શું Vicky Kaushal અને Katrina Kaif આ દિવસે લેશે સાત ફેરા?

વિક્કી કૌશલ અને કેટરીના કૈફ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. પરંતુ હવે બંનેના લગ્નને લઈને નવા સમાચાર સામે આવ્યા છે.

શું Vicky Kaushal અને Katrina Kaif આ દિવસે લેશે સાત ફેરા?
Katrina Kaif, Vicky Kaushal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 11:59 PM

વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ (Katrina Kaif) છેલ્લા કેટલાક દિવસોથી તેમના લગ્નના સમાચારોને લઈને ખૂબ જ ચર્ચામાં છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. આટલું જ નહીં ક્યારેક બંને એકબીજાના ઘરે પણ જાય છે. પહેલા બંનેની સગાઈના સમાચાર આવ્યા હતા અને હવે તેમના લગ્નને લઈને સમાચાર આવી રહ્યા છે. સમાચાર આવી રહ્યા છે કે બંને હવે પોતાના સંબંધોને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માંગે છે અને જલ્દી લગ્ન કરવા માંગે છે.

એક અહેવાલ મુજબ બંનેએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંનેના વેડિંગ આઉટફિટ ડિઝાઈનર સબ્યસાચી (Sabyasachi) ડિઝાઈન કરશે. આ પહેલા સબ્યસાચીએ દીપિકા પદુકોણ (Deepika Padukone)ના લગ્નનો ડ્રેસ પણ ડિઝાઈન કર્યો હતો. બંને આ વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

હવે આ સમાચારમાં કેટલું સત્ય છે તે બંને કલાકારો જ કહી શકે છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ્યારે વિક્કીને કેટરિના સાથે તેની સગાઈના સમાચાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે આ સમાચાર તમારા મિત્રો (મીડિયા) દ્વારા ફેલાવવામાં આવ્યા છે. હું જલ્દી સગાઈ કરવા જઈ રહ્યો છું. પરંતુ યોગ્ય સમયે. તેનો પણ સમય આવશે.

પહેલા આવ્યા હતા સગાઈના સમાચાર

તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં બંનેની સગાઈના સમાચાર આવ્યા હતા. જો કે તે સમયે કેટરીનાના પ્રવક્તાએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે કોઈ સગાઈ સમારંભ થયો નથી. તે ટાઈગર 3ના શૂટિંગ માટે રવાના થઈ ગઈ છે.

બાય ધ વે, જ્યારથી તેમના રિલેશનશિપના સમાચાર આવ્યા છે ત્યારથી બંનેએ આ સમાચારો પર બોલવાનું બંધ કરી દીધું હતું. બંને એક સાથે વેકેશન પર જતા હતા, પરંતુ સોશિયલ મીડિયા પર સોલો ફોટો શેર કરતા હતા. તાજેતરમાં કેટરિના વિક્કીની ફિલ્મ સરદાર ઉધમ સિંહની સ્ક્રીનિંગમાં પણ જોવા મળી હતી.

અગાઉ સની કૌશલે જણાવ્યું હતું કે જ્યારે બંનેની સગાઈના સમાચાર આવ્યા ત્યારે વિક્કીના પરિવારની પ્રતિક્રિયા શું હતી. સનીએ કહ્યું હતું કે, મને યાદ છે કે વિક્કી તે દિવસ સવારે જિમ ગયો હતો. તે ઘરે આવ્યો ત્યારે મમ્મી-પપ્પાએ મજાકમાં પૂછ્યું કે અરે યાર, તારી સગાઈ થઈ ગઈ છે, મીઠાઈ તો ખવડાવવી જોઈએ. ત્યારે વિક્કીએ કહ્યું હતું કે ‘જેટલી સાચી સગાઈ થઈ છે, એટલી સાચી મીઠાઈ પણ ખાઈ લો.’

બંનેની આગામી ફિલ્મોની વાત કરીએ તો કેટરીના ટૂંક સમયમાં સૂર્યવંશી (Sooryavanshi) ફિલ્મમાં જોવા મળશે, જેમાં અક્ષય કુમાર (Akshay Kumar) મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ દિવાળીના અવસર પર રિલીઝ થશે. બીજી તરફ વિક્કી ટૂંક સમયમાં ફિલ્મ સૈમ બહાદુર અને ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી (The Great Indian Family)માં જોવા મળશે.

આ પણ વાંચો :- શું Shah Rukh Khan સાથે ફિલ્મ કરવાની નયનતારાએ પાડી દીધી છે ના? ક્યાંક આર્યન ખાન તો નથી આનું કારણ!

આ પણ વાંચો :- Shilpa Shettyએ પતિ રાજ કુન્દ્રા માટે કરાવી હતી અંડરકટ હેરસ્ટાઈલ, પતિના જામીન માટે રાખી હતી માનતા

g clip-path="url(#clip0_868_265)">