AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોબી દેઓલ વર્ષો પહેલાથી જ જાણતા હતા ‘કોરોના’ વિશે, જુઓ આ મજેદાર વિડીયો

બોબી દેઓલનો એક ફની મિમ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને કોવિડ સાથે જોડતા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

બોબી દેઓલ વર્ષો પહેલાથી જ જાણતા હતા 'કોરોના' વિશે, જુઓ આ મજેદાર વિડીયો
Viral Meme Video
| Updated on: Mar 30, 2021 | 4:08 PM
Share

બોલિવૂડ એક્ટર બોબી દેઓલ મનોરંજનની દુનિયામાં પોતાની બીજી ઇનિંગ રમી રહ્યા છે. છેલ્લા કેટલાક સમય બાદ બોબી દેઓલે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે એક દમદાર અભિનેતા છે. આ દરમિયાન બોબી દેઓલનો એક ફની મિમ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને કોવિડ સાથે જોડતા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

શું છે આ વીડિયો

હકીકતમાં કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં પાયમાલી ફેલાવી રહ્યો છે. આવી સ્થિતિમાં બોબી દેઓલની કેટલીક ફિલ્મોની જુદી જુદી ક્લિપ્સ જોડીને એક વિડિઓ બનાવવામાં આવ્યો છે. જેમાં બોબી દેઓલ એ તમામ કામ કરી રહ્યા છે, જે કોરોના સામે લડવા માટે આજ કાલ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. બોબી દેઓલનો વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

‘મને પણ આ રોગ ન થઇ જાય’

બોબી દેઓલનો આ વીડિયો તેના ફેન એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વિડિઓની શરૂઆતમાં બોબી દેઓલ કહે છે – ‘કારણ કે તમે જે જોઈ શકતા નથી તે હું સ્પષ્ટ જોઈ શકું છું.’ તે બાદ તે સામાજિક અંતરનું પાલન કવાનું કહી રહ્યો છે તેવું વિડિઓમાં બતાવવામાં આવે છે. જ્યાં બોબી દેઓલ સન્ની દેઓલને કહે છે – ‘ભાઈ, મારા હાથને હાથ ન લગાવો, મને પણ આ રોગ ન થઇ જાય.’

ઐશ્વર્યાનો RT-PCR Test

વિડિઓમાં આગળ બોબી દેઓલ અને ઐશ્વર્યા રાયની એક ફિલ્મનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. જે કોવિડ માટેના RT-PCR Test સાથે જોડાયેલ છે. વીડિયોમાં દેખાય છે કે બોબી દેઓલ ઐશ્વર્યાને કહે છે – ‘પ્રેમથી નહીં તો જબરદસ્તિથી. છીંક … છીંક …. ‘

માસ્ક, કવોરન્ટાઇન અને હાથ ધોવા

વીડિયોમાં આગળ બતાવવામાં આવ્યું છે કે બોબી દેઓલે માસ્ક પહેરેલું છે. ત્યાર બાદ એક અન્ય સીનમાં બોબી દેઓલ ઘરને અંદરથી બંધ પણ કરી રહ્યો છે. વીંછી ફિલ્મના સીનમાં બોબી દેઓલ ઘરની અંદર ઘણાં તાળાઓ લગાવતો નજરે પડે છે. આ દ્રશ્ય ક્વાર્ટિન સાથે જોડવામાં આવ્યું છે. તે જ સમયે બોબી દેઓલ હાથ ધોતા પણ નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આનો ભરપુર આનંદ ઉપાડી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">