Alia Bhatt અને Ranbir Kapoor ડિસેમ્બરમાં કરવાના છે લગ્ન? અભિનેતાએ મુલતવી રાખી ફિલ્મની શૂટિંગ

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર બંને ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

Alia Bhatt અને Ranbir Kapoor ડિસેમ્બરમાં કરવાના છે લગ્ન? અભિનેતાએ મુલતવી રાખી ફિલ્મની શૂટિંગ
Alia Bhatt, Ranbir Kapoor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 6:59 PM

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) લાંબા સમયથી હેડલાઈન્સનો હિસ્સો છે. રિપોર્ટ્સનું માનીએ તો બંને આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ જશે. આલિયા અને રણબીરના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને ગયા વર્ષે લગ્ન કરવાના હતા, પરંતુ કોરોના રોગચાળાને કારણે તે થઈ શક્યું નહીં. હવે બંને ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

અહેવાલો અનુસાર આલિયા અને રણબીર લાંબી રાહ જોયા બાદ આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર આલિયા અને રણબીર ઇટાલીમાં લગ્ન કરવા જઈ રહ્યા છે, જેમાં પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રો સામેલ થશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

એનિમલનું શૂટિંગ મુલતવી રાખ્યું

બ્રહ્માસ્ત્ર (Brahmāstra) બાદ રણબીર કપૂર તેની આગામી ફિલ્મ એનિમલનું શૂટિંગ શરૂ કરવાના હતા. પરંતુ હવે અહેવાલો અનુસાર રણબીરે એનિમલનું શેડ્યૂલ જાન્યુઆરી 2022 સુધી સ્થગિત કરી દીધું છે કારણ કે તે ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં રણબીરની સાથે પરિણીતી ચોપરા (Parineeti Chopra), અનિલ કપૂર (Anil Kapoor), બોબી દેઓલ (Bobby Deol) મહત્વની ભૂમિકામાં જોવા મળશે. બીજી તરફ આલિયા ભટ્ટની વાત કરીએ તો તે નવેમ્બરથી કોઈ નવું કામ શરૂ કરવાની નથી. તે નવેમ્બર પછી સીધા નવા વર્ષથી કામ શરૂ કરશે.

વિક્કી અને કેટરીના પણ કરી રહ્યા છે લગ્ન

રિપોર્ટ્સનું માનીએ તો માત્ર આલિયા અને રણબીર જ નહીં, વિક્કી કૌશલ અને કેટરિના કૈફ પણ ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. એક અહેવાલ મુજબ બંનેની 18 ઓગસ્ટના રોજ સગાઈ થઈ ગઈ હતી અને હવે બંને તેમના સંબંધોને આગલા સ્તર પર લઈ જવાનું નક્કી કરી રહ્યા છે. જોકે સગાઈના સમાચાર સામે આવ્યા બાદ જ કેટરીનાની ટીમે તેને અફવા ગણાવી હતી. તે જ સમયે વિક્કીએ પણ તાજેતરમાં સગાઈના સમાચાર પર મૌન તોડ્યું છે.

એક અહેવાલ મુજબ વિક્કી અને કેટરિનાએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના વેડિંગ આઉટફિટ્સ સબ્યસાંચીએ ડિઝાઈન કર્યા છે. હાલમાં તે લગ્નના કપડા માટે ફેબ્રિક પસંદ કરી રહ્યા છે. કેટરીના તેના લગ્નમાં સિલ્કનો લહેંગો પહેરવાની છે.

આ પણ વાંચો :- Hrithik Roshan ‘ક્રિશ 4’માં ફેલાવશે પોતાના અવાજનો જાદુ, ફિલ્મમાં જોવા મળશે શાનદાર એક્શન

આ પણ વાંચો :- શું Vicky Kaushal અને Katrina Kaif આ દિવસે લેશે સાત ફેરા?

g clip-path="url(#clip0_868_265)">