‘અજય દેવગનને દિલ્હીના પબની બહાર માર માર્યો’, વીડિયો થયો વાયરલ, જાણો શું છે હકીહત

અજય દેવગણનો કથિત એક વિડીયો હમણા સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અજયને દિલ્હીમાં માર મારવામાં આવ્યો. જાણો શું છે હકીકત.

  • tv9 webdesk37
  • Published On - 17:02 PM, 30 Mar 2021
'અજય દેવગનને દિલ્હીના પબની બહાર માર માર્યો', વીડિયો થયો વાયરલ, જાણો શું છે હકીહત
પ્રતિકાત્મક તસ્વીર

કહેવાય છે કે સત્ય ઘરની બહાર નીકળે ત્યાર સુધીમાં અસત્ય ગામ આખામાં ફરી વળ્યું હોય. સમય સાથે હવે આ કથન પણ બદલાયું છે, સત્ય જ્યાં સુધીમાં ઘરની બહાર આવે ત્યાં સુધી અસત્ય ઈન્ટરનેટના વિશ્વમાં ફરીવળે છે. જી હા અફવાઓને સોશિયલ મીડિયા પર વાયરલ થવામાં સમય લાગતો નથી. સિંઘમ સ્ટાર અજય દેવગન સાથે પણ આવું જ કંઈક બન્યું છે. જ્યારે તેમના નામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થયો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેતાને દિલ્હીના પબની બહાર માર મારવામાં આવ્યો હતો. આ બાબતે આગ લાગી ત્યારે અજય દેવગણે ખુદ ખુલાસો કરવો પડ્યો.

શું છે આખો મામલો

હકીકતમાં તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો દિલ્હીના પબની બહારનો હતો. જ્યાં બે પક્ષો વચ્ચે લડાઈ જોવા મળી રહી છે. આ વીડિયોમાં સોશ્યલ મીડિયા યુઝર્સે અજય દેવગન હોવાનું ગણાવ્યું હતું અને આ વીડિયો જોતજોતામાં જ વાયરલ થયો હતો. વીડિયો શેર કરતી વખતે સોશ્યલ મીડિયા યુઝર્સે દાવો કર્યો હતો કે અજય દેવગનને દિલ્હીના પબની બહાર માર મારવામાં આવ્યો હતો.

 

 

View this post on Instagram

 

A post shared by RubberBand (@dabeerwarsi2021)

 

અજય દેવગને ટ્વીટ કર્યું

જ્યારે વીડિયો વાયરલ થયો હતો ત્યારે અજય દેવગને ટ્વિટ કર્યું કે, એવું લાગે છે કે મારા જેવો દેખાતો કોઈ મુશ્કેલીમાં આવી ગયો છે. મને આને લગતા કોલ્સ આવી રહ્યા છે. માત્ર સ્પષ્ટતા- મેં ક્યાંય પ્રવાસ કર્યો નથી. મારા કોઈપણ વિવાદમાં હોવાના બધા અહેવાલો પાયાવિહોણા છે, હેપી હોળી. ‘

 

 

અજય દેવગનની ટીમે પણ સ્પષ્ટતા કરી હતી

આ સમગ્ર મામલે અજય દેવગણની ટીમ તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. અજય દેવગણની ટીમે કહ્યું હતું કે, ‘અજય દેવગન 2020 માં ગયા વર્ષે રિલીઝ થયેલ તન્હાજી – ધ અનસંગ વોરિયરના પ્રમોશન માટે દિલ્હી ગયા હતા. ત્યારબાદ તે દિલ્હી ગયા નથી. સોશિયલ મીડિયામાં સતત વાયરલ થતા આ વીડિયોમાં અજય દેવગન નથી. અમે તમામ ન્યૂઝ એજન્સી અને મીડિયા હાઉસને હકીકત સુધારવા અને લોકોને સાચા સમાચાર જણાવવા માટે વિનંતી કરીએ છીએ. લોકડાઉન ખુલ્યું ત્યારથી અજય દેવગન સતત મુંબઈના મેદાન, મેડડે અને ગંગુબાઈ કાઠિયાવાડી માટે શૂટિંગ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: બોબી દેઓલ વર્ષો પહેલાથી જ જાણતા હતા ‘કોરોના’ વિશે, જુઓ આ મજેદાર વિડીયો