્લિક્સ પર રિલીઝ થશે આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, જાણો સંપૂર્ણ વિગતો
ફેબ્રુઆરી, 2022માં 72મા બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર લોન્ચ થયું હતું. નિર્દેશક સંજય લીલા ભણસાલીએ (Sanjay Leela Bhansali) તેમના અન્ય પ્રોજેક્ટ 'હીરામંડી' માટે પણ નેટફ્લિક્સ સાથે હાથ મિલાવ્યા છે.
સંજય લીલા ભણસાલીની (Sanjay Leela Bhansali) તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં (Gangubai Kathiawadi) અભિનેત્રી આલિયા ભટ્ટની (Alia Bhatt)એક્ટિંગને લોકોએ ખૂબ વખાણી હતી. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ બતાવી શકી ન હતી, પરંતુ લોકો આ ફિલ્મની વાર્તાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ભણસાલીના આઉટ ઓફ ધ બોક્સ આઈડિયાઝ અને કલાકારોની પસંદગીએ આ ફિલ્મને ખૂબ સારી બનાવી છે. અત્યારે આ ફિલ્મ વિશે સમાચાર આવી રહ્યા છે કે ભણસાલીની આ ફિલ્મ લોકપ્રિય OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થવા જઈ રહી છે.
જેની સત્તાવાર જાહેરાત પણ Netflix દ્વારા જ કરવામાં આવી છે. ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત પિરિયડ ડ્રામા ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ આગામી તા. 26 એપ્રિલે નેટફ્લિક્સ પર પ્રીમિયર માટે તૈયાર છે, તેવી આજે જાહેરાત કરવામાં આવી છે. ગત તા. 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. જો કે, તે થિયેટરમાં કંઈ ખાસ કરી શકી ન હતી અને ટૂંક સમયમાં જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અમુક અંશે નિષ્ફળ નીવડી હતી.
‘ગંગુબાઈ કાઠિયાવાડી’ નેટફ્લિક્સ પર રિલીઝ થશે
બોક્સ ઓફિસ પર રિલીઝ થયા બાદ હવે ભણસાલીની આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. નેટફ્લિક્સ ઇન્ડિયાએ તેના સત્તાવાર ટ્વિટર પેજ પર ફિલ્મની ડિજિટલ રિલીઝ તારીખની જાહેરાત શેર કરી છે. આ માહિતી શેર કરતાં Netflixએ લખ્યું, “જુઓ, Netflix પર ચંદ્ર આવી રહ્યો છે. #ગંગુબાઈકાઠિયાવાડી, જે 26મી એપ્રિલે આવી રહી છે.”
જાણીતા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયો અનુસાર, આલિયા ભટ્ટ સ્ટારર આ ફિલ્મ તેલુગુમાં પણ ઉપલબ્ધ થશે. 1960ના દાયકામાં કમાટીપુરાની સૌથી શક્તિશાળી, પ્રિય અને આદરણીય મહિલા ગેંગસ્ટર ગંગુબાઈના જીવન પર આધારિત આ ફિલ્મ, બોક્સ ઓફિસ પર લગભગ રૂ. 130 કરોડની કમાણી કરીને અત્યાર સુધીની સૌથી મોટી જાણીતી ફિલ્મોમાંની એક બની ચુકી છે.
‘દેવદાસ’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ જેવી ફિલ્મો માટે જાણીતા ભણસાલી અને આલિયા ભટ્ટ વચ્ચે આ પહેલો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. એસ હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ના પ્રકરણ પર આધારિત, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને ભણસાલી પ્રોડક્શન્સ અને જયંતિલાલ ગડાની પેન ઈન્ડિયા લિમિટેડ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.
બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ લોન્ચિંગ હતું
ફેબ્રુઆરી, 2022માં, 72મા બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ફિલ્મ મેકર ભણસાલીએ તેમના અન્ય એક પ્રોજેક્ટ ‘હીરામંડી’ની OTT રિલીઝ માટે પણ નેટફ્લિક્સ સાથે હાથ મિલાવ્યો છે. જે તેમનું એક ફિલ્મ મેકર તરીકે પ્રથમ ડિજિટલ ડેબ્યુ હશે.