ધમાલ કરવા આવી રહ્યો છે The Kapil Sharma Show અક્ષયે કપિલ શર્માની બોલતી કરી દીધી બંધ, જુઓ Video

અક્ષય કુમાર (Akshay Kumar) અને અજય દેવગણ (Ajay Devgn) આગામી સપ્તાહમાં કપિલ શર્મા શોમાં જોવા મળશે. બંને અભિનેતા પોતપોતાના ફિલ્મ ક્રૂ સાથે ભવ્ય એન્ટ્રી કરશે.

ધમાલ કરવા આવી રહ્યો છે The Kapil Sharma Show અક્ષયે કપિલ શર્માની બોલતી કરી દીધી બંધ, જુઓ Video
Akshay Kumar and Ajay Devgn will be the first guest of The Kapil Sharma show
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Aug 15, 2021 | 2:53 PM

ઘણા સમયથી ફેન્સ રાહ જોઈ રહ્યા હતા અને છેવટે એ સમય આવી ગયો છે. ટૂંક સમયમાં જ કોમેડિયન કપિલ શર્મા લોકોને હસાવતા જોવા મળશે. હવે દર્શકોની રાહ પૂરી થવા જી રહી છે. ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) 21 ઓગસ્ટથી ટીવી પર પરત ફરવા જઈ રહ્યો છે. આવનારા વિક એન્ડમાં કપિલ અને તેની ટીમ ટીવી પર ધમાલ મચાવવા પરત આવશે. આ શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.

અક્ષય કુમાર (Akshay Kumar) અને અજય દેવગણ (Ajay Devgn) આગામી સપ્તાહમાં કપિલ શર્મા શોમાં જોવા મળશે. બંને અભિનેતા પોતપોતાના ફિલ્મ ક્રૂ સાથે ભવ્ય એન્ટ્રી કરશે. અક્ષય જ્યારે ‘બેલ બોટમ’ના પ્રમોશન માટે આવી રહ્યા છે, ત્યારે અજય ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ માટે કપિલના શોમાં પહોંચ્યો છે. શોમાં આખી ટીમે ખૂબ જ મજા કરી રહી હોય એવું લાગી રહ્યું છે. એટલું જ નહીં અક્ષય અને અજયે પણ કપિલ શર્માની ખેંચવામાં કોઈ કસર છોડી નથી.

મેકર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રોમોમાં, કપિલ શર્મા અક્ષય કુમારને કહી રહ્યા છે, ‘પહેલા એપિસોડમાં આટલું ભવ્ય બોણી કરાવાઈ દીધી. તમે ફિલ્મોમાં રોડ રોલરથી રોકેટ સુધી ચલાવી લીધું. હવે શું ચલાવશો.’ આ વાત પર અક્ષયે કપિલની ખેંચવામાં કંઈ બાકી ના રાખ્યું. આના જવાબમાં અક્ષયે કહ્યું કે છે, ‘હું આટલા વર્ષોથી તમારો શો ચલાવી રહ્યો છું. એ શું છે?’ આ સાંભળીને કપિલનું બોલવાનું જ બંધ થઇ જાય છે. અને કપિલ ચૂપચાપ જોતો રહે છે.

નોરા સાથે ફ્લર્ટ કર્યું તો ખાવો પડ્યો ધક્કો

બીજી બાજુ, જ્યારે અજય દેવગણ નોરા ફતેહી અને એમી વિર્ક સાથે કપિલના શો પર પહોંચ્યા ત્યારે કપિલ નોરા સાથે ફ્લર્ટિંગ કરવા લાગે છે. આ જોઇને અજય તેને પાછળથી જોરથી ધક્કો મારે છે.

લાઇવ ઓડિયન્સ જોવા મળશે શોમાં

‘ધ કપિલ શર્મા શો’ સોની એન્ટરટેઇનમેન્ટ ચેનલ પર 21 ઓગસ્ટથી દર શનિવાર-રવિવારે રાત્રે 9.30 કલાકે પ્રસારિત થશે. આ વખતે લાઈવ પ્રેક્ષકોએ પણ કપિલના શોમાં પ્રવેશ કર્યો છે. પરંતુ પ્રવેશ ફક્ત તે જ લોકો માટે ઉપલબ્ધ હશે જેમનું રસીકરણ પૂર્ણ થયું હોય. શોમાં સંપૂર્ણ કોવિડ પ્રોટોકોલ દરમિયાન અને સામાજિક અંતરનું પાલન કરવામાં આવશે.

આ પણ વાંચો: Azad Hind: કોણ હતા ગુજરાતી પરિવારમાંથી આવનાર દુર્ગાવતી દેવી? જેમના પર બનવા જઈ રહી છે ફિલ્મ

આ પણ વાંચો: 21 વર્ષ બાદ ફિલ્મ હેરા ફેરીને લઈને વિવાદ, ફિરોઝ નડિયાદવાલાએ ડિરેક્ટર પ્રિયદર્શન પર લગાવ્યા ગંભીર આરોપો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati