5-5 ફિલ્મોમાં વ્યસ્ત ખેલાડીને સાઉથની વધુ એક BIG ફિલ્મની મળી ઑફર, હા પાડશે કે ના પાડશે અક્ષય કુમાર ?
અક્ષય કુમારે 2.0 ફિલ્મ સાથે સાઉધની ફિલ્મોમાં ધમાકેદાર ડેબ્યુ તો કરી લીધું છે, પરંતુ હવે લેટેસ્ટ સમાચાર એ છે કે અક્ષય વધુ એક સાઉથની ફિલ્મમાં આવી રહ્યો છે. મળતા અહેવાલો મુજબ એસ એસ રાજામૌલીએ અક્ષય કુમારને પોતાની આગામી ફિલ્મ RAMA RAVANA RAJYAM માટે ઍપ્રોચ કર્યો છે. બાહુબલી બાદ રાજામૌલી પોતાના આગામી પ્રોજેક્ટમાં લાગેલા છે. ફિલ્મનું […]

અક્ષય કુમારે 2.0 ફિલ્મ સાથે સાઉધની ફિલ્મોમાં ધમાકેદાર ડેબ્યુ તો કરી લીધું છે, પરંતુ હવે લેટેસ્ટ સમાચાર એ છે કે અક્ષય વધુ એક સાઉથની ફિલ્મમાં આવી રહ્યો છે.
મળતા અહેવાલો મુજબ એસ એસ રાજામૌલીએ અક્ષય કુમારને પોતાની આગામી ફિલ્મ RAMA RAVANA RAJYAM માટે ઍપ્રોચ કર્યો છે. બાહુબલી બાદ રાજામૌલી પોતાના આગામી પ્રોજેક્ટમાં લાગેલા છે. ફિલ્મનું નામ રામ રાવણ રાજ્યમ છે. આ પ્રોજેક્ટને RRR કહેવામાં આવી રહ્યો છે.
રામ રાવણ રાજ્યમ ફિલ્મની તૈયારીઓ શરુ થઈ ચુકી છે અને ફિલ્મ માટે રાજામૌલીએ અક્ષય કુમારને ઍપ્રોચ કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે અક્ષય કુમાર આ ફિલ્મ માટે હા પાડે છે કે ના.
હકીકતમાં અક્ષય કુમાર પાસે બહુ કામ છે. હાલમાં તે એક તરફ કરણ જૌહરની કેસરી ફિલ્મ કરી રહ્યો છે, તો બીજી બાજુ મિશન મંગલ, રાજા મહેતાની ગુડ ન્યૂઝ પણ પાઇપલાઇનમાં છે. આ ત્રણેય ફિલ્મો બાદ અક્ષયે રોહિત શેટ્ટીની સૂર્યવંશી ફિલ્મ શરુ કરવી છે. આ ઉપરાંત હાઉસફુલ 4 પણ દિવાળીએ રિલીઝ થવાની છે.
આમ અક્ષય કુમાર પાસે ઑલરેડ પાંચ ફિલ્મો છે. એવામાં તે રાજામૌલીની રામ રાવણ રાજ્યમ માટે સમય ફાળવી શકશે કે નહીં, તે જોવાનું રહેશે.
[yop_poll id=1295]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]